વરસાદ આવતાની સાથે જ કુદરતી આફતોમાં પણ વધારો થવા લાગ્યો છે. મેઘરાજા દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે. સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને પવનની ગતિ પણ ખૂબ જ વધારે તેજ બનતી જાય છે. એવામાં પાટણ જીલ્લાની અંદર મેઘરાજાએ આગમન કરતાની સાથે જ એક પરિવાર પણ મોટી આફત આવી પડી છે..
પાટણ જિલ્લામાં કડાકે ધડાકા સાથે વીજળી થવા લાગી હતી. જોતજોતામાં તો વાતાવરણ ની અંદર એટલો બધો પલટો આવી ગયો કે મેઘરાજા ધમધોકાર વરસાદ વરસાવવા લાગ્યા હતા. છેલ્લા ત્રણ દિવસની અંદર ગુજરાતમાં વીજળી પડવાનાં કુલ ૧૦ થી ૧૫ જેટલા બનાવો બની ચૂક્યા છે અને વધુ એક બનાવ પાટણ શહેરમાંથી સામે આવતાની સાથે જ સમગ્ર પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પાટણ શહેરમાં બપોરના સમયે પછી અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. અને ગાજવીજ વીજળી સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. આ સમય દરમ્યાન પાટણ શહેરના આશાપુરા નજીક ધ્યાન હાઉસની બાજુમાં વિનુસિંહ ઝાલાનું ખેતર આવેલું છે. ખેતરમાં વિનુ સિંહ ઝાલા તેમજ તેમનો ૧૭ વર્ષનો દીકરો અમરસંગ બંને કામ કરી રહ્યા હતા.
તેઓ ખેતરમાં બાજરી વાઢવાનું કામ કરતા હતા. એવામાં આકાશમાંથી એકાએક વીજળી વિનુસિંહના ખેતરમાં પડી હતી. આ વીજળી વિનુસિંહના 17 વર્ષના દીકરા અમરસંગ ઉપર પડતાની સાથે જ શરીરનો ફટાકડો થઈ ગયો હતો. જ્યારે વિનુંસિંહ ઝાલા આ વાત સાંભળીને બેભાન થઈ ગયા હતા. આ બંનેને આસપાસના લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..
પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ સારવાર બાદ 17 વર્ષના દીકરાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે વિનુસિંહ ઝાલા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ બાબતની જાણ જ્યારે પરિવારના અન્ય સભ્યોને થઈ ત્યારે પરિવારના એક દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. પાટણ શહેરમાં વીજળી પડવાના કારણે પ્રથમ વ્યક્તિનું મોત થયું છે.
જ્યારે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છમાં વીજળી પડવાને કારણે કુલ ૮ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મેઘરાજાના આગમનની સાથે જ કુલ આઠ લોકો પર વીજળી પડવાથી મૃત્યુ થતાં દુઃખ માહોલ બની ગયો છે. દિન પ્રતિ દિન વરસાદના આગમનને લઈને અણબનાવો વધવા લાગ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]