ઘરેલું ઝઘડા અને મહેણાં-ટોણાંને કારણે ઘરેલુ કંકાસ વધવા લાગ્યો છે. અવારનવાર એવી ફરિયાદો સામે આવે છે. જેમાં સાસુ સસરા તેમજ પતિ કોઈ પરણિતાને ત્રાસ પહોંચાડતી હોય. તેમજ કોઈ પરિણીતા તેના સાસુ-સસરા તેમજ પતિ અને દિયરને પણ ત્રાસ પહોંચાડતી જોવા મળે છે. હકીકતમાં જે પરિવારમાં તાલમેલ જોવા મળતો નથી..
તે પરિવારને હંમેશા પતન થતું દેખાઈ આવ્યું છે. પારિવારિક ઝઘડાને કારણે આવા બનાવો સામે આવ્યા છે. જેમાંથી હચમચાવી દે તેવો એક બનાવ અમદાવાદમાં બાવળા તાલુકાના રૂપાલ ગામ માંથી સામે આવ્યો છે. રૂપાલ ગામના ફકીર ફળીયામાં નીલોફરબેન અકબર શાહ ફકીરવાળા રહે છે. તેના લગ્ન છ મહિના પહેલા થયા હતા..
અને હાલ તેઓ ને બે મહિનાનો ગ.ર્ભ. પણ છે. લગ્ન થતાની સાથે જ પરિવારજનો સાથે સારો તાલમેલ જોવા મળ્યો હતો. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પરિવારના દરેક સભ્યો અને ખૂબ જ ઝડપથી પહોંચાડવા લાગ્યા હતા. નીલોફરબેન આ તમામ મુશ્કેલીઓને સહન કરી રહ્યા હતા. પરિવાર ભાંગી ન પડે એટલા માટે આ તમામ બાબતો સહન કરીને તે ચૂપચાપ પોતાની રીતે જિંદગી જીવતા હતા..
એક દિવસ તેના ઘરે તેના મોટા બાપુ આવ્યા હતા. તેના મોટા બાપુના ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે તે લગ્નનું આમંત્રણ તેની દીકરીને આપવા માટે આવ્યા હતા. મોટા બાપુને જોતાની સાથે જ નીલોફરના સાસુ સસરા તેમજ તેનો પતિ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા. અને તેને મોઢે કહી દીધું હતું કે, અમારો દીકરો તમારે ત્યાં લગ્નમાં નહીં આવે..
તમારે જો તમારી દીકરીની જરૂર હોય તો તેને લગ્નમાં તેડી જજો. આ ઉપરાંત નીલોફરબેનને તેના સસરા એ પણ જણાવી દીધું હતું કે જો તમને તમારો ભાઈ તેડવા આવે તો તમે લગ્નમાં જજો. સાસરિયામાંથી તેમની સાથે કોઈ પણ વ્યક્તિ નહીં આવે. આ તમામ બાબતો ચાલી રહી હતી આટલી વારમાં તો તેનો પતિ એક રૂમમાંથી એર ગન લાવીને આવી પહોંચ્યો હતો..
અને તેના મોટા બાપુને ધાક-ધમકી આપવા લાગ્યો હતો કે, તમે મારી પત્નીને ઘરની બહાર નહીં લઈ જઈ શકો. પરિણીતાના મોટા બાપુને એરગન દેખાડીને જેમતેમ વર્તન કરવા લાગ્યો હતો. અને ગાળો બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત નીલોફરનો પતિ નીલોફરને ધક્કો મારીને પાડી દીધા બાદ તેને ગડદાપાટુનો માર માર્યો હતો..
નિર્દયી પતિ તેની પત્નીને ઢોર મારમારી રહ્યો અને તેને બચાવવા માટે તેના સાસુ-સસરા બંને માંથી કોઈ પણ સામે આવ્યું હતું નહીં. અવારનવાર તેનો પતિ તેને ધમકી આપી રહ્યો હતો અને પિયર જવાની વાત અત્યારે પરણિતા કરે ત્યારે સાસરીવાળા તેને ત્રાસ પહોંચાડતા હતા. આ તમામ બાબતોથી કંટાળી જઈને પરિણીતાએ તેના માતા-પિતાને સાથે રાખીને બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેની માતા પણ પોલીસને જણાવ્યું હતું કે તેમનો જમાઈ તેમની દીકરીને અમારી સાથે વાત કરવા દેતો નથી તેમજ શારીરિક અને માનસિક કષ્ટ પહોંચાડે છે. આ સાથે સાથે ન સાંભળી શકાય તેવી ગાળો પણ આપે છે. પોલીસે આ બાબતનો સરકારી ચોપડે નોંધાઈ નાખ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી શરૂ કરતાની સાથે જ નીલોફરનો પરિવાર સીધો દોર થઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]