પિતાનું અવસાન થતા પુત્ર સમાન બંને દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી, દ્રશ્ય જોઈ આંસુ નહી રોકી શકો..!

21 મી સદીમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવુ નામ રોશન કરી રહી છે. પહેલાના સમયમાં દીકરીઓને દીકરાની સાપેક્ષમાં ખૂબ જ ઓછું ન્યાય આપવામાં આવતો હતો. ભણવાની રમતગમતની કે અન્ય કોઈ વસ્તુઓમાં પણ તેઓને સમાન મોકો મળતો હતો નહીં. પરંતુ હવેની 21મી સદીમાં લોકોની વિચારધારા મોટી થઈ છે.

અને જે કામ દીકરો કરી શકે તે કામ દીકરી પણ કરી શકે એવી ભાવના સાથે દીકરીઓ ભારતમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે. તેમજ દેશ-વિદેશોમાં પણ ભારતનું નામ રોશન કરી રહી છે. તેના ઉત્તમ ઉદાહરણ અવારનવાર જુદા જુદા રાજ્ય અને જુદા જુદા તાલુકાના ગામડાઓમાંથી પણ સામે આવ્યા છે..

હાલ પાટણના બાલીસણા ગામમાંથી વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવી ગયું છે. આ ગામમાં રહેતા તુષારભાઈ કાનજીભાઈ પટેલનું અચાનક જ આકસ્મિક અવસાન થયું હતું. તુષારભાઈ કાનજીભાઈ પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. પરિવારમાં તેમની પત્ની અને તેમને બંને દીકરીઓ હતી..

તેઓને સંતાનમાં તેઓને કોઈ પુત્ર હતો નહીં. પરંતુ તેઓ તેમની બંને દીકરીને જ પુત્રનો દરજ્જો આપી તેમને ભણાવી ગણાવી ખૂબ જ સારી નોકરી કે ધંધા પર જોવા માંગતા હતા. એક દિવસ તેમનું અવસાન થઈ ગયું અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારની વિધિ કોણ કરશે આ બાબતને લઈને તેમના પરિવારજનો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..

પરંતુ તુષારભાઈની બંને દીકરીઓ દીકરા સમાન જ હતી. આ બંને દીકરીઓએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર વિધિનો ભાગ બનવા માટે જણાવ્યું અને તેના પિતાની નનામીને કાંધ આપીને સ્મશાન ગૃહમાં એક દીકરાની જેમ જ બંને બહેનો પહોંચી હતી. ત્યાં પોતાના પિતાના નશ્વર દેહને અગ્નિ પણ આપી હતી..

અને પુત્ર ધર્મ નિભાવી સૌ કોઈ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ આગળ ઉત્તર પ્રદેશના બલિયામાંથી પણ એક આવોજ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં તેમના પરિવારમાં રીતે રિવાજ હતો કે, જે પરિવારના મોભીનું મૃત્યુ થાય તે પરિવારમાં અન્ય કોઈ વ્યક્તિને પરિવારો મોભી બનાવવામાં આવતો હોય છે..

જ્યાં એક પરિવારમાં મોભીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમને સંતાનમાં કોઈ પુત્ર ન હોવાથી તેમની દીકરીઓને પરિવારની કમાન સોંપવામાં સોંપવામાં આવી હતી.. આજે દીકરી દેશને રમતમાં પણ મેડલ અપાવે છે તેમજ સારી સારી મલ્ટીનેશનલ કમ્પનીઓમાં પણ સારી નોકરીના પદ સંભાળે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment