સમાજમાં ઘણી બધી વખતની ઘટનાઓ બની રહી છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો આજકાલ પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. પરિવારના સભ્યો સાથેના આર્થિક અને માનસિક ત્રાસને લીધે કંટાળીને લોકો આપઘાત કરી રહ્યા છે.
આપઘાત કરીને લોકો પોતાના જીવનની ટૂંકાવી રહ્યા છે. આવી આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધવાને કારણે ઘણા બધા પરિવારોમાં વેરવિખેર થઈ ગયું છે. આવી જ એક આપઘાતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં આવેલા સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના યુવક સાથે આ ઘટના બની હતી.
યુવાકે પોતાની પત્નીથી કંટાળીને ખૂબ જ ખરાબ પગલું ભરી લીધું હતું. કલોલ તાલુકામાં રહેતા પરિવાર સાથે આવી ગંભીર ઘટના બનવાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ આ ગંભીર માહોલ છવાય ગયો હતો. સુરભી એપાર્ટમેન્ટમાં અજયભાઈ બાબુભાઈ શ્રીમાળી નામનો યુવક રહેતો હતો. અજયભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
તે ખૂબ જ વ્યવસ્થિત અને સરળ મગજનો વ્યક્તિ હતો. અજયને એક યુવતી સાથે પ્રેમ થઈ જવાને કારણે અમદાવાદમાં બાપુનગરમાં રહેતા વિક્રમભાઈ નાયકની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્નીનું નામ કૃપાલી હતું. તેણે ચાર વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નને કારણે બંનેના પરિવારના લોકોને સંબંધ કરાવીને લગ્ન કરાવી દીધા હતા.
ત્યારબાદ કૃપાલી અજયભાઈ સાથે સુરભી એપાર્ટમેન્ટમાં રહેવા માટે આવી ગઈ હતી. અને લગ્નના થોડા સમય પછી કૃપાલીના વર્તનમાં અજયભાઈને ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. અજયભાઈએ ઘણો કૃપાલીને પૂછ્યું હતું પરંતુ તેને અંદરો અંદર જ લાગી રહ્યું હતું કે શું થયું હશે? પછી અજયભાઈએ કૃપાલીની ફોનમાં ચેકિંગ કર્યા બાદ તેની જાણ થઈ હતી.
કે તેની પત્નીને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં રહેતા નવદીપ શાહ નામના યુવક સાથે અવેધ સંબંધ હતા. આ સંબંધોને કારણે કૃપાલી તેની સાથે બરાબર બોલી રહી ન હતી. કૃપાલીએ અજયભાઈ સાથે પણ પ્રેમ લગ્ન જ કર્યા હતા અને હજુ પણ તે બીજા વ્યક્તિના પ્રેમ સંબંધમાં હતી. તે માટે અજય અંદરથી ત્રાસી ગયો હતો.
કૃપાલીને આ સંબંધ છોડી દેવા માટે અવારનવાર કહેતો હતો. પરંતુ એક દિવસ અજય ખૂબ જ ત્રાસી ગયો હતો. તેથી તેણે નવદીપભાઈને ફોન કરીને રડતા રડતા કહ્યું હતું કે, ‘હું મરવાની અણી પર આવી ગયો છું. તું કૃપાલીને કાં તો લઈ જા અથવા તો મારી પત્નીને છોડી દે’ આવું અજયભાઈને વાત કરી હતી પરંતુ કૃપાલીએ નવદીપ સાથેના અવેજ સંબંધો ચાલુ જ રાખ્યા હતા.
દિવસેને દિવસે કૃપાલી બેફામ બનતી જતી હતી અને અજયભાઈને ખૂબ જ ત્રાસ આપી રહી હતી. તેથી અજયભાઈએ એક દિવસ તેના મિત્રને આ ઘટનાની જાણ કરી હતી. થોડા દિવસો પછી કૃપાલી રોજની જેમ મહેસાણા શંકુ વોટર પાર્કમાં નોકરીએ થતી હતી. ત્યાં નોકરી પર ગઈ હતી. તે સમયે અજયભાઈએ પંખા સાથે દુપટ્ટા બાંધીને ગળાફાંસો ખાઈ હતો.
થોડા સમય પછી તેની બહેનના દીકરા તેના ઘરે રહેવા આવ્યા હતા. તેથી બંને સ્કૂલેથી આવ્યા હતા. તે સમયે અજયને લટકતો જોઈને મામા ઉઠો ઉઠો કરીને રડવા લાગ્યા હતા પરંતુ કોઈ જવાબ ન આપતા ભાણીયા પાડોશીના ઘરે ગયા હતા અને પાડોશીએ અજયભાઈના ભાઈને આ ઘટનાની જાણ કરી હતી. તેનો ભાઈ ઘરે આવીને તેના પરિવારજનોને અજયને આપઘાતની જાણ કરવામાં આવી હતી.
કૃપાલી ત્રણ દિવસ પછી ઘર છોડીને તેના જતી રહી હતી. ત્યારબાદ અજયનો ફોન તેના દિયર પાસે મગાવતી હતી. તેથી દિયરે તેના ભાઈનો ફોન ચેક કરતા કૃપાલીના રેકોર્ડિંગ મળી આવ્યા હતા. અને કૃપાલીના અવેધ સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો. તેથી તેનો દિયર અક્ષય કૃપાલી અને તેના પ્રેમની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ કૃપાલી અને નવદીપની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]