પિતાને તેની દીકરીના લફરાની જાણ થતા જ ઝૂડી નાખી, ખોટું લાગી જતા દીકરીએ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો અને પછી હોસ્પિટલમાં જઈને પિતાએ કર્યું એવું કે…..

હાલના સમયમાં જુદા-જુદા પ્રેમ પ્રકરણના કિસ્સાઓ આપણી નજર સમક્ષ આવે છે. અમુક કિસ્સાઓમાં પરિવારની સહમતિ મળી જતી હોય છે. તો અમુક કિસ્સાઓમાં પરિવારની સહમતિ ન મળતા મામલો એવી જગ્યાએ જઈને ઊભો રહી જાય છે કે, જેમાં અંતે સૌ કોઈ લોકોને પછતાવાનો વારો આવી જાય છે..

ઉત્તર પ્રદેશના મેરઠમાં વર્ષની સગી દીકરીને તેના પિતાએ મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી છે. મેરઠમાં એક પરિવાર રહે છે. પરિવારના મોભી નવીનભાઈ તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે. તેમની 17 વર્ષની દીકરીને કોઈ યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે. તેવી ઊડતી ઉડતી વાતો નવીનભાઈના કાન સુધી પહોંચી હતી..

જ્યારે નવીનભાઈને ખબર પડી કે, તેમની દીકરી કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. ત્યારે તેઓ તેમની દીકરી ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેની સાથે મારપીટ પણ કરી હતી. તેને ઘરેથી બહાર નીકળવામાં પણ બાબતે લગાવી દેવામાં આવી હતી. આ દીકરી તેના પિતાના બધા નિર્ણયોને લઈને એટલી બધી નારાજ થઈ ગઈ હતી કે, તેણે ટેરેસ ઉપરથી છલાંગ લગાવી દીધી હતી..

તેણે મોતને વ્હાલું કરી લેવા તરફનું પગલું ભરી લીધું હતું. પરંતુ આ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. તેને ખૂબ જ ગંભીર હાલતમાં ત્યાંની મોદીપુરમ ફ્યુચર પ્લસ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિવારના સૌ કોઈ લોકો પહોંચી ગયા 17 વર્ષની આ દીકરીએ જીવ ગુમાવવાની કોશિશ તો કરી પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો..

પરિવારજનો ખૂબ જ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા કે, તેમની દીકરીએ કયુ પગલું કરી લીધું છે. જેને લઇ સૌ કોઈ લોકોને પછતાવાનો વારો આવ્યો છે. પરંતુ દીકરીના પિતા નવીનભાઈના મનમાં એવા વિચારો ચાલતા હતા કે, તેઓ કેવી રીતે તેમની દીકરીને ખતમ કરી નાખે..

તેને હોસ્પિટલની અંદર વોર્ડ બોય તરીકે કામ કરતા નરેશ નામના યુવકને તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવા માટે સુપારી આપી દીધી હતી. નરેશ નામના યુવકે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી સોનિયા નામની યુવતીને આ ઘટનાની જાણકારી આપી અને તેને સાથ સહકાર આપવા માટે જણાવ્યું હતું..

જ્યારે નવીનભાઈની દીકરી રીતુ નિશાળમાં ચાલતી હતી. ત્યારે આ નર્સ ડુબલીકેટ ડોક્ટર બનીને તેની રૂમમાં પ્રવેશ કરી લીધો અને ત્યારબાદ તેને ઇન્જેક્શન આપવા જતી જ હતી એવામાં કોઈ વ્યક્તિએ જોઈ લેતા ભારે હોબાળો મચાવી દીધો હતો. વોર્ડ બોઈ તરીકે કામ કરતો નરેશ અને નર્સ સોનિયા બંને હોસ્પિટલમાંથી ભાગવા લાગ્યા હતા..

કેટલાક લોકોએ તેમની પાછળ પાછળ દોડીને બંનેને પકડી પાડ્યા હતા અને બરાબરનો ઢોર મારવાનું શરૂ કરી દીધું. થોડો માર ખાતા ની સાથે જ તેઓ સાથે સાચું બોલવાના ગયા હતા. તેઓએ કહી દીધું કે, રીતુના પિતા નવીનભાઈએ તેમને તેમની દીકરીને મોતને ઘાટ ઉતારવા માટે દોઢ લાખ રૂપિયા આપ્યા છે..

આ સાંભળતાની સાથે જ પરિવારજનોને ખૂબ જ ઉંડો આઘાત લાગ્યો હતો. તેઓ વિચારવા લાગ્યા કે, આખરે એક પિતા તેની સગી દીકરાને શા માટે મોતને ઘાટ ઉતારી રહ્યા છે.? જ્યારે ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચી ત્યારે નવીનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી..

જો એની જાણકારી બહારના અન્ય વ્યક્તિ સુધી પહોંચે તો તેમને ભારે બદનામીઓ સહન કરવી પડે એટલા માટે તેઓ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારવા માટે હોસ્પિટલમાં કામ કરતા લોકોને સોપારી આપી દીધી હતી. પરંતુ સદનસીબે બે વખત રીતોનો જીવ બચી ગયો છે તેની સારવાર આ હોસ્પિટલની અંદર ભૂલ સુરક્ષામાં ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment