Breaking News

પિતાએ દીકરીને યુવક સાથે જોઈ લેતા મચી ગઈ ભાગદોડ, દીકરી ખેતર તરફ ભાગી અને ઝટકા મશીનનો કરંટ લગતા થયું મોત, વાંચો..!

પ્રેમ સંબંધમાં ઘણા લોકોની જિંદગી સુધરી જતી હોય તો ઘણા લોકોની જિંદગી બગડી પણ થતી હોય છે. કારણ કે યુવક અને યુવતી બંનેના પરિવારજનો આ પ્રેમસંબંધથી રાજી હોતા નથી. તેના કારણે અવારનવાર બન્નેમાંથી કોઇ એક પક્ષની જિંદગી ખરાબ થતી આપણે જોઈએ છે. હાલ એ પ્રકારનો જે મામલો મહીસાગરના બાલાસિનોર તાલુકાના પિલોદરા ગામમાંથી સામે આવ્યો છે.

આ ગામમાં રહેતા રજનીકાંતભાઈ મગનભાઈ વણકર પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં તેમને એક દીકરી પણ હતી. તેમના ગામમાં એક લગ્ન પ્રસંગે યોજાયો હતો. સમગ્ર પરિવારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. પ્રસંગમાં જ્યારે વરઘોડાનો સમય થયો હતો ત્યારે તેમને કોઈ સગા સંબંધીએ જણાવ્યું કે તેમની દીકરી ઘરના પાછળના ભાગે અન્ય કોઈ યુવક સાથે ફરી રહી છે.

આ બાબત સાંભળતાની સાથે જ રજનીકાંતભાઈ ઘરની પાછળના ભાગે દોડી ગયા હતા. ત્યાં તેઓએ જોયું તો તમને દીકરી ગૌરાંગ નામના એક યુવક સાથે ઊભી હતી. અને મસ્તી કરી રહી હતી. રજનીકાંતભાઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. અને ગૌરવને સાથે કોઈ વાતચીતને લઈને જપાજપી કરવા લાગ્યા હતા.

મામલો વધુ ઉગ્ર બનાવવા લાગ્યો હતો કે રજનીકાંત ભાઈની દીકરી અને ગૌરાંગ બંને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. રજનીકાંતભાઈ વિચાર્યું કે અહીંયા બખેડો કરવાથી પ્રસંગ છે એટલા માટે હોય તેમની દીકરીને એ સમયે ત્યાંથી જવા દીધી હતી. પરંતુ ઘરે પહોંચ્યા બાદ તેમને જણાવ્યું કે તેમની દીકરી હજુ પણ ઘરે પરત આવી નથી. એટલા માટે તેઓએ પોતાની દીકરીની તપાસ શરૂ કરી હતી..

જેમાં બીજા દિવસે દીકરીની લાશ એક ખેતરમાંથી પડેલી મળી હતી. આ જોતાની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા. સાથે સાથે તેમની પત્નીના પણ ડોળા ફાટી ગયા હતા. કારણ કે જે દીકરીને તેઓએ પાલન પોષણ કરીને મોટી કરી હતી. આજે દીકરી ના મૃત્યુ ના સમાચાર આવતા જ તેઓ ભાંગી પડ્યા હતા. દીકરીની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી.

અને તે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષાનું પરિણામ આપે એ પહેલા જ દીકરીએ જીવ ગુમાવ્યો છે. આ સાથે સાથે તે ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં પણ નાપાસ થાય છે. એટલે કે દીકરી એક સાથે બે પરીક્ષાઓ હારી ગઈ છે. તેની સાથે એવું તો શું થયું હશે કે તેનું મૃત્યુ થઈ ગયું. તે કારણ જાણવા માટે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

પોલીસે તપાસ કરતાં જણાયું કે જ્યારે રજનીકાંતની દીકરી અને ગૌરાંગ બંને દીકરીના પિતાના ડરથી ખેતરો માં દોડતા દોડતા જતા હતા. ત્યારે તેઓ બળદેવભાઈના ખેતરમાં પહોંચ્યા હતા અને ત્યાં બળદેવભાઈ પોતાના ખેતરમાં રક્ષણ માટે ઝટકા મશીન મૂક્યું હતું. પરંતુ ઝટકા મશીન ની અંદર ઝટકો નહીં પરંતુ ડાયરેક્ટ પાવર લગાડી લીધેલ હતો. એટલે કે આ કારણે જો કોઈ વ્યક્તિ અટકે તો તેને સીધો કરંટ લાગી જાય..

અને તેનું મૃત્યુ થઈ જાય. પરંતુ આ બાબતની જાણ આ દીકરી અને ગૌરવને ન હોવાથી દીકરી આ કારણે તે તારને ઓચિંતા જ અટકી ગઈ હતી અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બળદેવભાઈને ખબર પડી કે મારા ખેતરમાં એક દીકરી નું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ અને તેમની સાથે ભલાભાઇ અને અજીત નામના એક યુવકે પોતાના ખેતરમાંથી બાજુવાળાના ખેતરના શેઢા પાસે મૂકીને ભાગી ગયા હતા..

જ્યાંથી બીજા દિવસે લાશ મળી આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ બળદેવભાઈ ઉપર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી બાજુ દીકરીના પરિવારજનો શોકમાં ચાલ્યા ગયા છે. માતા તો રડી રડીને બે હાલ થઈ ગઈ છે. હકીકતમાં પરિવારના તમામ લોકો આ દીકરીના મોતને લઇને ખુબ જ દુખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં મંદી હોવાથી પતિએ તેની પત્નીને વધારાના ખર્ચા કરવાની નાં કહેતા જ પત્નીએ કરી નાખ્યું એવું કે પરિવારને રોવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *