સુરત શહેરમાં બનેલી ગ્રીષ્માં હત્યાકેસમાં કામરેજ પોલીસે આરોપીને પકડી પાડયો છે. અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી લીધા છે. ત્યારબાદ આ આરોપીને સાથે લઈને આ ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું. અને હવે પોલીસે ચોંકાવનારા નિવેદનો કરીને જણાવ્યું છે કે આરોપીએ હત્યા કરી એ બાદ તેના પિતરાઇ ભાઇને ફોન કર્યો હતો..
કે મેં ગ્રીષ્માને પતાવી દીધી છે. તું મને લેવા આવ. આ ઘટનાનું કોલ રેકોર્ડિંગ સત્ય છે કે નહીં એ માટે આરોપીના પિતરાઈ ભાઈને ગાંધીનગર એફએસએલ એ બોલાવીને તપાસ કરી રહ્યા છે. તેમજ પોલીસને પુરાવા મળી ગયો છે કે જેમાં ફેનિલ કહી રહ્યો છે કે મેં ગ્રીષ્માને પતાવી દીધી છે..
આ ઉપરાંત પોલીસ કેટલાક સોફ્ટવેરની મદદથી વાયરલ થયેલા વિડિયો માં રહેલો ફેનીલ નો ચહેરો અને હાલ નો ચહેરો મેચ કરી રહી છે. હાલ આ કેસમાં સમાજના મોટા મોટા અગ્રણીઓ તેમજ મુખ્યમંત્રી અને કેટલાય રાજકીય નેતાઓ ગ્રીષ્માના ઘરે આવીને પરિવારને સાંત્વના પાઠવી છે…
તેમજ આ ઘટનાને લઈને જલ્દીથી જલ્દી ચુકાદો આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પણ પૂરતા પ્રયત્નો કરવાની જોગવાઈ કરી છે. એટલા માટે હાલ આરોપી ફેનિલની ખૂબ જ કડકાઈથી પૂછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેની દરેક વાતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે…
આ સાથે સાથે તેનીફેનીલે તેના મિત્ર સાથે વાત કરી હતી. જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું. તેની પણ પુષ્ટી કરવામાં આવી રહી છે કે આ કોલ રેકોર્ડિંગ સત્ય છે કે નહીં એ માટે સમગ્ર પુરાવાને એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. આવતા અઠવાડિયે આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે…
ગુનેગારને ઝડપથી સજા થાય અને દીકરીને સાચો ન્યાય મળે તે માટે સૌ કોઈ લોકો મહેનત કરી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રીષ્માના મોટા પપ્પા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે તેના માતા-પિતા પોતાની વહાલસોયી દીકરીને ગુમાવી દેવાના ગમમાં શાંત બેસી રહે છે..
અને પોતાની દીકરીના સંસ્મરણો વાગોળી રહ્યા છે. હાલ તેઓ ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા છે. અને સમગ્ર પરિવાર તેમજ આખું ગુજરાત દીકરીના ન્યાય માટે પ્રાર્થના કરી રહ્યું છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે આરોપી ફેનિલ જેલમાં પણ ભરપેટ જમે છે. તેમજ ઊંઘ પણ લઇ લે છે…
તેને દીકરી ગ્રીષ્માની હત્યાનો કોઈ પણ પ્રકારનો ગમ નથી. અને કોઈ પણ વાત તેના મગજમાં નથી. તે પહેલાની જેમ જ નોર્મલ વર્તન કરે છે. પોલીસ અને પૂછતા જ કરે તો તેના જવાબો પણ તે તોડી મરોડીને આપે છે. તેમજ તે જેલમાં પણ મસાલો ખાઈ રહ્યો છે. આ ઘટના બાદ સૌ કોઈ લોકો કડક સજાની જોગવાઈ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]