અકસ્માત ના બનાવો છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફરી એક વખત ગઈ કાળમુખો અકસ્માત સર્જાતા ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતને પોતાની નજરે જોનાર સૌ કોઈ લોકોને બેઠા થઈ ગયા હતા કે તેને જોઈને લોકો કહી રહ્યા છે કે, તેઓએ આ પ્રકારનો અકસ્માત ક્યારેય જોયો નથી..
એક ડમ્પર પર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં જ ત્રણ મિત્રો એક જ સાથે કમક માટી ભર્યું મૃત્યુ પામ્યા છે. વિરેન્દ્ર ગોહિલ, જયેન્દ્ર પટેલ, અને રોનક પરમાર આ ત્રણેય મિત્રો કે જેઓની ઉંમર 20 વર્ષની છે. તેઓ વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતા હતા. વિરેન્દ્ર અને રોનક વડોદરા ની સીગમા કોલેજમાં અભ્યાસ કરતા હતા..
જ્યારે જયેન્દ્ર સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. એક દિવસ તેઓ બે બાઈક લઈને 5 મિત્રો સવારના સમયે પાવાગઢ દર્શન કરવા માટે જતા હતા. પરંતુ તેઓને શું ખબર હશે કે, તેઓ દર્શન કરવા માટે પહોંચે એ પહેલા જ કાળ તેમના માથે મંડરાઈ રહ્યો છે. તેઓ જ્યારે વડોદરા હાલોલ રોડ પરથી પસાર થતા હતા. એવામાં ડમ્પર ચાલકે તેઓને અડફેટે લીધા હતા..
અને એક બાઈક ઉપર સવાર ત્રણેય મિત્રો જોતજોતામાં જ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનાર મિત્રોમાં વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ કે જે ગાંગરડી માં રહે છે. જયેન્દ્ર પટેલ કે જે દેવગઢ બારીયામાં રહે છે. જ્યારે રોનક પરમાર કે જે લુણાવાડાના લીંબડીયા ગામમાં રહેતો હતો. આ ત્રણેય મિત્રોના એક જ સાથે મૃત્યુ થયા છે.
એમાં પણ રોનક કે જે લુણાવાડા ના લીંબડીયા ગામમાં રહે છે. તેનો આજે જન્મદિવસ હતો. અને જન્મદિવસના દિવસે તેનું મૃત્યુ થતા પરિવારજનોનું કરુણ આક્રંદ જોવા મળ્યું હતું. જ્યારે ત્રણેય મિત્રોના પરિવારજનોને જાણ થઈ કે તેમના વહાલ સોયા દીકરાઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ પણ હાજર થઈ હતી અને આ ત્રણેય મિત્રોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે યાત્રાણી મૃતક મિત્રોના પરિવારજનોની સાથે સાથે સગા સંબંધીઓ પણ ઉમટી પડ્યા હતા. સાથે સાથે હાઇવે પર પસાર થનારા લોકો પણ પોતાના વાહનો થોભાવીને ત્યાં પહોંચી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]