Breaking News

પડોશીના ઘરેથી વહેલી સવારે બુમ-બરાડાનો અવાજ સંભળાતા લોકો એકઠા થઈ ગયા, ઘરના રસોડામાં જોયું તો ઉડી ગયા હોશ..!

દીન પ્રતિ દિન ચોંકાવનારી ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સવાર પડતાની સાથે જ જુદા-જુદા વિસ્તારમાંથી એવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ જાય છે કે, જેમાં ઘટનાને જાણ્યા બાદ આપણે પણ વિચારવા મજબૂર બની જતા હોઈએ છીએ. અત્યારે કંઈક આ પ્રકારની જે ઘટના હેતલ નગર ની ફાટક પાસે આવેલી વિનાનગર સોસાયટીની છે..

આ સોસાયટીમાં મકાન નંબર 56 માં અજયભાઈ તેમના પરિવારજનોની સાથે રહેતા હતા. વહેલી સવારે તેમના ઘરેથી જોર જોરથી બુમરાડાનો અવાજ સાંભળવા મળ્યો હતો. આ અવાજ સાંભળતાની સાથે જ અજયભાઈની આસપાસમાં રહેતા સુનિલભાઈ, રમેશભાઈ વ્રજેશભાઈ અને સંદીપભાઈ નામના વ્યક્તિઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા..

આ પડોશીઓને શું થયું છે..? તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તેઓ તરત જ અજયભાઈના ઘર પાસે પહોંચી ગયા અને દરવાજો ખટખટ આવવાની કોશિશ કરી હતી. પરંતુ અંદરથી કોઈપણ વ્યક્તિએ દરવાજો ખોલવાની તસ્દી ના લીધી એટલા માટે તેઓ પાછળના ભાગેથી જોવાની કોશિશ કરતા હતા કે, ઘરની અંદર શું ચાલી રહ્યું છે..?

અને શા માટે ઘરની અંદરથી રોવાનો અને બૂમ બરાડાનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેઓએ પાછળની બારીમાંથી જોયું તો રસોડાની અંદર અજયભાઈ અને તેમના બંને દીકરાઓ ત્યાં બેઠા હતા. તેમજ તેમની દીકરી બુમ બરાડા પાડીને રડતી હતી. તો અજયભાઈની પત્ની એ લટકીને આપઘાત કરી લીધો હતો..

બસ આ દ્રશ્ય જોતાની સાથે જ સૌ કોઈ પડોશીના ડોળા ફાટેલા રહી ગયા હતા. તેઓએ તરત જ અજયભાઈને કહ્યું કે, તમે મહેરબાની કરીને તમારા ઘરનો દરવાજો ખોલો અને અમને અંદર આવવા દો અજયભાઈએ દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પડોશીઓ અંદર આવ્યા અને અજય ભાઈને સાંત્વના આપવાની કોશિશ કરી હતી..

તરત જ આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડવામાં આવી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો. ત્યારબાદ અજયભાઈની પત્ની રીમાબેનને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. અજયભાઈ તેમના બંને દીકરા અને દીકરી સહિત ચારે વ્યક્તિઓ દુઃખના ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..

તેમની મોટી દીકરી તો દુઃખની આ ઘડી સહન કરી શકી નહીં અને વારે વારે મમ્મી મમ્મીની પુકાર લગાવીને રડવા લાગતી હતી. તેમના પડોશીઓ એ ઘટનાની જાણકારી અજયભાઈના માતા-પિતાને પણ પહોંચાડી હતી. તેઓ પણ વતનથી શહેરમાં આવવા માટે નીકળી ગયા હતા..

અજયભાઈની પત્નીએ શા માટે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેનું કારણ જાણવા માટે હાલ પોલીસ માથામણ કરી રહી છે. અને જરૂરી તપાસ પણ ચલાવવામાં આવે છે. આ બાબતને લઈને દરેક વ્યક્તિના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની રૂમમાં પણ શોધખોળ કરીને જો કોઈ અંતિમ નોટ મળી આવે તો તેની જાણકારી મેળવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે….

જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *