ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને સલામતી પૂરી પાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમની આ મહેનતને ક્યારેય પણ ભૂલાવી શકાશે નહીં કારણ કે તેઓએ ગુજરાતને ઘણી બધી મોટી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરી છે. અવારનવાર પોલીસની ટીમ બાતમી મળતા જ કાર્યરત થઈ જાય છે અને ગુજરાતમાં કાળા કામ કરનાર લોકોને પકડી પાડે છે..
પોતાના જીવના જોખમ ઉપર ખેલીને કેટલાય લોકોને બચાવ કામગીરી અને રાહત કામગીરીઓમાં પણ સારી સેવા આપી છે. વધુ એક સારી કામગીરીનો ગુજરાત પોલીસનો કિસ્સો અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યો છે. ગુજરાત પોલીસના દિલીપસિંહને બાતમી મળી હતી કે, એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડી અમદાવાદ બગોદરા હાઈવે ઉપરથી પસાર થઈ રહી છે..
આ ગાડીને કોઈપણ કારણે પકડી પાડવાની છે. એટલું જાણ મળતા જ પોલીસના વડા વિરેન્દ્રસિંહ યાદવે એક એક્શન પ્લાન બનાવ્યો હતો. અને આ ગાડી ને હાઈવે ઉપર કેવી રીતે ઘેરી લેવી અને તેનું ચેકિંગ કરવું આ તમામ બાબતોનો પ્લાન બનાવી નાખ્યો હતો. તેઓએ અધિકારીઓને સૂચના આપી હતી. એ સૂચના મુજબ પોલીસની જુદી જુદી ટીમ કાર્યરત થઈ ગઈ હતી..
જ્યારે વિજયસિંહ, દિલીપસિંહ, હરદીપસિંહ, વિરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ખુમાનસિંહ, રઘુવીરસિંહ, જયદીપસિંહ સહિતના પોલીસ અધિકારીઓ આ ગાડીની આવવાની વોચમાં ગોઠવાઈ ગયા હતા. થોડી જ વારમાં આ કાર બાતમી મુજબ ત્યાંથી નીકળી હતી. પોલીસે આ કારને તાત્કાલિક ધોરણે પકડી પાડી હતી અને તેની તપાસ કરવામાં શરૂ કરી હતી.
પોલીસને બાતમી દરમિયાન જાણ થઈ હતી કે, આ ગાડીઓની અંદર વિદેશી દારૂ અને દેશી દારૂ સહિત કુલ મોટા જથ્થામાં દારૂ રહેલો છે. આ માહિતી મુજબ પોલીસને બે લીટરની તેમજ 750 mlની કુલ 24 બોટલ દારૂની મળી આવી હતી. એટલે કે કુલ 86,000નો દારૂ આ ગાડીમાંથી મળી આવ્યો હતો. પરંતુ આ સિવાય પોલીસને આ કારમાંથી જે વસ્તુ મળી તે જોઈને સૌ કોઈ અધિકારીઓ હસવા લાગ્યા હતા..
કારણ કે પોલીસને માત્ર દારૂની જ બાતમી મળી હતી. પરંતુ આ કારમાંથી કુલ 21,98,000 રોકડા પણ મળી આવ્યા હતા. આ ગાડી ની અંદર દારૂની હેરાફેરી થઈ રહી છે. તેમ સમજીને આ કારને રોકવામાં આવી હતી. પરંતુ તેમાં દારૂની સાથે સાથે કુલ મોટી રકમમાં રોકડા પણ મળી આવતા બગાસા ખાતા પતાસું મોઢામાં પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી..
જેના કારણે પોલીસ અધિકારીઓ ખૂબ જ ખુશ થયા હતા. કારણ કે તેઓએ પણ આ કામ કરનાર લોકોને તાત્કાલિક પકડી પડ્યા હતા. આ કારમાંથી શક્તિસિંહ ચુડાસમા, યશપાલસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના લોકો પકડાયા છે. આ તમામ લોકો ભાવનગરના રહેવાસી છે. પોલીસે આ તમામ આરોપીઓને પકડીને હાલ પૂછપરછ ચાલુ કરી છે. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]