રાજ્યની પોલીસ જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં ચાલતા ગોરખધંધાઓને પર્દાફાશ કરવા માટે કામે લાગી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અંદર અંદર ઘણા બધા ડ્રગ્સ માફિયા દારૂના બુટલેગર તેમજ ગાંજા સાથે સંકળાયેલા લોકો અને ધમધમી રહેલા કુટણખાના અને બંધ કરાવીને શહેરની ગંદકીને દુર કરી રહ્યા છે..
અને ગોરખ ધંધા કરનાર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસને અંગત ખબરીઓ તરફથી માહિતી મળતી હોય છે કે, આ વિસ્તારમાં આ વ્યક્તિઓ પાસે આ પ્રમાણેની પ્રતિબંધિત વસ્તુઓ પડી છે. તેમજ આ વ્યક્તિ આ ગોરખધંધા સાથે જોડાયેલો છે..
આવા પ્રકારની બાતમી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ કામે લાગી જતી હોય છે. અને જે તે વ્યક્તિને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે. આ પ્રકારની જે બાતમી સુરત શહેરના પીઆઇ સંજય ભાટિયાની ટીમને મળી હતી. માહિતી મળતાની સાથે જ સુરતના ઉધના રોડ પર મોરારજી નગર વસાહત પાસે રામદેવ નગરમાં રેડ પાડવામાં આવી હતી..
પોલીસને જાણ કરી હતી કે, આ મકાનની અંદર એક બૂટલેગર સક્રિય રીતે કામગીરી કરી રહ્યો છે. ઘરની અંદર ઘુસ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આખા ઘરને ખોળી માર્યા બાદ પણ કોઇ પણ પ્રકારની ચીજવસ્તુઓ હાથ લાગી હતી નહીં. ગરમીના કારણે પોલીસ પરસેવે રેબઝેબ થઇ ગઇ હતી.
અને ઝીણવટ ભરી તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. છતાં પણ બાતમી આધારેની તમામ ચીજવસ્તુઓ ઘરમાંથી ગાયબ હતી. અને અંતે જમીનમાં પોલીસને વધુ મળી આવ્યું હતું. આ બનાવની તપાસ કરવામાં આવી તો જે વસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈ લોકો ની આંખ ચોંકી ઉઠી હતી..
આ ભોયરામથી એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે આ બુટલેગરની તમામ પોલ ખુલ્લી પડી ગઇ હતી. એની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશની અલગ અલગ કંપનીની બનાવટી દારૂ ,વિસ્કી ,વોડકા ની સાથે સાથે કુલ અઢી લાખ રૂપિયાની મુદ્દામાલ પકડી પાડ્યો હતો..
આ મકાનમાં રહેતા બુટલેગર આબદ સલીમની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની સાથે અન્ય કોઈપણ વ્યક્તિ જોડાયેલા છે તે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બુટલેગર એટલો બધો શાતીર હતો કે મકાનના રસોડાના ભાગ ઉપર ભાઈ તળિયામાં એક વિશાળકાય ભોંયરું બનાવ્યું હતું..
જેમાં તે દારૂ છુપાવીને રાખતો હતો આ દારૂનો જથ્થો મળતાની સાથે જ પોલીસને મળેલી બાતમી સત્ય માં પરિવર્તન પામી હતી. પોલીસે આરોપીને પકડી પાડયો છે અને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. એક પછી એક બુટલેગરોને પકડી પાડીને પોલીસે શહેરની ગંદકીને દુર કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]