પિતાની તેરમી વિધિમાં 8 વર્ષની દીકરીને માથે પાઘડી બાંધી પરિવારની ઉત્તરાધિકારી બનાવી, વિધિ જોઈને આંખી માંથી આંસુ સરી પડશે..!

જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે તેની વિધિમાં તેના દીકરાને ઘરનો ઉત્તરાધીકારી બનાવવામાં આવતો હોય છે. પરંતુ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે, હવે દીકરા કે દીકરી વચ્ચે કોઈ અંતર રાખવામાં આવ્યું નથી. બંનેને એક સમાન જ માનવામાં આવે છે. અને બંનેની એક સમાન જ મોકાઓ અને ન્યાય આપવામાં આવતો હોય છે..

હકીકતમાં દીકરીઓ ખૂબ જ ટેલેન્ટેડ હોય છે. અને તે હંમેશા દેશનું નામ રોશન કરતી આવી છે. હવે જુદા જુદા સમાજના લોકો પણ આ વાતને સમજી રહ્યા છે. અને વર્ષોથી ચાલતી પરંપરાઓમાં ફેરફાર કરીને કોઈ પણ વ્યક્તિની 13મી વિધિમાં માત્ર દીકરાને જ પાઘડી બાંધવાનું બદલે હવે દીકરીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે..

સમાજને એક સારો સંદેશો આપે તેઓ એક બનાવો રાજસ્થાનના શેખાવટી સામે આવ્યો છે. જ્યાં સામાજિક પરિવર્તનની ખૂબ મોટી શરૂઆત આપે તેઓ એક કિસ્સો એક પરિવારે રજૂ કર્યો છે. શિખર જિલ્લાના કદમ નાગલ ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેઓની ઉંમર 40 વર્ષની હતી અને તેમનું નામ સતિષભાઈ પારીખ હતું..

તેઓ છેલ્લા ઘણા વર્ષ સુધી મહારાષ્ટ્રમાં કામ કરતા હતા કોઈ કારણસર તેમનું મૃત્યુ થઈ જતા તેમના પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પરિવારમાં તેમને આઠ વર્ષની દીકરી વાણી અને નવ મહિનાની દીકરી જયશ્રી હતી. તેમજ તેમની પત્ની શ્રદ્ધાનો સમાવેશ થતો હતો. સંતાનમાં તેમને કોઈ દીકરો હતો નહીં..

જ્યારે સતીશ પારેખનું નિધન થયું ત્યારે અસ્થિ વિસર્જન અને પાઘડી સંસ્કારનો કાર્યક્રમ રોકાવી દેવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેની 13મી વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજસ્થાનના આ પરિવારમાં એવો વર્ષોથી રીતીરીવાજ ચાલતો હોય છે કે, પરિવારમાં જો કોઈ વ્યક્તિને સંતાનમાં દીકરો ન હોય તો કોઈ અન્ય વ્યક્તિના દીકરાને પાઘડી બાંધવામાં આવતી હોય છે.

અને ઉતરાધિકારી બનાવવામાં આવતા હોય છે. પરંતુ સતિષભાઈની પત્ની શ્રદ્ધાએ જણાવ્યું કે, સતિષભાઈ તેમની બંને દીકરીઓને જ તેમના દીકરા માનતા હતા. એટલા માટે તેમની 13 વિધિમાં આઠ વર્ષની દીકરી વાણીને માથે પાઘડી બાંધીને ઉત્તરાધિકારી બનાવવામાં આવી હતી. આ મામલો રજૂ કર્યા બાદ તેમના અન્ય પરિવારજનો અને સમાજના મોટા મોટા આગેવાનોએ પણ તેમના કાર્યની ખૂબ જ પ્રશંસાઓ કરી હતી..

આ ઉપરાંત સતિષભાઈની પત્ની શ્રદ્ધા બહેને સરકાર પાસે મદદ માંગીને અપીલ કરી છે કે, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. એટલા માટે તેમને કોઈ મદદ કરે હવે દીકરીઓને દરેક જગ્યાએ ખૂબ જ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. અને સમાનતા નો સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દીકરીને પાઘડી પહેરાવ્યા બાદ અન્ય વિધીઓ શરૂ કરતા જ ગામના અન્ય લોકો ચોધારા આંસુએ રડી પડ્યા હતા. સૌ કોઈની આંખોમાં આંસુ જ દેખાઈ આવ્યા હતા. કારણ કે એક બાજુ સતિષભાઈના નિધનનું દુઃખ હતું. તો બીજી બાજુ વર્ષો જૂની ચાલતી આવતી પરંપરાઓને બદલીને દીકરીઓને પણ સમાન ન્યાય આપવામાં આવતો હતો એ જોઈને લોકો ખુશ થયા હતા. અને તેમની આ કાર્ય વિધિ ને ખૂબ જ બિરદાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment