Breaking News

પતિની મારઝુડ અને ત્રાસથી કંટાળીને પરણીતાએ 10 મહિનાની બાળકીને નોધારી મૂકી ઝેરી ટીકડા પીઈને કર્યો આપઘાત, ઓમ શાંતિ..!

જુદી-જુદી બાબતોને લઈને આપઘાત કરવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. જેમાં ખુબ જ ચોંકાવનારો બનાવ ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. તો બીજી બાજુ સાસરિયા વાળા ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. હકીકતમાં બનાવ મહેસાણા તાલુકાના ધોળાસણ ગામમાં સામે આવ્યો છે.

ધોળાસણ ગામમાં રહેતા આનંદભાઈ દશરથભાઈ રાવળના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા રાંધેજા ગામમાં રેહતી 28 વર્ષની દક્ષિણા નામની યુવતી સાથે થયા હતા. શરૂઆતમાં તો લગ્નજીવન ખૂબ સરસ ચાલી રહ્યું હતું. આ લગ્નજીવન દરમ્યાન તેમને એક બાળકીનો જન્મ પણ આપ્યો હતો..

પરંતુ બાળકીના જન્મ બાદ આ પરણિતાને તેનાં સાસરિયાં આ લોકો ઘર કામના બહાને જુદી જુદી રીતે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. તેમજ ત્રાસ આપીને મારઝુડ કરતા હતા. તેનો પતિ એટલો બધો ત્રાસ ગુજારતો હતો કે, તે તેની પત્નીને મારઝૂડ કરવા લાગ્યો હતો. અને જુદી-જુદી બાબતોને લઈને ત્રાસ આપતો હતો.

પરણીતા પોતાની ૧૦ મહિનાની બાળકીનો ઉછેર કરવાની સાથે સાથે પરિવારના તમામ સભ્યોને ખૂબ જ ધ્યાન રાખતી હતી. પરંતુ પરિવારના દરેક સભ્યો તેને ખૂબ જ ત્રાસ પહોચાડતા હતા અને મહેણાં ટોણા મારતા હતા. આ તમામ બાબતોથી કંટાળી જઈને એક દિવસ આ પરણીતાએ તેના ઘરમાં પડેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને આપઘાત કરી લીધો હતો..

તેની તબિયત લથડતાની સાથે જ તેના પરિવારજનો તેને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે દક્ષિણાના માતા-પિતાને જાણ થઈ કે તેમની દીકરીએ દવા પી લીધી છે. અને તેને હાલ મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે..

ત્યારે તેઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ તેના માતા-પિતા ત્યાં પહોંચે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. સાસરીયા વાળાને જાણ થઈ કે તેમની પુત્રવધૂ મૃત્યુ થયું છે. ત્યારે સૌ કોઈ લોકો એકબીજા પર દોષનો ટોપલો ફેરવવા લાગ્યા હતા. તો બીજી બાજુ પરિણીતાનો પતિ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો..

એક બાજુ તેની દસ મહિનાની દીકરી રડી રહી હતી. તો બીજી બાજુ સાસરિયા પક્ષના લોકો છટકબારીઓ રસ્તો શોધી રહ્યા હતા. જ્યારે પરણિતાના માતા-પિતા ઉપર આફતોના વાદળ ફાટી નીકળ્યા હતા. તેઓએ લાણધજ પોલીસ સ્ટેશનમાં આનંદભાઈ દશરથભાઈ રાવળ, તેમજ દશરથભાઇ સુંધાભાઈ રાવળ અને પુજાબેન રાવળ એટલે કે તેમની દિકરીના પતી તેમજ સાસુ-સસરા સામે શારીરિક અને માનસિક ત્રાસ પહોચાડવાની તેમજ આત્મહત્યા તરફ પ્રેરવાની ઘટનામાં ગુનો નોંધાવ્યો છે.

પરિણીતાનું મૃત્યુ થતાં તેના દસ મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં ગુમાવી દીધી છે. હવે આ બાળકીને કોણ રાખશે..? અને કોણ તેને પાલન પોષણ કરીને મોટી કરશે..? આ બાબતને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી બાજુ પરિણીતાનો પતિ હજુ સુધી પણ પોલીસના હાથમાં આવ્યો નથી..

તેમની સામે મહેસાણા પોલીસે જરૂરી તજવીજ હાથ ધરી છે. પુત્રવધૂને હેરાનગતિ પહોંચાડવા જ પુત્રવધૂએ આપઘાત કરી લીધો છે. આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર ખુબ જ દુઃખી થયો છે. જ્યારે સાસરિયા વાળા લોકોના ડોળા ફાટી નીકળ્યા છે અને પરિવારની ચિંતાને લઈને હાફળા ફાફળા થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *