અકસ્માતમાં મોત થવાનો સીલસીલો રાજ્યમાં હજી યથાવત છે. રોજ-રોજ જુદા-જુદા જીલ્લાઓમાંથી અકસ્માતના બનાવો સામે આવે છે. જેમાં ઘણા લોકોના મોતના સમાચાર પણ સામે આવતા હોઈ છે. ચોર્યાસી તાલુકાના ગભોણ ગામમાં રહેતા એક પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો છે..
હકીકતમાં પરિવાર ગભેણી ગામના ટેકરા ફળિયામાં રહેતો હતો. પરિવારના મોભી ડાહ્યાભાઈ ખલાસીની મોટી દીકરી ડિમ્પલનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. એટલા માટે તેની અસ્થિ વિસર્જન કરવા માટે વડોદરાના પોઇચા મંદિરમાં પરિવાર ગયો હતો. પરિવારના છ સભ્યો કે જેમાં ડાહ્યાભાઈ તેમની પત્ની સવિતાબેન તેમનો દીકરો જયેશભાઈ, જયેશભાઈની દીકરી નિવૃત્તિ તેમજ ડાયા ભાઈનો પુત્ર સુગ્નેશભાઈ તેમજ શ્રુતિ બહેન સાથે કુલ છ સભ્યો મોટી ગાડી લઈને વડોદરા જતા હતા..
વડોદરા અસ્થિ વિસર્જન કરીને તેઓ પરત પોતાના ગામે જવા માટે નીકળ્યા હતા. એ સમય દરમિયાન આશરે બપોરના ત્રણ વાગ્યા આસપાસ અમદાવાદ મુંબઇ હાઈવે ઉપર વલસાડ ગામ પાસેથી પસાર થઇ રહી હતી. પણ ગામથી થોડા દુર પહોંચ્યા ત્યારે માકડા ગામની વિદ્યાર્થીઓને ઉતારીને એક બસ હાઈવે ઉપર આડી ઉતરી ને મોટી ગાડી ને ટક્કર મારી દીધી હતી.
ટક્કર મારતા ની સાથે જ બસ ફંગોળાઈ ગઈ હતી. જ્યારે કારના કુચે કુચા બોલી ગયા હતા. તેમજ કારની અંદર સવાર દરેક લોકો લોહીલુહાણ થયા હતા. અકસ્માતમાં ડાહ્યાભાઈના પત્ની સવિતાબેન કે જેઓની ઉંમર ૬૫ વર્ષની છે. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે ઘટનાસ્થળે તેઓ જીવ ગુમાવી બેઠા હતા..
ત્યારે પરિવારના અન્ય સભ્યોને નાની-મોટી ઇજા થતા. તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી દેવામાં આવ્યા હતા. સ્કૂલની બસચાલક અકસ્માત બનતાની સાથે જ ખૂબ જ ખાઈ ગયો હતો. બસની અંદર હાથી 10 જેટલા બાળકો હતા જ્યારે બે શિક્ષકોની સાથે સાથે ડ્રાઇવર અને કંડકટર પણ હાજર હતા. પરંતુ બસની અંદર સવાર કોઈપણ વ્યક્તિને ઈજા થઈ હતી નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]