હાલ પતિ-પત્નીના સંબંધો ખૂબ જ નાજુક બનતા જાય છે. ઘણા પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હોય છે. પરંતુ હાલના પતિ-પત્ની વચ્ચે પહેલા જેટલું ગાઢ પ્રેમ ન હોવાને કારણે અવારનવાર નાની બાબતોને લઇને ઝઘડાં થતાં હોય છે. તેમજ એકબીજાને અપાતા ત્રાસને કારણે અંતે તેઓ જીવ ખોઇ બેસતા હોય છે..
હાલ એવા જ પ્રકારનો કિસ્સો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી બન્યો છે. મહારાષ્ટ્ર ના શિંડખેદરાજ તાલુકામાં આવેલા કોનાઠી ગામના ત્રમ્બક ભાઈ કેશુભાઇ વાયળ નામના યુવક પોતાના પરિવાર સાથે ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રહે છે. સાયણ ગામમાં રાંદલ માતાના મંદિર પાસે આવેલા લક્ષ્મીવિલાસ એપાર્ટમેંટમાં રહીને તે ડ્રાઇવિંગ કરવાનું કામ કરે છે..
તેઓના ઘરમાં પરિવારની સાથે સાથે તેના સાસુ-સસરા અને સાળીઓ પણ રહે છે. ત્રમ્બક ભાઈ ડાયટિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેના ઘરે રહેતા સાસુ-સસરા તેમજ સાળીઓ અવારનવાર ત્રમ્બ્ક ભાઈને ખુબ જ ત્રાસ પહોંચાડતા હતા, તેમજ વારંવાર તેને પૈસાને લઇને દબાણ આપતા હતા..
ત્રમ્બક ભાઈ ડ્રાઇવિંગનું કામ કરતા હતા. એટલા માટે તેઓ પાસે તેના સાસુ-સસરાને સંતોષી શકાય એટલા રૂપિયા હતા નહીં. આ બાબતને લઈને તેઓ સતત ચિંતામાં રહેતા હતા. આ બાબતે તેણે પોતાના મોટાભાઈને પણ જણાવી હતી. પરંતુ રોજના ત્રાસથી કંટાળીને એક દિવસ ત્રમ્બકભાઈએ આત્મહત્યા કરવાનું નક્કી કરી નાખ્યું હતું..
તેઓએ આત્મહત્યા કરતા પહેલા મોબાઇલ ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેઓ તેની પત્ની સરલાબહેન તેની સાસુ શારદાબેન તેની સાળી વૈશાલી તેમજ પૂનમ અને તેના સસરા વિઠોબા નામદેવ નામના વ્યક્તિઓ વિષે જણાવતા કહ્યું હતું કે, તેઓ સતત તેમને ત્રાસ પહોંચાડતા હતા અને આ ત્રાસ સહન ન થતાં તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે..
ત્યારબાદ તેઓએ આ વિડીયો પોતાના મોટાભાઈને મોકલ્યો હતો. અને પોતે સાયણ રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ વિડીયો જ્યારે ત્રમ્બક ભાઈના મોટા ભાઈએ જોયો ત્યારે તાત્કાલિક ધોરણે ત્રમ્બકભાઈને કોલ કર્યો હતો. પરંતુ કોલ ત્રમ્બકભાઈએ નહીં…
પરંતુ રેલવે પોલીસે ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે ત્રમ્બક ભાઈ નામના વ્યક્તિએ ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરી લીધો છે. આ બાબતની જાણ મોટાભાઈને તાત્કાલિક ધોરણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલવે પોલીસે આકસ્માતના આ કિસ્સાને સ્થાનિક પોલીસને જાણ કરી હતી..
સ્થાનિક પોલીસે વિડિયોના આધાર પર સાસુ-સસરા, સાળીઓ તેમજ પત્ની સામે આત્મહત્યા માટે ત્રાસ આપવાના ગુનામાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્રમ્બક ભાઈનો અંતિમ વિડીયો જોઈને પોલીસ તાત્કાલિક દોડતી થઇ હતી અને ત્રમ્બક ભાઈના ઘરે રેહતા પત્નીના પરિવારવાળાને પકડી પાડ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]