અમુક બાબતોને લઈને સમગ્ર પરિવારનો માળો વીખાઈ જવાના બનાવો પણ હવે નોંધવા લાગ્યા છે. શાહપુર તાલુકાના ભોઈના વડગામમાં સંજયભાઈ રાવજીભાઈ પરમાર રહે છે. તેમના લગ્ન આજથી 11 વર્ષ પહેલા કપડવંજ તાલુકાના લહેરજી પાસે આવેલા મુવાડા ગામમાં રહેતી પુષ્પા નામની યુવતી સાથે થયા હતા..
લગ્ન બાદ લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હતું. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં દસ વર્ષનો એક દીકરો અને પાંચ વર્ષની દીકરી છે. આ પરિવાર ખૂબ જ હસતો ખેલતો અને રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ બંને સંતાનોની માતા પુષ્પા બહેનને ગામના જ એક કુટુંબી પરિણીત યુવક સાથે આંખો મળવા લાગી હતી..
અને ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં જોડાઈ ગયા હતા. થોડા દિવસમાં તો તે બંને પોત પોતાના પરિવાર અને ગામ છોડીને ભાગી ગયા હતા. સંજયભાઈ એ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેમની પત્ની પોતાના બંને સંતાનોને રજળતા મૂકીને લાજ શરમને નેવી મૂક્યા બાદ તેના પ્રેમી સાથે ભાગી જશે. લાંબા સમય સુધી પુષ્પા અને તેના પ્રેમી બંનેની કોઈ ભાળ ન મળતા સંજયભાઈ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
તેમના દસ વરસના દીકરાનું નામ યુવરાજસિંહ છે. જ્યારે પાંચ વર્ષની દીકરીનું નામ શિવાની છે. શિવાની ધોરણ એકમાં અભ્યાસ કરે છે. પુષ્પા જ્યારે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે દસ વર્ષના દીકરાને પુષ્પાના પિતા પોતાના ઘરે લઈ આવ્યા હતા. જ્યારે શિવાની પોતાના બા દાદા અને પોતાના પિતા સાથે રહીને ભણતી હતી. પરંતુ એક દિવસ સંજયભાઈ તેમની દીકરી શીવાનીને શાળાએ લેવા માટે ગયા હતા..
ગંગાપુરની પ્રાથમિક શાળામાં દીકરી અભ્યાસ કરીને છૂટ્યા બાદ તે પોતાની બાઈક ઉપર કઠલાલથી આંત્રોલી બાજુ આવી રહ્યા હતા. જેમાં તેઓએ નર્મદા નહેર જોતાં જ્યાં ટુ વ્હીલર ઊભી રાખી હતી. અને પોતાની પાંચ વર્ષની બાળકી સાથે આ કેનાલમાં કૂદી જઈને આપઘાત કરી લીધો હતો.
સંજયભાઈ પોતાની પત્નીના ભાગી જવાને કારણે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. કારણ કે ગામમાં સૌ કોઈ લોકો સામે તે મોઢું ઊંચું કરીને વાત કરી શકતા હતા નહીં. તેમજ તે અંદરો અંદર ખૂબ જ નારાજગી અનુભવતા હતા કે, જેને તેઓએ રાણીની જેમ સાચવીને રાખી તેજ પત્ની તેના માટે દગો આપનારી બની હતી.
તેઓએ જ્યારે નહેરમાં ઝંપલાવી દીધું ત્યારે આસપાસના લોકોએ તેમને બચાવવાનો કોશિશ કરી હતી. પરંતુ પાણીના પ્રવાહને કારણે તેઓ દૂર ખેંચાઈ ગયા હતા. તેમને શોધખોળ કરવા માટે તરવૈયાઓ 24 કલાકથી મથામણ કરી રહ્યા હતા. પરંતુ બીજા દિવસે બપોરના 2 વાગ્યા આસપાસ તેમની પુત્રી અને તેમનું મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો.
મૃતદેહ માંતા જ પરિવારમાં ખૂબ જ શોખનો માહોલ છવાઈ ગયો હતો. સંજયભાઈના પિતા રાવજીભાઈને સંતાનોમાં બે દીકરા હતા. પરંતુ મોટો દીકરો સંજય તેની પત્ની ભાગી જવાને કારણે આપઘાત કરી લીધો છે. જ્યારે નાના દીકરો પણ છેલ્લા એક વર્ષથી ગુમ થઈ ગયો છે. અને આજ સુધી પણ તેનો અતોપતો લાગ્યો નથી..
સંજયભાઈના માતા પિતાએ તેમના બંને સંતાનોને ગુમાવી દેતા પરિવાર ખૂબ જ ઊંડા શોખમાં ગરકાવ થયો છે. હાલ આ બાબતને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, તેમની પત્ની તેના પ્રેમની સાથે ભાગી ગયા બાદ તેઓએ સંજયભાઈને ફોન કરીને કોઈ વાતચિત જણાવી હશે જેને લઈને સંજયભાઈ ખૂબ જ દુઃખી હતા અને તેઓએ આ પગલું ભરી લીધું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]