આજકાલ ઘરેલું કંકાસના મામલા ખૂબ જ વધવા લાગ્યા છે. નાની નાની બાબતોને લઈને પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ થવા લાગે છે. એમાં પણ જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એકને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ રહેલો હોય તો આ ઝઘડો ક્યાં જઈને ઉભો રહે છે. તે નક્કી હોતું નથી. અને આવા ઝઘડાઓમાં તો કેટલાય વ્યક્તિઓ આપઘાત કરી લેતા હોય છે..
ઘરેલું મામલામાં આપઘાત કરવાના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. આજે વધુ એક ખૂબ જ ગંભીર મામલો અમદાવાદ ઇસનપુર માંથી સામે આવ્યો છે. ઇસનપુર વિસ્તારમાં ભાડવાત નગર પાસે એક એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં 26 વર્ષની એક મહિલા અને તેનો પતિ રહે છે. મહિલા મૂળ રાયપુરની છે.
તેનો પતિ એક વાળંદની દુકાનમાં નોકરી કરે છે. જ્યાં તેની સાથે એક છોકરી પણ નોકરી કરતી હતી. આ મહિલાને શક હતો કે વાળદની દુકાને નોકરી કરતી આ યુવતી તેના પતિ સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. એટલા માટે તે અવારનવાર તેના પતિ વિશે પૂછવા લાગી હતી. કે તેનો પતિ શું તેની સાથે વાત કરી રહ્યો છે કે નહીં..?
એક દિવસ પતિ અને પત્ની બંને પોતાના ઘરે બેઠા હતા. એવામાં વાળદની દુકાન પર કામ કરતી યુવતી તેમના ઘરે આવી પહોંચી હતી. અને જોર જોરથી બૂમો પાડીને ગાળાગાળી કરવા લાગી હતી. અને મહિલાને કહેતી હતી કે, તું વારંવાર તારા પતિની પૂછપરછ મારી પાસેથી શા માટે કરે છે..?
તારા પતિ અને મારા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી છતાં પણ તું મને શા માટે વારંવાર પૂછ પૂછ કરે છે. આ યુવતી એટલી બધી લાલઘૂમ થઇ ગઈ હતી કે તેણે આ મહિલાનો હાથ ખેંચીને તેને નીચે પાડી દીધી હતી. અને તેને વારંવાર લાફા મારવા લાગી હતી. અને જોર જોરથી બોલતી હતી કે તને તારા પતિ સાથે હું નહીં રહેવા દવ અને તારું ઘર પણ વસવા નહીં દઉં..
તારી તમામ મિલકતોની વેચી મારીને તને રસ્તે રખડતી કરી દઈશ. આ પ્રકારની ધમકી મળતાની સાથે જ મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. આ યુવતીને સમજાવવા માટે મહિલાનો પતિ વચ્ચે આવ્યો હતો. પરંતુ આ યુવતી એટલી બધી ગુસ્સે ભરાઈ ગઈ હતી કે તેણે પતિને પણ ગાળો આપી દીધી હતી.
જો જોતામાં તો આટલો મોટો હંગામો મચાવી દીધો હતો કે આસપાસના સૌ કોઈ લોકો દોડી આવ્યા હતા. તેવામાં મકાન માલિક પણ ત્યાં દોડી આવ્યા અને આ મહિલાને સમજાવીને ત્યાંથી ભગાડી મુકી હતી. નજીવી બાબતોને લઇને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે. જેમાં મહિલા સામે ધમકી આપવાનો અને અન્ય કોઇ વ્યક્તિના ઘરે જઈને ગાળાગાળી કરવાનો તેમજ ન બોલવાના શબ્દો બોલવા નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ આસપાસના રહીશો પણ ખળભળાટ મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]