Breaking News

પોલીસને મળેલી સુટકેશમાંથી વહુની લાશ નીકળી, પરિવાર અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યો અને વહુને સોફે બેઠેલી જોઈ ટાંટીયા ધ્રુજી ગયા.. વાંચો..!

કેટલીક વખત સામાન્ય માણસના મગજ કામ કરતા બંધ થઈ જાય એવા બનાવો સામે આવે છે કે, જેને તપાસ કરનાર પોલીસકર્મીઓ પણ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. અત્યારે એ પ્રકારનો જ એક મામલો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી સામે આવ્યો છે. જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના પરસેવા છૂટવા લાગ્યા છે.

મૂળ અલીગઢની વરિશા નામની એક યુવતીના લગ્ન બુલંદ શહેરના આમિર નામના યુવક સાથે આજથી બે વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવન શરૂઆતમાં ખૂબ જ સારું ચાલતું હતું. પરંતુ એક દિવસ અચાનક જ વરીશા પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. એટલા માટે તેના પતિ અમીરે પોલીસ સ્ટેશનમાં તેના ગાયબ થવાની રિપોર્ટ નોંધાવી હતી..

આ રિપોર્ટ અનુસાર તેઓ વરિશાની શોધખોળ કરવા લાગ્યા પરંતુ આસપાસના તમામ વિસ્તાર અને સીસીટીવી કેમેરાની મદદ લીધા બાદ પણ વરીશાનો કોઈ પણ અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ ચિંતામાં ફરી પડ્યા હતા. આ બનાવ બન્યો તેના ત્રણથી ચાર દિવસ બાદ આ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને એક અજાણી સુટકેશ મળી આવી હતી..

આ સૂટકેસને ખોલીને જોયું તો ત્યારે પણ સૌ કોઈ લોકો હકાબકા રહી ગયા હતા કારણ કે આ સુટકેશની અંદરથી એક મહિલા ની લાશ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક વરીશાના પરિવારજનોને આ લાશની ઓળખ કરવા માટે બોલાવ્યા હતા, સુટકેશમાં રહેલી લાશના મોઢા પર કપડું રાખવામાં આવ્યું હતું.

પરંતુ તેના પહેરવેશ અને શરીરના બાંધા જોઈને વરીશાના પરિવારજનોએ તેની ઓળખાણ કરી લીધી અને પોલીસને જણાવ્યું કે આ તેમની જ પુત્રવધુ છે. ત્યારબાદ તેને સોંપી દેવામાં આવી હતી. પરિવારજનો પોતાની પુત્ર વધુની લાશ જોઇને ખૂબ જ હેબતાઈ ગયા હતા તાત્કાલિક તેઓ અન્ય પરિવારજનોને પણ આ બાબતને જાણ કરી અને તેના અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરવામાં આવી હતી..

અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર ખૂબ જ ઊંડા શોકના માહોલમાં ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. પોલીસને કંઈક અને કંઈક ઊંધું જ લાગી રહ્યું હતું. કારણ કે પરિવારજનો તેમનાથી કંઈક છુપાવી રહ્યા હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત પરિવારમાં રહેલા સૌ કોઈ લોકો બહારથી તો દુઃખી લાગતા હતા પરંતુ અંદરથી તેમના પરિવારનો કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય તેવું કોઈ પણ દુઃખ દેખાઈ આવ્યું નહીં..

આ ઘટના બની એના એ જ દિવસે અલીગઢના પોલીસ સ્ટેશનમાં એક મહિલા હાજર થઈ હતી. અને તેઓએ પોલીસને જણાવ્યું કે તેમના સાસરિયાવાળા લોકો તેમને રોજ મારપીટ કરે છે. અને તેના તમામ ઘરેણા પણ છીનવી લીધા છે. તેના લગ્ન આજથી બે વર્ષ પહેલાં થયા છે. જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી..

અને આ મહિલાના પરિવારજનો સાથે વાતચીત કરવાનું નક્કી કરી મહિલાને પોતાના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યારે પુત્રવધુ ના અંતિમ સંસ્કાર કરીને બુલંદ શહેરનો પરિવાર પોતાના ઘરે ગયો ત્યારે ઘરના સોફા પર પોતાની પુત્ર વધુને બેઠેલી સૌ કોઈના હોશ ઉડી ગયા હતા અને વિચારવા પર મજબૂર બન્યા કે તેઓ જે પુત્રવધુના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છે..

તે જ પુત્ર વધુ ઘરના સોફા પર બેઠી છે. આ જોઈને પરિવારના સૌ કોઈ સભ્યોના ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. હકીકતમાં તે પોલીસની સાથે ત્યાં આવી પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરવા માટે આ ઘરે આવી હતી. જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે જણાવ્યું કે હકીકતમાં મહિલાના તમામ ઘરેણા પરિવારજનોએ છીનવી લીધા હતા..

તેમજ દહેજની કોઈ બાબતને લઈને પરિવારજનો આ મહિલાને સતત ત્રાસ પહોંચાડી રહ્યા હતા. પોલીસે પુત્રવધુના પરિવારજનોને પૂછ્યું કે તમે શા માટે સૂટકેસમાં મળેલી લાશની પુષ્ટિ કરી લીધી હતી..? અને તેને પોતાની જ પુત્રવધુ માનીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓ તેમની પુત્રવધુનું મોઢું જોવા પણ માંગતા હતા નહીં..

આ ઉપરાંત કપડા અને શરીર જોતા આ લાશ એમની જ પુત્રવધુની હોય તેવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ તેની પુત્રવધુથી કંટાળી ગયા હતા એટલા માટે અન્ય કોઈ પૂછપરછમાં પડ્યા વગર તેઓએ પોતાની પુત્રવધુનું મૃત્યુ થયું છે. તેમ માનીને તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા..

પરંતુ અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિ તેમની પુત્રવધુ વરીશા નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ હતી. આ વ્યક્તિ કે જેની લાશ સુટકેશમાં મળી છે તે કોણ છે..? તેમજ તેની કોણે હ.ત્યા કરી છે..? આ તમામ બાબત જાણવા માટે પોલીસ મથામણ કરી રહી છે. આ બનાવ સામે આવ્યા બાદ પોલીસ પણ હોશ ગુમાવી બેઠી છે. અને વધુ કાર્યવાહીમાં વ્યસ્ત બની છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *