પતિ-પત્નીનું કોર્ટમાં સમાધાન થયા બાદ પત્ની બહાર નીકળતા જ પતિએ ધડ વાઢી નાખ્યું, ચીસો પાડતા બાળકોને પણ ન છોડ્યા..!

બે દિવસમાં ઘણા બધા એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા હોય છે કે, પતિ પત્નીના ઝઘડા માંથી એકબીજાના મૃત્યુ પણ થતા હોય છે. અથવા તો એકબીજાના પર શંકા હોવાના કારણે પણ એકબીજાના મૃત્યુ કરી દેતા હોય છે. તો ઘણી બધી વખત એકબીજા પર કેસ કરી દેતા હોય છે. અને આખરે નિર્ણય આવે તે પહેલા એકબીજાના મૃત્યુ કરી દેવામાં આવ્યા હોય છે..

જ્યારે આવો બે દિવસમાં કર્ણાટકના હસન જિલ્લામાં એક વ્યક્તિએ કર્યું હતું. આ વ્યક્તિએ કોર્ટ પરિસરમાં પોતાની જ પત્નીની હ.ત્યા કરી નાખી હતી. આ ઘટના ફેમિલી કોર્ટમાં બની હતી. જેમાં બંનેને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ચૈત્રાના લગ્ન સાત વર્ષ પહેલા શિવકુમાર સાથે થયા હતા..

પરંતુ બંને વચ્ચે ઝઘડો ચાલ્યો હતો. તેના કારણે બંને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે શનિવારે બંનેને સમાધાન માટે બોલાવ્યા હતા. પરંતુ ત્યાં જ આ ઘટના બની હતી. ઘટનાને થોડા મિનિટ અગાઉ જ આ દંપતી પોતાના મતભેદોને દૂર કરીને ફરી એક થવા માટે રાજી થઈ ગયા હતા. બંનેનું હસન જિલ્લાના કોર્ટમાં એક કલાક માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું..

ત્યાર બાદ ચૈત્રા બહાર નીકળી ત્યારે શિવકુમારે તેને મારી નાખવાના પ્રયત્નો કર્યા અને ગળા પર ધારદાર સાધન ફેરવી દીધું હતું. જેના કારણે તેને વધુ લોહી વહી ગયું આટલું નહીં ચૈત્રાની સાથે આવેલા તેમના બાળક ઉપર પણ હુમલો કરાયો હતો. જો કે તેને આસપાસના લોકોએ બચાવી લીધા હતા..

પરંતુ ચૈત્રાને બચાવી શક્યા નહીં. ચૈત્રાને ઇજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનો મોત થયું હતું. શિવકુમારે ઘટના સ્થળેથી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં હાજર રહેલા લોકોએ તેને દબોચી લીધો હતો. શિવકુમાર પર પોલીસે કેસ દાખલ કર્યો છે..

હસનના એક વરિષ્ઠ અધિકારી હરિરામ શંકરએ જણાવ્યું હતું કે, આ ઘટના કોર્ટના પરિસરમાં બની હતી. તેને પકડીને તેની પાસે રહેલા હથિયારને કબજે કરી લેવામાં આવ્યું છે. સાથે એ પણ તપાસ ચાલી રહી છે કે, કાઉન્સેલિંગ બાદ શું થયું હતું. કોર્ટમાં તે હથિયાર લઈને કઈ રીતે દાખલ થયો આ તમામ વિશેની માહિતી માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment