Breaking News

‘તને જાનથી મારી નાખીશ’ કહીને બુટલેગરે PIને ધમકી આપી ફેંટ પકડીને માર માર્યો, ગળું દબાવીને હુમલો કરતા જ તંત્ર થયું દોડતું, વાંચો..!

ગુજરાતમાં ગોરખધંધા કરના લોકોને હવે પોલીસ કે કાયદા કાનૂનનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ બેફામ બનીને ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. તેમજ તંત્ર અને કાનૂનના રખેવાળ સામે પણ મન ફાવે તેવું વર્તન અને ગુંડાગીરી આચરી રહ્યા છે. આ પ્રકારનો એક બનાવો અગાઉ પણ સામે આવી ચૂક્યો હતો કે, જેમાં એક બુટલેગરે પોલીસનો ફેંટ પકડીને તેને માર માર્યો હતો..

અને ત્યારબાદ તેને ધ્યાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી હતી. અને હવે વધુ એક આ પ્રકારનો જ બનાવ સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. આ મામલો સામે આવતાની સાથે તંત્ર સફાળું બેઠું થયું છે. અને આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે..

તેમજ આ બુટલેગરો આટલી બધી હિંમત શેના કારણે વધી રહી છે. શું પોલીસ ખાતામાંથી જ આ બુટલેગરોને કોઈ સાથ સહકાર આપી રહ્યો છે. આ તમામ બાબતોને લઈને કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. હકીકતમાં મામલો ભૂતકાળ સાથે જોડાયેલો છે. થોડા સમય પહેલા પોલીસને ગુપ્ત માહિતી અને બાતમી મળી હતી કે, બડોલીના આઉટપુટ વિસ્તારની અંદર નદીની ગોતરમાં ઇન્દ્રજીતસિંહ હરિસિંહ જેતવત નામનો એક યુવક દેશોદારોની ભઠ્ઠીઓ ચલાવી રહ્યો છે..

અને દેશી દારૂ વેચી રહ્યો છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસે ત્યાં રેડ પડી હતી. અને આંકડા ગામમાં રહેતા અને ગોરખ ધંધા કરનાર લોકો સાથે સંકળાયેલી ઇન્દ્રજીતસિંહ હરિજીતસિંહ જેતાવતને પોલીસે પકડી પાડ્યો હતો. આ બાતમીના આધારે રેડ પાડ્યા બાદ પોલીસે 16 લીટર દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને તમામ જથ્થો નાશ કરી દીધો હતો..

જ્યારે ઇન્દ્રજીતસિંહને પકડ્યો ત્યારે તેનો પિતરાઈ ભાઈએ ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા ગુસ્સે ભરાયો હતો અને તેણે ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇને પોતાના ફોનથી કોલ કર્યો હતો અને પોલીસને ધમકી આપતા જણાવ્યું કે, તમે રેડ કરવાનું રહેવા દેજો. નહીંતો રેડ કરનાર તમામ અધિકારીઓને હું જાનથી મારી નાખીશ.

જોત જોતામાં તો ભગીરથસિંહ સિસોદિયા નામનો આ બુટલેગર ગેરવર્તન કરતો કરતો પોતાની મોટી ગાડી લઈને અજાણ્યા પાંચ લોકો સાથે આ પોલીસ સ્ટેશનને હાજર થયો હતો. અને પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં ઘૂસીને તોડફોડ કરવા લાગ્યો હતો. આ તમામ બાબતો પરથી તમે વિચારી શકો છો કે, આવા બુટલેગરોની હિંમત કેટલી બધી વધી ગઈ છે કે, જે પોલીસ અધિકારીઓ નાગરિકોનું રક્ષણ કરે છે.

તેને જ મારવા માટે આ બુટલેગર તેની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો. આ ઉપરાંત તેણે બંને હાથોથી પોલીસ ઇન્સ્પેક્ટરનું ગળું પકડી લીધું હતું. અને ઘણું દબાવીને તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ સાથે જ પોલીસ સ્ટેશનમાં રહેલી સરકારી મિલકતને પણ તોડફોડ કરીને ધારદાર કાચો વડે હુમલો કરવા લાગ્યો હતો.

આવા હુમલાઓ કરીને તે પોલીસ સ્ટેશનમાં ભયનું વાતાવરણ પેદા કરવા લાગ્યો હતો. અને તેની સાથે રહેલા પાંચ અન્ય યુવકો પણ એકબીજાને ઉશ્કેરીને કરીને તોડફોડ કરતા હતા. આ ઉપરાંત ભગીરથસિંહએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ ઇન્સ્પેક્ટરને ગાળો આપી હતી. અને તેના છાતીના ભાગે ફેટ મારીને તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી….

અને હવે ક્યારેય પણ રેડ પાડવામાં ન આવે તેવું જણાવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર નાગરિકો પણ કહી રહ્યા છે કે, આમાં બુટલેગરોને બરાબરનો મેથીપાક જગાડવો જોઈએ. અને કાયદાનું ભાન કરાવવું જોઈએ. જેથી કરીને કાયદાના રક્ષક સાથે ક્યારેય પણ આવી ઘટના કરતાં પહેલાં સો વખત વિચાર કરે..

આ મામલાને લઈને ઇડર તાલુકાના નાયબ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા નામના બુટલેગર અને તેના પાંચ સાગરીતો સામે ગુનો નોંધીને તેઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની કામગીરી શરૂ કરાવી દીધી છે. આ બનાવે સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *