માતા પિતા દરેક બાળકોને સારી સમજણ આપતા હોય છે. જેથી કરીને તેમની આગળની કારકીર્દીનો સફળતાપૂર્વક પસાર થાય પરંતુ બાળકો આજકાલના કળિયુગના સમયમાં એવા રવાડે ચડી જતા હોય કે જેના કારણે તેમનું ભવિષ્ય ધૂંધળું થવા લાગે છે. એટલા માટે માતા-પિતા તેમના બાળકોને ક્યારેક ક્યારેક ઠોપકો પણ આપે છે..
પરંતુ બાળકો આ ઠપકાને પોતાના મન પર લઈને એવું પગલું ભરી બેસે છે કે જેના કારણે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ ખૂબ જ હેરાન થઈ જતો હોય છે. હાલ આ પ્રકારનો એક મામલો પાટણના સિદ્ધપુરમાંથી સામે આવ્યો છે. જેતપુર શહેરમાં જયંતીભાઈ દેવીપુજક નો પરિવાર રહે છે. પરિવારમાં માતા પિતાની સાથે તેમનો દીકરો અને દીકરી પણ છે..
પરિવારનો દીકરો દિલીપ જેન્તીભાઈ દેવીપુજક નોકરી કરે છે અને પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે. એક દિવસ દિલીપ જ્યારે નોકરી કરીને સાંજે ઘરે આવ્યો હતો. ત્યારે તેના પિતા જયંતીભાઈ તેને જણાવ્યું હતું કે તને આપણા મોહલ્લામાં રહેતી એક છોકરી સાથે તારે પ્રેમ સંબંધ થયો છે..
શું એ બાબત સાચી છે કે નહી..? એ બાબતને લઈને જયંતીભાઈ દિલીપને સમજાવ્યો હતો કે આપણે અત્યારે નોકરી ધંધામાં ધ્યાન આપવું જોઈએ જેથી કરીને પરિવાર ખૂબ સારી જિંદગી જીવી શકે જ્યારે લગ્નની ઉંમર થશે ત્યારે એ બધું જોયું જશે. પરંતુ પિતાજીનાઠપકાને દિલીપભાઈ મન ઉપર લઇ લીધો હતો અને ઘર મૂકી નથી ઘરની નજીક આવેલા મંદિરના ઓટલા પાસે જતો રહ્યો હતો..
બે કલાકથી તે ઓટલા ઉપર બેઠેલો જ હતો. સાંજે સાત વાગ્યા આસપાસ જ્યારે જેન્તીભાઈ તેમના દીકરા દિલીપને જમવા માટે બોલાવવા ગયા ત્યારે અચાનક જ ઉલ્ટી કરવા લાગ્યો હતો. તેની તબિયત બગડી ગઈ હતી. એટલા માટે જયંતીભાઈ પૂછ્યું કે તને શું થયું છે. પરંતુ દિલીપ કશું બોલી શક્યો નહીં. અને તેની પાસેથી એસિડની ખૂબ જ વાસ આવવા લાગી હતી..
એટલે પિતાજી જયંતીભાઈને જાણ થઈ કે તેમના દીકરાએ એસીડ ગટગટાવી લીધું છે. અને આપઘાતનો પ્રયત્ન કર્યો છે. આ બાબતની જાણ થતાની સાથે જ આસપાસના પડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. અને દિલીપને તાત્કાલિક સારવાર માટે સીધપુરની સરકારી હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યો હતો..
પરંતુ તેની હાલત ખુબ જ બગડવા લાગી હતી એટલા માટે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હકીકતમાં પિતાજી જયંતીભાઈ શંકરભાઈ દેવી પૂજકે તેમના દીકરા દિલીપભાઈ ને તેમનું ભવિષ્ય બગડે નહીં એટલા માટે મીઠો ઠપકો આપ્યો હતો..
પરંતુ આ ઠપકો દિલીપભાઈ ને ખૂબ જ માઠો લાગે આવ્યો હતો અને તેઓએ આ પગલું ભરી લીધું હતું. તેઓ એક પણ વાર તેમના પરિવારજનો નો વિચાર કર્યો હશે નહીં અને એસિડ ગટગટાવી લીધું હતું. અને અને તેમનું મૃત્યુ થયું છે. આ બાબતને લઇને પોલીસ ની ટીમ અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી રહી છે.
હકીકતમાં આજકાલના માતા-પિતાઓ માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આવી પડે છે. કારણ કે જો તેઓ પોતાના બાળકોને ઠપકો ન આપે તો બાળકો દિન-પ્રતિદિન ઊંધા રવાડે ચડવા લાગે છે અને જો બાળકોને ઠપકો આપે તો તેમને માઠું લાગી જાય છે. અને તેઓ ન કરવાના કારનામાઓ કરી બેસે છે. જેના પગલે પરિવારજનો પસ્તાવાનો વારો આવી જતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]