Breaking News

ફોન આવ્યો અને કહ્યું કે, ‘તમે લક્કી કસ્ટમર છો અને 23 હજારનું ઇનામ લાગ્યું છે’ અને પછી તો થયું એવું કે જે દરેકે જાણીને ચેતવુ જોઈએ..!

આજે જુદી જુદી ટેકનોલોજીને પગલે દુનિયા ખૂબ જ આગળ વધી રહી છે. જે પણ વ્યક્તિ દુનિયામાં આવતી નવી નવી ટેકનોલોજીને ઓળખી શકતા નથી. તેવા લોકોને હંમેશા માઠા અનુભવોનો સામનો કરવો પડે છે. એટલે કે જે વ્યક્તિ ભણેલ ગણેલ નથી. અને જેઓને મોબાઇલ એપ્લિકેશન અને ઇન્ટરનેટના જમાના અંગે કોઈ નોલેજ નથી.

તેવા લોકોને ઓનલાઇન રીતે ચોરી લુંટારા અને છેતરપિંડી કરનાર લોકોનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે એક છેતરપિંડીનો બનાવ રાજકોટના પારડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં જૂનાગઢના કેશોદના જીગર મહેન્દ્રભાઈ બાવનજી નામનો યુવક પોતાના પરિવારજનો સાથે રહે છે..

તેઓ શાપરની ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનાની અંદર મજૂરી કામ કરે છે. તે પોતે અપરણિત અને અભણ છે. પરંતુ તેઓને પોતાની સહી કરતા અને બીજી અન્ય થોડી ઘણી ચીજ વસ્તુઓ આવડે છે. એક દિવસ તેને સારવાર માટે હોસ્પિટલ જવાનું હતું. અને જ્યાં તેની પાસે પૈસાનો હોવાથી તેને તેના શેઠ વિલાસ ભાઈને ફોન કરીને તેના બેંકના ખાતામાં ₹4,000 નાખવા માટે જણાવ્યું હતું..

શેઠે ₹4,000 બેંક ખાતામાં જમા પણ કરાવી દીધા હતા. તે દવાખાને જાય એ પહેલા જ સવારના સમયે તેના મોબાઈલ ઉપર એક અજાણ્યા યુવક નો ફોન આવ્યો હતો. જે હિન્દીમાં વાત કરી રહ્યો હતો અને જણાવ્યું કે તે ફોન પે કંપનીમાંથી વાત કરે છે. તેમજ તેણે જણાવ્યું હતું કે શું તમે ફોન પે એપ્લિકેશન વાપરો છો..? ત્યારે આ યુવકે કહ્યું કે હા.

એવામાં એ યુવકે જણાવ્યું કે તમે ફોન પે એપ્લિકેશન વાપરી રહ્યા છો તેના દ્વારા તમે લકી કસ્ટમર તરીકે પસંદ થયા છો અને તમને ફોન પે તરફથી કુલ 23 હજાર રૂપિયાનું ઇનામ મળવા પાત્ર છે. પરંતુ આ યુવક કોઈ પણ બાબત જાણતો ન હોવાથી તેને કહ્યું કે, મારે આ ઇનામની રકમ જોતી નથી. અને હવે તમે મને ફોન કરતા નહીં..

એમ કહીને તેને ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર પછી ફરી એક વખત એ જ નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે તમારા વોટ્સએપ નંબર ઉપર એક લિંક મોકલી છે. તેને ડાઉનલોડ કરવાની સાથે જ તમને પૈસા મળી જશે. યુવકે આ વોટ્સએપ પર આવેલી લીંક ખોલી તેમાંથી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. અને ત્યારબાદ તેનો ફોન પણ હેક થઈ ગયો હતો..

પરંતુ આ યુવકને જાણ ન થઈ કે તેનો ફોન હેક થયો છે. તે પોતાના ભાઈ સાથે દવાખાને ચાલ્યો ગયો હતો. પૈસાની જરૂર પડતા તેણે તેના મોટાભાઈ અંકિતને એટીએમ કાર્ડ આપ્યું હતું અને જણાવ્યું કે આ એટીએમ માંથી પૈસા ઉપાડતો આવ. પરંતુ જ્યારે અંકિત પૈસા ઉપાડવા ગયો અને જોયું તો તેના ખાતામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા..

પણ કે જ્યારે પરત આવ્યો ત્યારે કહ્યું કે, તમારા ખાતામાં પૈસા નથી. જ્યારે યુવકે પોતાના ફોનમાં જોયું તો ₹3,500 કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. યુવકને જાણ થઈ કે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ છે. એટલા માટે તેને તાત્કાલિક ગાંધીનગરના સાયબર ક્રાઇમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી..

સાયબર ક્રાઈમે શાપર પોલીસ સ્ટેશનમાં આ અરજીને ટ્રાન્સફર કરી હતી. આ બાબતને લઈને તપાસ પણ ચલાવવામાં આવી અને પૈસા ઉપાડી લેનાર વ્યક્તિ મૂળ ઝારખંડ રાજ્યમાંથી પકડાયો હતો. આ યુવકનું નામ બામણીદાસ હોવાનું જાણવા મળ્યું છે. હકીકતમાં ઝારખંડ જિલ્લાના જામતાડા તાલુકાની અંદર આવા કેટલાય યુવકોની ટોળકી લોકોને ડિજિટલ રીતે છેતરપિંડી કરવાનું કાર્ય કરી રહી છે..

તેઓ મોટા મોટા વ્યક્તિઓને ફોન કોલ કરીને ક્રેડિટ કાર્ડ અને અન્ય લોન તેમજ એના મળવાની જાહેરાતો આપે છે. અને બે થી ત્રણ લિંક કોની અંદર ક્લિક કરાવતાની સાથે તેમની પાસેથી છેતરપિંડીઓ કરી લે છે. હકીકતમાં આવા લોકોથી ખુબ જ સાવધાન રેહવું જોઈએ અને ડગલે ને પગલે ડીજીટલ ક્ષેત્રે સિક્યોરીટી રાખવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *