Breaking News

પિતાની અસ્થી વિસર્જન કરીને હરિદ્વારથી આવતા પરીવારને કાળમુખો અક્સ્માત નડ્યો, એક જ ઝાટકે 5ના મોતથી આખો પરિવાર ખલાસ..!

આજકાલ લોકોની વાહન ચલાવવા પ્રત્યેની બેદરકારીને કારણે ખૂબ જ અકસ્માતો બનતા હોય છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. તો ક્યારેક ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. આવો જ એક ગંભીર અકસ્માત હરિયાણા રાજ્યના રેવાડી વિસ્તારમાં સર્જાયો છે. અકસ્માતમાં જયપુરમાં રહેતો પરિવાર ભોગ બન્યો છે.

રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં વોર્ડ નંબર 11 માં ગોરધનલાલ રેગરનો પરિવાર રહેતો હતો. ગોરધનલાલનું આજથી 23 વર્ષ પહેલાં એટલે કે 1999 માં અવસાન થયું હતું. પરંતુ તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ અસ્થિ વિસર્જન ન કરી શક્યા હતા…

પરંતુ હવે તેના બંને પુત્ર આર્થિક રીતે પગભર બનતા તેઓએ પોતાના પિતાની અસ્થિ હરિદ્વાર વિસર્જન કરવા માટે જવાનું નક્કી કર્યું હતું. તેઓ અસ્થિ વિસર્જન માટે પરિવારના અન્ય સભ્યોને પણ સાથે લઈ ગયા હતા. તેઓ ના પરિવાર માંથી એક ક્રુઝર કારમાં 17 લોકો હરિદ્વાર ગયા હતા. જ્યારે તેઓ ગોરધનલાલની અસ્થિ વિસર્જન કરીને પરત ફરતા હતા…

ત્યારે હરિયાણા રાજ્યમાં રેવાડી પાસે અચાનક જ સામેથી કન્ટેનર આવતા તેમની કાર કન્ટેનર સાથે અથડાઈ હતી. આકસ્માતમાં 5 લોકોનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય 12 લોકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોને આ અકસ્માતની જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા…

તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ બાબતની જાણ જયપુરમાં રહેલા તેમના અન્ય પરિવારજનોને કરવામાં આવી હતી. આ ગંભીર અકસ્માત વિશે પોલીસને જાણ થતાં તેઓ શાહજહાપુર બોર્ડરથી 8 કિલોમીટર દૂર આવેલા આ રેવાડી વિસ્તારમાં પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર બાબતની તપાસ શરૂ કરી હતી…

આ અકસ્માતમાં કૃઝર ગાડીના ભૂકો થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે પિતાની અસ્થિ વિસર્જન કરવા ગયેલા બંને પુત્રો અને તેની માતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મૃતકોમાં ગોરધનલાલના પત્ની મોહરી દેવી તેમના બંને પુત્રો માલુરામ અને મહેન્દ્રના મોત થઈ ગયા હતા…

આ ઉપરાંત અન્ય બે મૃતકો માં માલુરામ નો પુત્ર આશિષ અને તેની પત્ની સુખના નો સમાવેશ થાય છે. તેમજ કારમાં સવાર અન્ય કૈલાશ, ગીતાદેવી, બનવારી લાલ, બીનાદેવી મંગલીદેવી, સંતોષકુમારી, વિરેન્દ્ર, રાજા, ઉર્મિલા, અંકિત, દુગ્ગુ અને ગુડિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓ ને હરિયાણામાં સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવ્યા છે…

અકસ્માત થયા બાદ કન્ટેનરના ડ્રાઈવરને આસપાસના લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તે લોકોએ જ આ અકસ્માત અંગે પોલીસને જાણકારી આપી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હરિયાણા પોલીસતંત્રએ કન્ટેનર ના ડ્રાઇવરને પકડવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે…

એક જ પરિવારમાંથી એક સાથે પાંચ લોકોના મૃત્યુ થવાને કારણે આખો પરિવાર શોખમાં ડૂબી ગયો છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. પરિવારજનો સારવાર હેઠળ રહેલા પોતાના સ્વજનો વહેલી થી વહેલી તકે સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *