Breaking News

પિતા ઊંઘતા હતા અને એકના એક દીકરાએ કુહાડીના ઘા મારીને કરી નાખી હત્યા, દ્રશ્યો જોતાની સાથે પાડોશીઓ ચીસા-ચીસ કરવા લાગ્યા.. વાંચો..!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરેલું કંકાસમાં જીવલેણ હુમલા કરીને એક બીજાનો જીવ લઈ લેવાના બનાવો છાશવારે સામે આવે છે. આ બનાવોને જોતા એવું લાગી રહ્યું છે કે, ઘરના સભ્યોને એકબીજા ઉપર જોઈએ તેટલો વિશ્વાસ રહ્યો નથી. હાલ એ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સાબરકાંઠાના ઇડરમાંથી સામે આવ્યો છે..

ઇડર તાલુકાના વડાલી ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં નાનજીભાઈ વાલજીભાઈ પટેલ પરિવાર સાથે વસવાટ કરે છે. તેઓની ઉંમર વર્ષ 70 છે. પરિવારમાં તેમનો દીકરો પણ છે. પરંતુ દીકરાની માનસિક હાલત બરાબર ન હોવાને કારણે અવારનવાર ઘરનાં સભ્યો સાથે ઝઘડો કરી બેસતો હતો.

પોલીસને તપાસમાં જાણ થઈ છે કે, નાનજીભાઈ નો દીકરો અસ્થિર મગજનો છે. તેમજ તે છૂટક મજૂરી કામ કરીને સાંજે ઘરે પરત ફરતો હતો. એક દિવસ ઘરે આવ્યા બાદ પુત્રએ તેના પિતા નાનજીભાઈને લાકડી વડે ઢોર માર મારવા લાગ્યો હતો. એ સમયે ઘરના સભ્યો તાત્કાલિક ધોરણે આ દ્રશ્ય જોઇ જતાં બંનેને છૂટા પડાવ્યા હતા..

પરંતુ બે દિવસ બાદ ફરી એકવાર બપોરના સમયે જ્યારે નાનજીભાઈ ઘરે સુઈ રહ્યા હતા. એ સમયે તેમનો દીકરો કુહાડી લઈને ઘરમાં પ્રવેશ્યો હતો અને નાનજીભાઈના માથા તેમજ ગરદનના ભાગ ઉપર કુહાડીના ઘા મારવા લાગ્યો હતો. આસપાસના લોકો અને આ ઘટનાની જાણ થાય એ પહેલાં તેણે નાનજીભાઈને કુહાડીના ખુબ ઊંડા ઘા લગાવી દીધા હતા..

જેના પગલે નાનજીભાઈ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઇ ગયા હતા. પોતાના પિતાને લોહીલુહાણ હાલતમાં જોઇને ગભરાઇ ગયો હતો. અને ઘર મૂકીને નાસી છૂટ્યો હતો. નાનજીભાઈ જોરથી બુમ કરવા લાગ્યા હતા. એટલે આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા. અને નાનજીભાઈ ને લોહીલુહાણ હાલતમાં જોઇને તાત્કાલિક તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા..

પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે નાનજીભાઈનું મૃત્યુ થયું છે. એવામાં સૌ કોઈ લોકોએ નાનજીભાઈના દીકરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. નાનજીભાઈનો દીકરો ફરાર થઇ ગયો હતો. પરંતુ જે રાતના સમયે ઘરે આવ્યા ની સાથે પોલીસે તેને દબોચી લીધો હતો..

ત્યારબાદ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે. એવું તો શી ઘરેલી બાબતો બની હશે કે જેના કારણે એક પુત્રએ તેના પિતાનો જીવ લઈ લીધો છે. એ બાબત વિચારો પર સૌ કોઈ લોકો મજબૂર બની ગયા છે. હકીકતમાં પરિવારના મોભી નું મૃત્યુ થતાં પરિવાર ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *