Breaking News

પોલીસના મોટા અધિકારીનો લાંચ માંગતો ઓડિયો થયો વાયરલ, PIની ધાક ધમકી સાંભળીને તમને પણ ધોકાવાનું મન થશે..!

ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસના પીઆઇ દ્વારા થતું ખરાબ કામ બહાર આવ્યું છે. જે અન્ય પોલીસ તરીકે ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને પણ બદનામ કરે તેવું છે. સીસી ખટાણા નામના PI મહિસાગર જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ તેમણે પોતાના પી.આઈ સ્થાનેથી નિવૃત્તિ લઇ લીધી હતી. હવે થોડા સમય પહેલા જ તેમનો એક ઓડિયો ક્લિપ બહાર આવી છે..

જેમાં તેઓ મહિસાગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટીદાર સાથે બે નંબરનો ધંધો કરતા લોકો પાસેથી હપ્તા વસૂલ કરવાનો જણાવી રહ્યા છે. સી સી ખટાણા એ તેમના અંગત વહીવટીદાર પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચૌહાણ સાથે જે કંઈ પણ વાત કરી રહ્યા હતા. તે અંગેની પૂરેપૂરી માહિતી આ ઓડિયો ક્લિપમાં સામે આવી છે..

આ ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે, સી.સી.ખટાણા દ્વારા દિલીપ ચૌહાણને ધમકાવવામાં આવી રહ્યો છે કે, તે બે નંબર નો ધંધો કરતી એજન્સીઓ પાસેથી બરાબર હપ્તા ન લેવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપમાં સી સી ખટાણા દ્વારા સ્થાનિક DYSP અને SPના નામે પણ લાંચ લેવાની વાતો સામે આવી છે..

આ સમગ્ર બાબતની જાણ દિપક પંચાલ નામની વ્યક્તિને થતા તેને તરત જ ગાંધીનગરના ગૃહ વિભાગ સહિત ગુજરાત રાજ્યના પોલીસ વડા અને આ ઓડિયો વિશે જાણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી લખી છે. આ બનાવની જાણ PI સી સી ખટાણાને થતા તેણે અરજદારને તેમજ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી છે..

જેના કારણે અરજદાર એ પણ એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે, જો મને અને મારા પરિવારને કંઇપણ થશે તો તેના જવાબદાર સી સી ખટાણા તેમજ ત્યાંના સ્થાનિક DYSPની રહેશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા આ બાબતની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યના વિજિલન્સ તેમજ વિસ્તારના આર.આર.સેલના નામ પણ આ ઘટનામાં સામે આવ્યા છે..

આ સમગ્ર ઘટના બાદ ગુજરાત રાજ્યની પોલીસ દ્વારા આ ભ્રષ્ટાચાર પીઆઇ તેમજ અધિકારીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હકીકતમાં આ બનાવ ગુજરાત પોલીસની છબીને બગાડે તેવો છે. એટલા માટે આ કેસને જલ્દી થી જલ્દી સુલજાવવામાં આવશે. જયારે અન્ય સામાન્ય વ્યક્તિના કેસો પર ક્યારેય ધ્યાન પણ આપવામાં આવતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *