પત્ની કહેતી કે, “હું તમારા માં-બાપને નહી સાચવું તમે આશ્રમમાં મૂકી આવજો” અને પછી પતિએ કર્યું એવું કે પત્ની સીધી દોર થઈ ગઈ.. જાણો..!

પારિવારિક મામલાઓમાં જો સૌ કોઈ લોકો સાથે મળીને એકતાથી જીવન જીવે તો ક્યારેય પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ અત્યારના સમયમાં આપણે જોયું છે કે, દરેક વ્યક્તિ પોતાની જીદ અને પોતાની વાતને લઈને હંમેશા અડગ રહે છે. તેને કારણે પરિવારમાં ઝઘડાઓ અને વાત વિવાદ સર્જાય છે..

જો આ વાત વિવાદને સુલજાવી દેવામાં ન આવે તો આગળ જતા ખૂબ જ મોટો ઝઘડો ઉત્પન્ન થઈ પરિવાર ભાંગી જવા પણ પામતો હોય છે. અત્યારના સમયમાં પરિવારને કેવી રીતે એક કરીને જીવન જીવવું જોઈએ તેની સમજ લોકો મેળવી રહ્યા છે. ત્યારે સમાજના દરેક લોકોને શિખામણ રૂપ બને તે પ્રકારનો એક કિસ્સો સામે આવી ગયો છે..

આ ઘટના ઉતર પ્રદેશના કાનપુરની છે. અહીં ગૌરવ પાર્ક સોસાયટીની અંદર હરજીવનભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં હરજીવનભાઈની પત્ની કંચન તેમનો દીકરો લક્ષ્મણ તેમજ લક્ષ્મણની પત્ની બીનાનો સમાવેશ થાય છે. જ્યારથી લક્ષ્મણના લગ્ન થયા છે ત્યારથી જ તેની પત્ની બીના તેના સાસુ સસરાની સાર સંભાળ રાખવાને બદલે તેની સાથે ખૂબ જ ગેરવર્તણુક કરવા લાગી હતી..

પરંતુ આ સાસુ-સસરાએ પોતાની વહુનું આ વર્તન સહન કર્યું કારણ કે તેઓને તેમના સુખી જીવનને બદલે તેમના દીકરાનું લગ્ન જીવન નજર સામે દેખાતું હતું. એટલા માટે તેઓ આ તમામ બાબતોને સહન કરતા રહ્યા. તેઓએ એક પણ વાર તેમના દીકરાને ખબર પડવા દીધી નહીં કે બીના તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે..

એક વખત બીનાએ તેના પતિ લક્ષ્મણને કહ્યું હતું કે, હું તમારા મા-બાપને નહીં સાચવું તમે તેને આશ્રમમાં મૂકી આવજો ત્યારે લક્ષ્મણ એ જણાવ્યું કે, એ મારા મા બાપ છે. કદાચ તું મારા માતા-પિતાને નહીં સાચવી શકે તો હું ખુદ સાચવી લઈશ. પરંતુ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું મારા મા બાપ ઉપર એક આંચ પણ નહીં આવવા દઉં…

ઘરની અંદર બેસવા ઉઠવાથી માંડીને ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં પણ બીના તેના સાસુ સસરા સાથે માઠા શબ્દો બોલવા લાગી હતી. જ્યારે લક્ષ્મણ ભાઈને ખબર પડી કે, હવે તેમના માતા પિતા તેમની પત્ની બીનાથી કંટાળી ગયા છે. ત્યારે તેઓએ તેની પત્નીને સીધી દોર કરવા માટે એક એવો નુસખો અપનાવી નાખ્યો છે..

જે જાણ્યા બાદ ભલભલા લોકો આંખો ફાડી ગયા છે. તેને શરૂઆતમાં તો તેની પત્ની બીનાને પ્રેમથી સમજાવાની કોશિશ કરી હતી કે, તારે મારા મા બાપને પોતાના જ મા બાપ સમજીને સાચવવા જોઈએ. એના બદલે તું મારા માતા-પિતાની સાથે ખરાબ વર્તન કરી રહી છો. જે બિલકુલ ખોટી બાબત છે..

જો તું મારા મા બાપને સાચવી નહીં શકે તો તને અમારા ઘરની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી. જે કપડાં પહેરીને તું આવી હતી એ કપડાં પહેરીને તું પોતાને માતા-પિતાને ઘરે પરત પિયરમાં જઈ શકે છે. અમારે તારી કોઈ પણ જરૂરિયાત નથી. મારા માતા પિતા તને ક્યારેય પણ હેરાનગતિ પહોંચાડતા નથી, છતાં પણ તને જો મારા મા બાપને રાખવા પસંદ ન હોય તો હવે મને પણ તને રાખવી પસંદ નથી..

આટલા શબ્દો કહીને લક્ષ્મણભાઈએ તેની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે બીનાને ભાન થઈ ગઈ કે તેનો પતિ ઘણું બધું કમાય છે. અને તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જો તે પિયરએ જતી રહેશે તો ત્યાર પછીની જિંદગી તેની કેવી રીતે વીતશે તે જાણીને તે હચમચી ઉઠી હતી..

અને પોતાને ઘરે પરત આવવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણભાઈએ જણાવ્યું કે, જો મારા બાપને સારી રીતે સાચવવા હોય તો જ આપણા ઘરની અંદર પગ મુકજે નહીં તો હું મારા મા બાપને સારી રીતે સાચવી લઈશ અને આખી જિંદગી પર ક્યાંય તેમને એક આંચ પણ નહીં આવવા દઉં.

તેઓએ તેમની પત્નીને માત્ર નજીવા સમય પૂરતી ઘરની બહાર કાઢી મૂકી હતી, એમાં તેની પત્નીની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી. આ ઘટનાથી સમાજમાં પીડાઈ રહેલા ઘણા બધા લોકો ખૂબ જ પ્રેરિત થયા છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. દરેક લોકોએ પરિવાર પ્રત્યે સારો વ્યવહાર દાખવવો પડે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment