Breaking News

પત્ની અને ફૂલ જેવા દીકરા-દીકરીને ઝેર આપીને યુવક પોતે પણ લટકી ગયો, એક ઘરમાંથી 4 અર્થીઓનીકળતા જ હાહાકાર મચી ગયો, સુસાઈડ નોટ વાંચી મોતિયા મરી જશે..!

જ્યારે માણસની દુખો સહન કરવાની કેપેસીટી પૂર્ણ થઇ જાય છે ત્યારે તેને ઊંધા વિચારો આવવા લાગે છે. આવા સમયે તેને કોઈ સારા મિત્ર કે પરિવારના સમજણા વ્યક્તિની જરૂર હોઈ છે, અને એ સમયે જો કોઈ વ્યક્તિનો સાથ ન મળે તો કંટાળી ગયેલો વ્યક્તિ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..

અત્યારે એક યુવક ઉપર એવી પડતી આવી છે કે જે જાણીને તમને પણ રડવું આવી જશે. આ મામલો મધ્યપ્રદેશના ઈન્દોરમાં બન્યો છે. જ્યાં અમિત યાદવ પોતાની પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રની સાથે રહે છે. અમિત યાદવ એક ટેલિકોમ કંપનીમાં કામ કરતો હતો..

ધીમે ધીમે પરિવારની જરૂરીયાત અને અન્ય ધંધામાં ખોટને કારણે અમિત પર લગભગ 3 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. અમિત યાદવે ઘણી કંપનીઓ પાસેથી લોન લઈને આ દેવું ચુકવ્યું હતું. પરતું હવે તે લોનના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને તેમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ જણાતું હોવાથી તે ખુબ જ ચિંતામાં રેહતો હતો..

એક દિવસ તેણે કંટાળી જઈને ખુબ જ મોટું પગલું ભરી લીધું છે જેના કારણે એક જ ઘરમાંથી કુલ 4 લોકોની અર્થીઓ ઉઠી છે. એક દિવસ સવારે અમિતે તેના પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો ન હતો એટલે તેના ભગીરથપુરામાં રહેતા સાસરિયાઓને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ તેની સાસુ અને પરિવાર તેમના નિવાસસ્થાને પહોચ્યા હતા.

વારંવાર દરવાજો ખટખટાવ્યો પરતું કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. સાસુ ખુબ જ ડરી ગઈ અને તેને બાણગંગા પોલીસને આ માહિતી આપી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસે દરવાજો તોડ્યો અને જોયું તો અમિત સહીત પરિવારના અન્ય ત્રણ વ્યક્તિના મૃતદેહો દેખાયા હતા..

જેમાં પત્ની સહીત બંને બાળકોને જેરી દવા આપીને પતાવી દેવામાં આવ્યા હોઈ તેવું લાગી રહ્યું હતું જ્યારે અમિત યાદવ પોતે પંખે લટકી રહ્યો હતો. આ સાથે સાથે તેની પાસેથી તપાસ કરતા એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટના અંતિમ શબ્દો સાંભળીને ભલભલાના રુવાટા બેઠા થઇ ગયા છે.

સુસાઈડ નોટમાં દેવાથી પરેશાન હોવાનું જણાવ્યું છે. કોઈએ મારી લોન ચૂકવવાની જરૂર નથી. હું મારા ભાઈ અને માતા-પિતાને ખૂબ પ્રેમ કરું છું. મારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો ન થાય, આ મારી છેલ્લી ઈચ્છા છે. મારા પરિવારના સભ્યોને આ પત્ર અવશ્ય વાંચવો. મમ્મી હું જાઉં છું… નાના ભાઈ માટે લખ્યું કે, હું પાછો આવીશ ભાઈ….

તમે બહુ મોટા માણસ બનો, આ મારી ઈચ્છા છે. તમે છેલ્લી વાર હસીને મારા શરીર પર એક નજર નાખજો. હું જીવનની લડાઈ હારી ગયો છું. મહેરબાની કરીને મારા પરિવારના સભ્યોને આ નોટ બતાવજો. સુસાઈડ નોટમાં તેણે એમ પણ લખ્યું છે કે મૃત્યુ બાદ લોન ભરપાઈ કરવાની કોઈ જરૂર નથી.

તેથી મારા પરિવારના કોઈ સભ્યએ લોનના હપ્તા જમા કરાવવા નહીં. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પાડોશીઓના કહેવા પ્રમાણે, અમિતનું વર્તન દરેક સાથે ખૂબ જ સારું હતું અને આજુબાજુમાં કોઈની સાથે કોઈ વિવાદ ન હતો. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *