આમતો જોકે આપણે સમાજ માં જોવામાં આવે તો પતિ અને પત્ની ના સબંધ ને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે દરેક એક બીજા માટે પોતાની જાનો કુરબાન કરવા માટે પણ તત્પત થઈ જતા હોય છે અને પોતાના લગ્ન ના સમયે એકબીજા સાથે અંતિમ સુધી સાથ નીભવવા ના વચનો પણ આપી ચુક્યા જ હોઈ છે પરંતુ સબંધ ની પવિત્રતા માં જયારે એકબીજા પ્રત્યે ની વિષમ ભાવનાઓ ભળે તો મુશ્કેલી ઓ ઉભી થાવા પામતી હોય છે અને તેના પરિણામો પણ મુશ્કેલ આવતા હોય છે.
હાલમાં પણ એક એવી જ ઘટના બનવા પામી છે જેના કારણે લોકો માં પણ વિચારોના વમળો માં એક ચિનગારી મૂકી દીધેલી જણાઈ રહી છે નડિયાદના મરીડા ભાગોળમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૧માં અમદાવાદ હાલ ઓઢવમાં રહેતા શૈલેષ મુળજીભાઈ ગોહેલ સાથે ખુબ જ આનંદ પૂર્વક થયા હતા. લગ્ન બાદ પણ સંતાનમાં એક દિકરાનો ઘેર જન્મ પણ થયો હતો. પતિ અને પત્ની વચ્ચે તો ખુબ શાંતિ અને સુખમય રીતે સબંધ ચાલી રહ્યો હતો એવામાં બન્યું એવું કે મુશ્કેલી થઈ છે.
સસરા મુળજી મીઠા ગોહેલ, તેમના દિયર મુકેશ મુળજી ગોહેલ, દેરાણી એવા ગૌરી મુકેશ ગોહેલ યુવતીના પતિને તારી પત્ની વારંવાર બિમાર જ પડે છે, એટલે આ પત્નીરૂપે તો તને પાર ઉતરશે નહીં, આવી નિમ્ન કક્ષાની ની વિચારધારા અહીં તો દેખાય આવતી હોય એવું સાફ રીતે દેખાય આવ્યું અને સાથો સાથ એમ પણ કહેવામાં આવ્યું કે તુ તારી અત્યારની પત્નીને કાઢી મૂક અમે મળી ને તને બીજી સારી પત્ની લાવી આપીશું તેમ કહી ચઢવણી કરી અને તે પિયરમાં પણ કાઢી મૂકતા હતા.
પતિ પણ દરેક ગુણો એ સંપન્ન તો હતો જ નહીં કારણકે તે પણ દારૂ પીવાની ટેવવાળો હોય પત્ની કે બાળકના ઘરખર્ચ કે અન્ય કામો કરવા માટે પૈસા આપતો ન હતો. હું તમારુ બધુ કામ કરુ છું તમે શું કરવા તમારી પત્નીને તેડી લાવો છો આવી તો બીજું ઘણું બધું ચોંટાડી તેમ કહી દેરાણી અવારનવાર તેના પતિની ચઢવણી કરતી જ રહેતી હતી. આટલા એ તો વાત અટકતી તો નોહતી જ આ ઉપરાંત તારા પિયરમાંથી દાગીના લઈ આવ તે દાગીના પર અમારો પૂરો હક્ક છે.
આવું પણ મોઢા પર જ કહી સાસરીયા ખુબ મોટા પ્રમાણ માં ત્રાસ ગુજારતા હતા. ગત થોડા સમય પેહલા પરિણીતા બિમાર થઈ જતા તેને સારવાર માટે ૨૦૦ રુપિયા માંગતા પતિ ગુસ્સા માં આવી ગયો હતો અને કહે કે એ તુ તારા પિતાના ઘરેથી દવા કરાવવા ૧૦ હજાર રૂપિયા મારા માટે લઈ આવ તેમ કહી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. હવે હદ પાર થઈ જતા આ મામલે પરિણીતાએ સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]