પોલીસને બાતમી મળતા જ સોસાયટીના એક મકાન ઉપર દરોડો પાડ્યો, તપાસ દરમિયાન મળ્યું એવું કે યુવકને મોઢું છુપાવવું પડ્યું..!

આજકાલ ગુજરાત રાજ્યની પોલીસ આટલી બધી કાર્યરત રહે છે કે, શહેરમાં કાળા કામ કરનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવતા હોય છે. ગુજરાત પોલીસની આ સરાહનીય કામગીરીને સૌ કોઈ લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. કારણ કે તેઓ દિવસરાજ મહેનત કરીને આરોપીઓને પકડી પાડે છે..

તેમજ ક્યારેય પણ શહેરના નાગરિકો સાથે ખોટું થવા દેતા નથી. એટલી વખત તો ટાઢ, તડકો અને વરસાદનો સામનો કરીને પણ નાગરિકોના જીવ બચાવવા માટે શહેરનું પોલીસ ખાતું સજ્જ થઈને પહોંચી જતું હોય છે. જુદા જુદા વિસ્તારોમાં બાતમી મળવાને આધારે તેઓ દરોડા પાડે છે. અને કાળા કામ કરનાર લોકોને પકડી પાડી બરાબરનો મેથીપાક પણ ચખાડે છે..

કોઈપણ ખરાબ કામ કરનારને બકસવામાં આવતા નથી. હાલ જામનગર પોલીસે શંકર ટેકરી વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડયો હતો. આ અગાઉ આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમને બાદમે મળી હતી કે, શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ કોલોનીની અંદર એક યુવક પોતાના મકાનની અંદર નશાના કાળા કારોબાર કરી રહ્યો છે..

આ બાતમી મળતા જ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું અને સિદ્ધાર્થ કોલોની વિસ્તારની આસપાસ પોલીસની ટીમોને કહેનાત કરી હતી. અને ત્યારબાદ આ મકાન ઉપર દરોડો પાડયો હતો. આ મકાનમાં દીપ અનિલભાઈ સોંદરવા નામનો યુવક રહે છે. અને તેના ઘરે પોલીસે દરોડો પાડીને તપાસની કામગીરી શરૂ કરી હતી..

જુદા જુદા ઓરડાઓમાંથી મળીને પોલીસે કુલ દારૂની 122 બોટલ શોધી કાઢી હતી. આ તમામ બોટલ ઇંગ્લિશ દારૂની હતી. આ ઉપરાંત મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ 26000 રૂપિયાનું મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે નશાનો આ કાળો કારોબાર સંભાળનાર વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે..

સોસાયટીમાં રહેલા મકાનની અંદર આ યુવક દારૂનો વેપલો ચલાવી રહ્યો હતો. કદાચ તેણે વિચાર્યું હશે કે, સોસાયટીના મકાનમાંથી દારૂનો ધંધો કરવા લાગે તો કોઈ વ્યક્તિને જાણ ન થાય.. અને પોલીસી પકડાવાનો પણ ક્યારેય ડર રહે નહીં. પરંતુ પોલીસને ગમે ત્યાંથી બાતમી મળી જાય છે અને તેઓ નશા સાથે જોડાયેલા લોકો ઉપર તાત્કાલિક ધોરણે એક્શન પણ લે છે..

પોલીસે આ વ્યક્તિની પ્રાથમિક પૂછપરછ પણ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતાના સાગરીત ટપુ અનિલભાઈ સોંદરવા નું નામ પણ કબૂલી લીધું હતું. આ ઉપરાંત તેણે વધુ બે વ્યક્તિઓના નામ પણ ખુલ્લા પાડ્યા છે. પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. દારૂ જેવા કાળા કામ કરનાર લોકોને કારણે કેટલાય અન્ય વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે..

થોડા દિવસ પહેલા જ ઝેરી દારૂ પીવાને કારણે 57 થી 60 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. છતાં પણ ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો તોડીને લીરે લીરા ઉડાડી દેવામાં આવ્યા છે અને મન ફાવે તેમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ બાબત ખુબ જ ગંભીર સાબિત થઇ શકે છે એટલા માટે પોલીસ ખાતું તેમને પકડીને કડક સજા અપાવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment