આપણા દેશના ખેડૂતો ગામડામાં રહીને ખૂબ સારી ખેતી કરે છે. જેના કારણે સમગ્ર દેશને અન્ન પૂરું પાડે છે અને સૌ કોઈ લોકો પોતાનું પેટ આ અન્નથી ભરી શકે છે. હકીકતમાં આપણા દેશના ખેડૂતોને સલામ છે. કારણ કે તેઓ કેટલી કુદરતી આફતો જેવી કે દુકાળ, ભારે વરસાદ, વાવાઝોડું, માવઠા, ચક્રવાત તેમજ ખેતીમાં આવતા રોગચાળાઓનો સામનો કરીને ખેતી કરે છે..
અને સમગ્ર દેશને મદદરૂપ થાય છે. ખેડૂતોની આ સેવાને દેશ ક્યારેય નહીં ભૂલે. પરંતુ જ્યારે જ્યારે ખેડૂતો ઉપર ખૂબ મોટું સંકટ આવી પડે છે ત્યારે તેમની મદદ કરવી પણ દરેક લોકોનું કર્તવ્ય છે. હાલ તેલંગાણાના મહાબુદાબાદ જિલ્લામાં એક ખેડૂત સાથે હૈયુ હથમચાવી દે તેઓ એક બનાવો બન્યો છે..
આ બનાવ બન્યા બાદ તેની મદદ માટે કેટલાય લોકો આવી પહોંચ્યા હતા. તેમજ સરકારે પણ મદદ કરવાની પૂરેપૂરી ખાતરીઓ આપી દીધી છે. આ ખેડૂત સાથે જે બનાવ બન્યો છે. તેને જાણીને સૌ કોઈ લોકોની આંખો ફાટી નીકળી છે. તેલંગાણાના ઇન્દિરા નગરના ઠંડામાં રેડિયા ભાઈ નાઈક નામના એક ખેડૂત રહે છે…
તેમને છેલ્લા કેટલાક વર્ષોથી પેટમાં દુખાવો થતો હતો તેઓએ સ્થાનિક ડોક્ટરને તપાસ કરાવી હતી. ડોક્ટર એ જણાવ્યું કે તેમને પેટમાં કેન્સરની ગાંઠ છે. એટલા માટે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડશે. સ્થાનિક ડોક્ટરે આ ખેડૂતને હૈદરાબાદની ખૂબસારીઓ હોસ્પિટલ ની અંદર ઓપરેશન કરવાની સલાહ સૂચન આપ્યું હતું..
આ ઓપરેશન કરાવવા માટે કુલ ચાર લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. પરંતુ ખેડૂત પાસે આટલા બધા રૂપિયા ન હોવાથી તેને પોતાના સગા સંબંધીઓ પાસેથી આટલી મોટી રકમ વ્યાજે લીધી હતી. જેમાંથી બે લાખ રૂપિયા તેણે એક બેગની અંદર મૂકીને આ બેગ તિજોરીમાં મૂકી દીધું હતું. રેડીયા ભાઈ નાયક પોતાની વાડીમાં શાકભાજી વાવે છે..
અને પોતાની ટુ-વ્હીલર પર બેસીને શાકભાજીનું વેચાણ કરે છે. તેઓએ તિજોરીમાં જે બે મૂકી તેની અંદર 500 રૂપિયાની નોટો હતી જેની કુલ કિંમત ₹2,00,000 હતી. જ્યારે ઓપરેશન કરાવવા જવાનું હતું. ત્યારે તેઓએ આ પૈસાની બેગ તિજોરી ખોલીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તિજોરી ખોલતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા..
કારણ કે અંદરથી પૈસાને બદલે ઉંદર એ ફાડી નાખેલી નોટો મળી આવી હતી. હકીકતમાં આ તિજોરીની અંદર ક્યાંકથી ઉંદર પ્રવેશી ગયો હતો અને તેણે 500-500 રૂપિયાની આ નોટોને કોતરી નાખી હતી. ખેડૂતે મહેનત કરીને આટલી મોટી રકમ વ્યાજે ભેગી કરી હતી. પરંતુ ઉંદરઓએ તેમની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું..
અને હવે તેઓ ખૂબ જ સંકટમાં મુકાઈ ગયા હતા કે તેઓ કેવી રીતે ઓપરેશન કરાવશે. તેવો ઘણી બધી બેંકોમાં પણ આ નોટને લઈને ફરિયાદ કરી ચૂક્યા હતા. પરંતુ કોઈ પણ બેંક તેમને આ નોટની બદલી કરી આપવા માટે રાજી હતું નહીં. અંતે તેઓને આરબીઆઈમાં આ નોટની બદલી કરવા માટે જવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું..
થોડા સમયની અંદર જ દેશની આરબીઆઈ બેંકે એક સંદેશ જાહેર કર્યો હતો કે, જે લોકો પાસે રહેલી ખામી યુક્ત નોટ તેમજ સડી ગયેલી નોટોને તાત્કાલિક ધોરણે બદલી આપવામાં આવશે. પરંતુ આ આદેશમાં ઉંદરડાએ કાપેલી નોટો અને બદલી કરી આપશે તેઓ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં.
ખેડૂતની આ પરિસ્થિતિ વિશે સૌ કોઈ લોકોને જાણ થતા તેમની મદદ એ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ થવા લાગી હતી. ધીમે ધીમે આ મામલો ખૂબ જ ચર્ચામાં આવી ગયો. અને આ બાબતની જાણ દરેક લોકોને થઈ ગઈ. તેમાં તેલંગાણાના બાળ કલ્યાણ મંત્રી સત્ય વતી રાઠોડ એ ખેડૂત ની મદદ કરવા માટે એલાન કરી દીધું હતું..
તેઓએ રેડિયા ભાઈ નાયકને આશ્વાસન પર પાઠવ્યું અને કહ્યું કે તમારે જે હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું હોય તે હોસ્પિટલ પસંદ કરી લ્યો કારણકે સારવારની તમામ વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આવશે. અને નાણાકીય તમામ મદદ પણ કરવામાં આવશે. ખેડૂત ખૂબ જ હતાશ થઈ ગયા હતા પરંતુ મંત્રીએ કીધેલી આ વાતને લઈને તેઓ એકદમ જોશમાં આવી ગયા હતા અને તેમની પડખે કોઈ ઉભું છે. તેવો આત્મવિશ્વાસ રાખીને તેઓ ફરી એક વખત ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ ની શોધ કરવા લાગ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]