Breaking News

પત્ની અને સાસરીયાના લોકોથી કંટાળીને યુવકે વિડીયો બનાવીને કરી લીધો આપઘાત, વિડીયોના શબ્દો સાંભળીને ભલભલાના કાળજા ફફડી ઉઠ્યા..!

કોઈ વ્યક્તિ હેરાનગતીથી કંટાળી જતો હોય છે, તો કોઈ વ્યક્તિ આર્થિક રીતે સંકડામણમાં આવી જવાને કારણે ઘર ચલાવવાની મુસીબતોથી કંટાળી જાય છે. આ તમામ મુશ્કેલીઓને અંતે કોઈ ઉપાય ન મળતા ઘણા બધા યુવક યુવતીઓ આપઘાત કરી અને જીવન ટૂંકુ કરી દેતા હોય છે..

અત્યારે એક ખૂબ જ ચોંકાવનારા કારણથી યુવકે રડતા રડતા એક વિડીયો બનાવ્યો છે. અને ત્યારબાદનો પગલું ભરી લીધું છે. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. અહીં ગોળાના મંદિર વિસ્તાર પાસે એક યુવક રખડાઈ ગયેલી હાલતમાં રસ્તા પરથી મળી આવ્યો હતો. જ્યારે આસપાસના લોકોએ આ યુવકને જોયો ત્યારે તાત્કાલિક ધોરણે 108ને ફોન કરીને બોલાવી હતી..

અને તેને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા, કારણ કે આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેની હાલત ખૂબ જ ગંભીર હતી તરત જ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની અંદર યુવકની સારવાર કરી દેવામાં આવી હતી. આ યુવકનું નામ સોનું બાથમ હોવાનું સામે આવ્યું છે. જે વિસ્તારના કુંભારપુરા એરિયામાં રહે છે..

આ યુવકે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાંથી રડતા બોલી રહ્યો હતો કે, મારી પત્ની કાન્તા અને તેના માતા પિતાએ અમારા પરિવારજનોને એ ખોટા કેસની અંદર ફસાવી દીધા છે. તેઓએ પોલીસ અધિકારીઓને રિશ્વત આપીને મારી બધી જ સુનવણી અટકાવી દીધી છે..

તેઓ મારા ઘરે આવીને મારા માતા-પિતાને ધમકાવે છે, અને અમારું જીવવાનું મુશ્કેલ બનાવી દીધું છે. મારી પત્ની કાન્તાએ મારા બાળકો તેમજ મારા માતા-પિતાની જિંદગી ખરાબ કરી નાખી છે. અને આ તમામ ઘટના તેમજ તેમની મોતની પાછળના જવાબદાર વ્યક્તિ તેમની પત્ની કાન્તા અને તેની માતા તેમજ તેના પિતા છે..

એમ કહીને તેને રડતા રડતા જેરી દવા પીઈને આપઘાત કરી લીધો હતો. ત્યાં રસ્તા પર જ તરફડિયા લગાવી દેતા ત્યાં ઢળી પડ્યો અને રાહદારીઓ એ તેનો જીવ બચાવવા માટેની મદદ કરી હતી. તેને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યો એટલા માટે તેનો જીવ સદનસીબે બચી ગયો છે..

જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં થઈ જશે, ત્યારબાદ તેની પૂછપરછની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. આ ઘટનાને લઇ કાન્તા તેમજ તેના માતા પિતા ખૂબ જ ફફડી ગયા છે. કારણ કે હવે તેમને સમજ પડી ચૂકી છે કે, તેમની આ હેરાનગતિથી સોનુએ આપઘાત કરી લીધો છે. જુઓ આ ઘટનાની આગળની કાર્યવાહી થશે તો..

જવાબદાર વ્યક્તિ તરીકે તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. એટલા માટે હવે તેઓ સોનુંના પરિવારજનો સામે રજૂ થઈને તેમની માફી માંગવા લાગ્યા છે. દીન પ્રતિ દિન આપઘાતના કિસ્સાઓ ખૂબ જ વધવા લાગ્યા છે, જે દરેક લોકો માટે પ્રશ્ન સાબિત થયો છે..

જિંદગી કંટાળી જઈને મોતને વહાલું કરનાર આ વ્યક્તિઓ એવો તો કયા મામલાની અંદર ફસાઈ ગયા હશે કે, અંતે તેઓ પોતાનો જીવ આપી દેવા માટે પણ મજબૂર બની જતા હોય છે. હાલ પોલીસે આ ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *