Breaking News

પિતાની આ ટેવના કારણે રૂપિયા જોઈને દીકરીના બળજબરી લગ્ન કરાવી દીધા, સાસરીયે જવાની નાં કહેતા માતા-પિતાએ ઢોર માર માર્યો અને પછી તો…!

ખરાબ કુટેવોને કારણે ભલભલા લોકોના પરિવારને વીખરતા પણ આપણે જોયા છે. અને સારા વિચારો અને સારી સમજણને કારણે છૂટા થયેલા પરિવારોને પણ આપણે ભેગા થતા જોયા છે. અત્યારે સમાજમાં મહિલાઓ ઉપર અત્યાચાર, બળજબરી અને ત્રાસ પહોંચાડવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે..

રોજ રોજ પારિવારિક અત્યાચારોના મામલા સામે આવે છે. અને હવે વધુ એક બનાવ અમદાવાદ પાસેના એક ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં એક પરિવાર રહે છે. જેમાં પરિવારના મોભીને દારૂ પીવાની કુટેવ હતી. આ કૂટેવોને કારણે તે ઘરમાં રહેલા તમામ કિંમતી દાગીનાઓ અને પૈસા અને મકાન વેચીને દારૂની લતમાં પૈસા વેડફી નાખ્યા હતા.

ઘરમાં એક સગીર દીકરી પણ હતી. જ્યારે પૈસાની ખૂબ વધારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ દીકરીનો માતા-પિતાએ બળજબરીપૂર્વક તેના લગ્ન ખૂબ ઊંચા પરિવારમાં કરાવી દીધા હતા. તેઓએ વિચાર્યું કે દીકરી સાસરે જતાની સાથે જ ઘરમાં પૈસા લઈને આવશે. અને તેનાથી ઘર સારી રીતે ચાલશે. આવું વિચારીને પરિવારના અન્ય સભ્યોએ પોતાના પિતાની કુટેવને કારણે તેના જબરજસ્તીથી લગ્ન કરાવી દીધા હતા..

પરંતુ લગ્ન થયા બાદ દીકરીએ સાસરે જવાની ના પાડી દીધી હતી. જેને લઈને પરિવારના અન્ય સભ્યો તેમ જ માતા-પિતા તેને રોજ રોજ ઢોર માર મારતા હતા. રોજ રોજનું ઢોર માર સહન કરીને આ દીકરી કંટાળી ગઈ હતી. અને એક દિવસ તેને મહિલા અભ્યમની ટીમ સાથે આ બાબતની વાતચીત કરી હતી. અને આ મામલે મદદ માંગી હતી..

પોતાની ઉપર થયેલા તમામ અત્યાચારોની વાત જણાવતા જ અભ્યમની ટીમ તેની સાથે ઉભી રહી હતી. આ સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની છે. પરંતુ ઘરમાં પૈસાની તંગી પડવાને કારણે અને પિતાની દારૂની ટેવ ન છૂટવાને કારણે ખૂબ જ પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેના કારણે તેણે માત્ર 16 વર્ષની દીકરીના લગ્ન બળજબરીપૂર્વક કરાવી નાખ્યા હતા…

દીકરીના લગ્ન જે યુવક સાથે થયા હતા તે ખૂબ જ પૈસા વાળું ઘર હતું. સૂખી સંપન્ન ઘરમાં લગ્ન થતાં જ પરિવાર તેમની પાસેથી પૈસાની લાલચ રાખવા લાગ્યો હતો. પરંતુ આ સગીરાને સાસરીયે જવું ન હતું. એટલા માટે તે સાસરિયે જવાની ના પાડતી હતી. પરંતુ પરિવારને અન્ય સભ્યો તેને પરાણે સાસરે મોકલવા માટે તેને રોજ રોજ ઢોર મારતા હતા..

એટલા માટે અભ્યમની ટીમની મદદ લેવાની ફરજ પડી છે. તેને અભ્યમ ની ટીમને વધુમાં જણાવ્યું હતું કે, માતા જે મજૂરી કામ કરીને પૈસા લાવે છે. તે તમામ પૈસાનો તેના પિતા દારૂ પી જાય છે. ઘરમાં એક ટંક ખાવા માટે પણ પૈસા હોતા નથી. ક્યારેક ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું હોય છે. હાલ આવા જુદા જુદા બનાવો બનવાના ખૂબ જ વધી ગયા છે..

છાશવારે સગીર યુવતીઓ અને પરણીતાઓ ઉપર સાસરિયાવાળા તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ પણ ત્રાસ ગુજારવા લાગ્યા છે. જેને કારણે હવે અભ્યમની ટીમને સતત કાર્યરત રહેવું પડે છે. અને જુદા જુદા તાલુકાઓમાં બનતા કેસોને સુલજાવા માટે ગાડી દોડાવીને પહોચવું પડે છે. મોટા ભાગના બનાવો હાલ ગામડાના વિસ્તારોમાંથી સામે આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.