Breaking News

પિતા સબંધી સાથે વાતો કરતા રહ્યા અને અઢી વર્ષનો બાળક ખાડામાં લપસી ગયો, ઘડીક વારમાં જ માસુમના બોલી ગયા બુડબુડીયા..! પાણી

આજકાલ ઘણી બધી ઘટનાઓ આકસ્મિત બની રહી છે. નાના બાળકો સાથે આવી ગંભીર ઘટનાઓ બનતા પરિવાર આઘાતમાં મુકાઈ જાય છે. પરિવાર સાથે આવી આકસ્મિક ઘટનાઓ બનતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવું દુઃખ આવી પડે છે. નાના બાળકો પોતાની અણસમજ અને નાદાન વૃતિથી ગમે તેવી ઘટનાઓ કરી રહ્યા હોય છે.

પરંતુ તે જાણતા નથી કે આ ઘટનાઓ તેની સાથે ખૂબ જ ગંભીર બની રહી છે. માતા-પિતાને પણ ધ્યાન ન રહેતા બાળકો આવી ઘટનાઓ બનાવીને તેના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક નાના બાળક સાથેની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બનતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા પરિવારના દીકરા સાથે આ ઘટના બની હતી.

આ ગંભીર ઘટનામાં નાનું બાળક પોતાની રમવાની લાલચમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર ગામમાં આવેલી આલ્ફા સ્કૂલ પાસે ભાનુભાઈ શુકલની વાડી પાસે એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પિતા સંજયભાઈ હસમુખભાઈ જાદવ રહેતા હતા અને તેની સાથે તેની પત્ની અને તેનો અઢી વર્ષનો બાળક રહેતું હતું.

સંજયભાઈને 2 સંતાનો હતો એક દીકરી અને એક દીકરો હતા. સંજયભાઈ નોકરી કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેને એક સંતાનમાં અઢી વર્ષનો દીકરો હતો. આ દીકરાનું નામ માનવ હતું. સંજયભાઈના સંબંધી વઢવાણમાં રહેતા હતા. આ સંબંધીને ત્યાં શુભ પ્રસંગ હોવાને કારણે સંજયભાઈને આમત્રણ હોવાથી જવાનું થયું હતું.

વઢવાણમાં આ સંબંધિત લોકો સતવારાપરા ઉગમણી શેરી નંબર-4માં રહેતા હતા. સંજયભાઈ તેના પરિવાર સાથે આ પ્રસંગમાં આવ્યા હતા. વઢવાણમાં સંબંધીને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો. તેને કારણે સંજય અઢી વર્ષના માનવને રમવા લઈને બહાર શેરીમાં નીકળ્યા હતા. તે સમયે સંજયભાઈ બીજા વ્યક્તિ સાથે વાતો કરવા લાગ્યા હતા.

તેથી બાળકનું ધ્યાન રહ્યું નહીં અને બાળક રમતું રમતું બોરીયા ખાડ વિસ્તારમાં આવેલી ખાડીમાં પડી ગયો હતો.  પરંતુ સંજયભાઈને એમ થયું કે તે આટલામાં જ રમતો હશે. તેથી તેઓ વાતો કરતા હતા અને ત્યારબાદ તેને માનવ નજરે ન આવતા તેણે શોધવાનું ચાલુ કર્યું હતું અને સંબંધી લોકો પણ માનવની શોધી રહ્યા હતા.

બધા લોકોએ શેરી અને ગલીઓમાં માનવને શોધ્યો હતો પરંતુ તે કયાય પણ ધ્યાનમાં આવ્યો ન હતો. ત્યારબાદ માનવે તેની મોટી બહેનના ચપ્પલ પહેર્યા હતા. તેથી ખાડીની બહાર ચપ્પલ જોવા મળી રહ્યા હતા. એક ચપ્પલ ખાડીમાં તરી રહ્યું હતું. તેથી લોકોને માનવ ખાડીમાં પડી ગયાની જાણ થઈ હતી. ત્યારબાદ તરત જ પોલીસની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસ પોતાના સ્ટાફ સાથે બાળકની શોધ કરી રહી હતી. તે સમયે ત્રણ કલાક બાદ માનવની લાશ ઉપર તરતી જોવા મળી રહી હતી અને માનવની લાશ જોઈને ઘરના સભ્યો આઘાતમાં આવી ગયા હતા અને તેની માતા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ માનવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *