હાલના સમયમાં બાળકો સાથે અકસ્માતોની ઘણી ગંભીર ઘટનાઓ બની રહી છે. આ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. નાના બાળકો સાથે અકસ્માતો બનતા તેઓના જીવ નિર્દોષ જોવા લાગ્યા છે. રમતગમતમાં બાળકો સાથે આવી ઘટનાઓ બનતા પરિવારના સભ્યો પર આભ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે.
આવી જ એક અકસ્માતની ઘટનાના બાળક સાથે બની હતી. આ ઘટના ખૂબ જ ગંભીર બની ગઈ હતી. અકસ્માતની ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં પોર વિસ્તારમાં આવેલી આશિષ સોસાયટીમાં રહેતા પરિવારના બાળક સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા, નાનો માસુમ દીકરો અને એક દીકરી રહેતા હતા.
પિતાનું નામ નિખિલભાઇ ક્રાંતિકભાઈ ગાંધી હતું. નિખિલભાઇની ઉંમર 37 વર્ષની હતી. નિખિલભાઇ પોર વિસ્તારમાં જ કોઠારી ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં મહાદેવ ઇલેક્ટ્રિકલ નામની દુકાન ચલાવતા હતા. આ ઇલેક્ટ્રીક દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. માતાનું નામ વૈભવીબેન હતું. નિખિલભાઇ અને વૈભવીબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા.
તેમાં દીકરાનું નામ જેનીલ હતું. જેનીલની ઉંમર 2 વર્ષની હતી. દીકરીનું નામ હેતવી હતું. પરિવારના સભ્યો ખૂબ જ ખુશીથી રહેતા હતા. પરંતુ એક દિવસ આશિષ સોસાયટીમાં એચ.પી ગેસ એજન્સીના લોકો રાંધણ ગેસના બાટલા અવારનવાર ઘરે પહોંચાડવા માટે આવતા હોય છે. આ દિવસે વૈભવીબેન પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા.
પિતા સવારના સમયે પોતાની દુકાને ધંધા માટે ચાલ્યા ગયા હતા. ઘરે માતા વૈભવીબેન, જેનીલ અને તેની બહેન હેતવી હતા. તે દિવસે બપોરનો સમય થતાં જેનીળ પોતાના ઘરેથી નીકળીને સામે રહેતા અશોક કાકાના ઘરે રમવા માટે જતો રહ્યો હતો. વૈભવી બહેન બપોરના સમય હોવાથી ઘરમાં કામ કરી રહ્યા હતા.
તે સમયે જેનીલનો સામેના ઘરે ગયો હતો. તેમ જાણીને પાછળ ગયા નહીં અને જેનીલ અવારનવાર અશોક કાકાના ઘરે સામે રમવા માટે જતો હતો. તેથી વૈભવી બહેન તેને જોવા માટે બહાર આવ્યા નહીં પરંતુ તે સમયે એચ.પી ગેસ એજન્સીની મહેન્દ્રા બોલેરો પીકપ ગાડી પડી હતી અને આ ગાડી સાથે જેનીલ રમવા લાગ્યો હતો.
તે સમયે અચાનક જ પીકઅપ ચાલકે પોતાની ગાડીને રિવર્સ ચલાવી હતી. રિવર્સ પણ તેણે સોસાયટી હોવા છતાં ખૂબ જ ઝડપી હકાવી હતી. તેને કારણે પાછળ ઉભેળો જેનીલ તેને ન દેખાતા તેણે જેનીલને અડફેટે લઈ લીધો હતો અને અડફેટે લેતા જનીલ આડો પડી જતા પીકઅપ ગાડીનું પાછળનું પૈડું જેનીલના માથા પર ચડાવી દીધું હતું.
જેનીલનું માથું ફાટી ગયું હતું. તે સમયે અચાનક જ સોસાયટીના લોકો બુમાબૂમ કરવા લાગ્યા હતા. તેને કારણે વૈભવી બહેન ઘરની બહાર આવીને જોયું તો પોતાના દીકરાનું માથું ફાટેલું જોઈને તેઓ ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. સોસાયટીના સભ્યોએ જેનીલના પિતાને આ ઘટનાની જાણ કરી હતી.
જેનીલના પિતા પણ દોડતા દોડતા ઘરે આવ્યા હતા. થોડી જ વારમાં જેનીલનું મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત આવી ગયો હતો. ત્યારબાદ જેનીલના પિતાએ આ પીકઅપ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]