હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો વાત. રોજ રોજ એવા સનસનાટી મચાવતા કિસ્સાઓ સર્જાવા લાગ્યા છે. જેને કારણે ક્યાંકને ક્યાંક સંયુક્ત પરિવારોમાં તિરાડો દેખાઈ આવી છે. હાલ રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામમાંથી ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
દલડી ગામમાં રંજનબેન નામની મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમના પતિનું નામ રાજેશભાઈ ઓળકિયા છે. રાજેશભાઈએ આજથી 44 દિવસ પહેલા વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ધર્મ પત્ની રંજનબેન ઓળકીયા ગુમ થઈ ગઈ છે. શરૂઆતમાં તો પોલીસે ટૂંકી તપાસ કરીને ત્યાં જ મામલો પતાવી દીધો હતો..
પરંતુ રંજનબેનના માતા પિતા તેમજ સાસરિયાના પણ અમુક લોકો રંજનબેનને શોધવાની અપીલ વારંવાર પોલીસને કરી રહ્યા હતા. રંજનબેનને લઈને કોઈ ચોક્કસ નિર્ણય પોલીસે આપ્યો ન હતો. જેના કારણે આ તમામ પરિવારજનો ધરણા પર બેઠા હતા. જેથી પોલીસે ફરી એક વખત આ કેસને ઓપન કર્યો હતો. અને સૌ કોઈ લોકોની પૂછપરછ શરૂ કરી હતી..
અને ભાળ મેળવવાની શરૂ કરી હતી કે રંજનબેનના કઈ જગ્યા પરથી ગુમ થયા છે. એવામાં પોલીસે રાજેશભાઈને બોલાવીને ખૂબ જ કડક પૂછતાછ શરુ કરી હતી. પરંતુ રાજેશભાઈ એટલા બધા કડક વલણ ધરાવતા હતા કે, તેને પોલીસ સામે એક પણ પ્રકારના શબ્દ કર્યા હતા નહીં. પરંતુ પોલીસે પોતાની અલગ તરકીબ અપનાવતા જ રાજેશભાઈ ભાંગી પડ્યા હતા..
અને તેણે તમામ બાબતો ઓકી દીધી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેની પત્નીને રિપોર્ટ કરાવતા એઇડ્સની ગંભીર બીમારી સામે આવી હતી. આ ઉપરાંત રાજેશભાઈ તેની સાળી ઇન્દુબેનને પ્રેમ કરી બેઠા હતા. સાળી અને જીજાજીના લફડાને પગલે રંજનબેનને રસ્તામાંથી સાફ કરી દેવાનો બંને પ્લાન બનાવી લીધો હતો..
ઇન્દુબેનના લગ્ન થવા જઈ રહ્યા હતા. એ પહેલા પહેલા રાજેશ આ ઇન્દુને ભગાવીને લઈ જશે એવા વિચાર સાથે પહેલા તેઓએ રંજનબેનનું કાસળ કાઢ્યું હતું અને ત્યારબાદ તે ઇન્દુની સાથે પરણવા ઈચ્છતો હતો. એક દિવસ રંજનબેન પોતાના પતિ રાજેશ સાથે છાશિયા ગામ જવા માટે બાઈક પર નીકળ્યા હતા..
એવામાં રસ્તામાં ઢોકળવા ગામની સીમમાં વિસામો લેવા માટે તેઓ નદીની કોતર નજીક ઉભા રહ્યા હતા. જ્યાં રાજેશભાઈને મોકો મળતાં તેને મોબાઈલના ચાર્જરનો વાયર પોતાના હાથમાં વીંટાળ્યો હતો. અને ત્યારબાદ તેમની પત્નીને ગળે ટૂંપો દઈને તેને ત્યાં જ પતાવી દીધી હતી.. જ્યારે રંજનબેનના શ્વાસ હંમેશાં હંમેશા માટે ઠપ થઈ ગયા હતા.
ત્યારબાદ તેણે નદીની કોતરમાં જ ખાડો ગાળીને આ લાશને ત્યાં દફનાવી દીધી હતી. જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને આ બાબતની જાણ થઈ નહીં. અને પોતે પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ગુમ થઈ ગઈ છે તેવી ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયો હતો. આટલી બધી ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પણ તે એવું વર્તન કરી રહ્યો હતો કે કોઈપણ વ્યક્તિને તેના પર શક ન જાય..
પરંતુ પોલીસની તરકીબને કારણે તેની તમામ પોલ ખુલ્લી પડી ગઈ છે. કહેવાય છે કે વ્યક્તિએ જે પાપ કરેલા હોય છે. તે હંમેશા છાપરે ચડીને પુકારે છે. આ તમામ બાબતો તેણે પોલીસને જણાવી દેતા પોલીસે દોકળવા ગામની સીમમાં તપાસ શરૂ કરી હતી અને ખાડો ખોદીને આ લાશને બહાર કાઢતા લાશ નહીં પરંતુ આ મહિલાનું કંકાલ મળી આવ્યું હતું..
કારણ કે આ લાસ્ટ 44 દિવસથી આખા ની અંદર દફન હતી. પોતાના પ્રેમ સંબંધને કારણે પોતાની જ પત્નીને રસ્તા પરથી સાફ કરી દેવાના ગુનામાં રંજનબેન ના માતા પિતાએ તેમના જમાઈ રાજેશ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે પણ તેની ધરપકડ કરીને ફરી એક વખત કડક પૂછતાછ હાથ ધરી છે. અને તેની સામે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે.
આ બનાવ સામે આવ્યા બાદ આસપાસના તમામ ગામોમાં ચકચાર મચી ગયો હતો. સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા કે, આખરે રંજનબેનનો શું વાંક છે. કે તેઓને આટલું દર્દનાક મૃત્યુ સહન કરવાનો વારો આવ્યો છે. તેઓને એટલું દર્દના મૃત્યુ મળ્યું છે કે, તેમની લાશને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]