રોજબરોજ એવા બનાવો સામે આવે છે કે જે વાંચતાની સાથે જ ભલભલા લોકો હચમચી જાય છે. કારણ કે હવે લોકો કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર મહિલાઓ સાથે મન ફાવે તેવું વર્તન આચરવા લાગ્યા છે. પોલીસ આવા લોકોને વીણી વીણીને પકડી પાડે છે. અને કડકમાં કડક સજા આપે છે. છતાં પણ અન્ય નરાધમ લોકો સુધારવાનું નામ લેતા નથી..
અને દિન પ્રતિદિન આ પ્રકારના ગુનાઓ વધવા જ લાગ્યા છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી અતિશય ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ વાંચ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, કોઈ ભાઈ પોતાની બહેન સાથે આવી હરકતો કેવી રીતે કરી શકે. તેનો જીવ કેવી રીતે ચાલ્યો હશે. હકીકતમાં સુરતના દેલડવા નજીક એક બાંધકામની સાઈટ આવેલી છે..
જ્યાં ઝૂંપડું બાંધીને એક પરિવાર રહે છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે. અને આ સાઇટ ઉપર મજૂરી કામ કરે છે. આ ઝૂપડામાં પોતાના ભાઈ અને ભાભીની સાથે સાથે એક 19 વર્ષની સગીરા પણ રહે છે. એક દિવસ ભાઈ અને ભાભી બંનેને પોતાના મૂળ વતન મધ્યપ્રદેશ જવાનું હોવાથી ૧૯ વર્ષની આ સગીરા પોતાના પિતરાઈ ભાઈ ભાભી સાથે પોતાના સગા ભાઈ ભાભીને બસ સ્ટેશન મુકવા માટે ગઈ હતી..
પરંતુ તે જ્યારે ઘરે પરત આવતી હતી ત્યારે તેનો પિતરાઈ ભાઈ કે જેની ઉંમર 21 વર્ષની છે જેનું નામ સોમલા ભુરીયા છે તેણે પોતાની પિતરાઈ બહેન ને જણાવ્યું કે, તું રિક્ષામાં જઈશ એની કરતા હું તને મારી બાઈક ઉપર મૂકી આવીશ એમ કહીને આ પિતરાઈ ભાઈ તેની બહેનને મુકવા માટે બાઈક લઈને આવી રહ્યો હતો..
બંને જણા બાઈક પર બેસીને આવતા હતા. એવામાં સોમલા નામના પિતરાઈ ભાઈએ મજૂરીકામની સાઈટ ઉપર આ બાઈક ઉભી રાખી હતી. ત્યારબાદ બહેનને ઉતારી દીધી અને જણાવ્યું કે, આપણે મારી પત્ની માટે બજારમાંથી ફેર એન્ડ લવલીની ટ્યુબ લેવા જવું છે તેમ કહીને ફરી એક વખત બાઈક પર બેસાડી દીધી હતી અને પોતાની સાથે લઈ ગયો હતો..
પરંતુ ગાડી બજાર બાજુ જવાને બદલે ડેલડવા સળિયા નેહર વાળા રોડ પર ખરવાસા ગામ પાસે લઈ ગયો હતો. જ્યાં વાંઝા ગામની નહેરથી થોડે દૂર એક શેરડીનું ખેતર આવેલું છે. આ ખેતરમાં લઈ ગયા બાદ તે પોતાની પિતરાઈ બહેનને જબરજસ્તી બાથમાં ભીડી ગયો હતો. અને શારીરિક કડપલા કરવા લાગ્યો હતો. તેણે એક પણ વાર વિચાર ન કર્યો કે..
આ પોતાની જ પિતરાઈ બહેન છે. હકીકતમાં કોઈ પણ મહિલા કે યુવતીઓ સાથે આ પ્રકારની હરકત કરવી ખૂબ જ ખોટું કામ કહેવાય છે. છતાં પણ આ નરાધમ યુવક પોતાની પિતરાઈ બહેનના કપડા ફાડવાની પણ કોશિશ કરતો હતો. જેને લઈને આ 19 વર્ષની દીકરી ખૂબ જ ડરી ગઈ હતી અને તે જોર જોરથી બૂમા બુમ કરવા લાગી હતી.
બુમા બુમ કરતાની સાથે જ પિતરાઈ ભાઈએ આ યુવતીની માફી માંગી હતી અને ફરી પાછો તેને બાઈક પર બેસાડીને પોતાના ઘરે છોડી ગયો હતો. ત્યારબાદ આ યુવતી પોતાના વતન ચાલી ગઈ અને તેના માતા-પિતાના તમામ બાબતોની જાણ કરતા પરિવાર સુરત આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે પોલીસે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ પણ ખૂબ જ હચમચી ગઈ હતી અને તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે એક પિતરાઈ ભાઈ કેટલી હદ સુધી નીચે પડી ગયો કે તે પોતાની પિતરાઈ બહેનને અડપલા કરવા લાગ્યો હતો. પોલીસ આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]