Breaking News

પોલીસને કહ્યું કે, કન્ટેનરમાં AC ભરેલા છે, પોલીસને શંકા જતા કન્ટેનર ખોલ્યું, 2 જ સેકન્ડમાં ખુલી ગઈ ખુબ મોટી પોલ..!

છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વિચિત્ર બનાવો પણ બનવા લાગ્યા છે. આ બનાવોને સાંભળ્યા બાદ ભલભલા લોકોના મગજ ચકરાવે ચડી જતા હોય છે. કેટલાક લોકો વધારે પડતું મગજ વાપરીને એવા કાર્યો કરવા લાગે છે કે, જેની ન પૂછો વાત.. ખુબ જ કાળા કારનામા કરનાર લોકોને તાત્કાલિક ધોરણે ગુજરાતની પોલીસ પકડી પાડે છે..

જગદીશ રઘુનાથજી ઢાંકા નામનો એક વ્યક્તિ કે જે મૂળ ચિતલવાડા રાજસ્થાનનો છે. તે એક ખૂબ મોટું કન્ટેનર લઈ વડોદરાથી સુરત તરફ પસાર થઈ રહ્યો હતો. એવામાં વડોદરામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હેમરાજસિંહને માહિતી મળી હતી કે, એક કન્ટેનર વડોદરા થી સુરત તરફ આવી રહ્યો છે. આ કન્ટેનરની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે..

એટલા માટે કોન્સ્ટેબલ હેમરાજસિંહે પીએસઆઇ હેડ કોન્સ્ટેબલ સહિતના અન્ય અધિકારીઓને પણ સાથે લઈ ટોલનાકા પાસે હતી. આ કન્ટેનર જ્યારે હાલોલ થી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે તેને રોકવામાં આવ્યું અને તેની અંદર તપાસ ચલાવામાં આવી હતી. તપાસ કરતી વેળાએ ડ્રાઇવર જગદીશ રઘુનાથજી ઢાંકાએ પોલીસને એર કન્ડિશનરના બિલ બતાવ્યા હતા..

અને જણાવ્યું કે, તેના ટ્રકની અંદર એર કન્ડિશનર છે. અને આ એર કન્ડિશનરને તેઓ સુરત તરફ લઈ જઈ રહ્યા છે. પરંતુ ટ્રકના પાછળનું દરવાજો ખોલતાં જ તેની અંદરથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. તહેવારોનો સમય નજીક આવતા ગુજરાતમાં આસપાસના રાજ્યોમાંથી દારૂ ઘુસાડનારા વ્યક્તિઓની હિંમત વધી ગઈ છે..

અને તેઓ જુદી જુદી રીતો અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. પરંતુ પોલીસને બાતમી મળી અને તેઓએ આ કન્ટેનરને પકડી પાડ્યું હતું. આ તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જેની કુલ કિંમત 56,11,000 છે. આ ઉપરાંત તેની સાથે કયા કયા વ્યક્તિઓ જોડાયેલા છે..

તેની પણ માહિતી મેળવવી રહી છે. કડક પૂછતાછ કરતા જગદીશ રઘુનાથજી ઢાકાએ જણાવ્યું હતું કે, મૂળ હરિયાણાથી આ ટ્રકની અંદર વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે હરિયાણાના નારોલ થી સુરતમાં આ દારૂ વેચવા માટે આવી રહ્યો હતો તેની સાથે ઘણા બધા બુટલેગરો પણ કોન્ટેક્ટમાં છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *