સામાન્ય રીતે ઘર ચલાવવા માટે પતિ અને પત્ની બંને હળી મળીને કામ ધંધો કરતા હોય છે. પતિ અને પત્ની બંનેના મન સારી રીતે મળતા હોય તો પરિવાર ખૂબ સારી રીતે ચાલતો હોય છે. પરંતુ જો બેમાંથી કોઇ એકનું મન ડગમગી જતું હોય તો પરિવાર વિખેરાઈ જતું હોય છે. હાલ એક મહિલાનું મન ડગી જતાં તેણે પોતાના જ પતિની હત્યા કરી નાખી છે.
આ મામલો બિહાર રાજ્યનો છે. રાજ્યના મસુઢી જિલ્લામાં કાશ્મીરગંજ ગલી આવેલી છે. જેમાં રેહતી રેખા કુમારી નામની મહિલાના લગ્ન આજથી 22 વર્ષ પહેલા અજય ગીરી નામના યુવક સાથે થયા હતા. આ અજયગીરી દિવસ-રાત મહેનત કરીને તેની પત્નીના તમામ શોખને પૂર્ણ કરતો હતો..
તેમજ તેના બંને બાળકોને સારી રીતે ભણાવી ગણાવીને સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બંનેના લગ્નજીવનના 22 વર્ષ પૂર્ણ થઇ ગયા હતા છતાં પણ અજય ગીરીની પત્ની રેખા અજય ગીરી સાથે ખુશના હોવાથી અન્ય યુવક સાથે સંબંધો બાંધવા માટે વલખા મારી રહી હતી.
મસુઢી જિલ્લામાં રિક્ષા ચલાવતા એક ડ્રાઈવરના સંપર્કમાં આવી હતી. આ ડ્રાઈવરનું નામ નવસાદ હતું. રેખાને નવસાદ બંને ધીમે ધીમે વાતચીત કરવા લાગ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. એ સમય દરમિયાન રેખા એક પણ વાર તેના બંને બાળકો અને તેના પતિ નો વિચાર કર્યો હતો નહીં અને થોડા જ દિવસોની અંદર અંદર તેણે નવસાદ સાથે દાનાપુર કોર્ટમાં કોર્ટ મેરેજ કરી લીધા હતા..
આ બાબતની જાણ એક દિવસ અજય ગીરીને થઈ હતી એટલા માટે તેણે તેની પત્ની રેખાને કહ્યું હતું કે, તું મને છૂટાછેડા આપ્યા વગર અન્ય કોઈ યુવક સાથે કેવી રીતે લગ્ન કરી શકે. તે આપણા બાળકો નો વિચાર કર્યો નથી. એટલા માટે તે વારંવાર રેખાને તેના નવા પ્રેમી નવસાદ સાથે જુદા થઈ જવા માટે કહેતો હતો..
પરંતુ રેખા કોઈ પણ વાતને મનમાં લેવા માટે તૈયાર થતી નથી. અને અજય ગીરી સાથે વારંવાર ઝઘડો કરવા લાગી હતી. એક દિવસ રોજ-રોજની માથાકુટથી કંટાળી ને અજય ગીરીએ પોતાની પત્ની રેખાને ઢોર માર મારવાની શરૂઆત કરી દીધી હતી. અને રેખાએ તેના નવા પ્રેમી નવસાદ ને પોતાના ઘરે બોલાવી લીધો હતો.
અને તેની સાથે મળીને તેના પતિ અજય ગીરી ની હત્યા કરી નાખી હતી. આટલું નહિ અજય ગીરીની પત્ની રેખા આટલી બધી ચાલાક હતી કે તે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને પોલીસને જણાવ્યું કે તેના પતિ અજય ગીરી કોઈ અજાણ્યા યુવકે હત્યા કરી નાખી છે. પરંતુ પોલીસને રેખાની વાતમાં શંકા ગઈ હતી. એટલા માટે તેણે ગામજનો પૂછતાછ શરૂ કરી હતી..
પૂછતાછ કરતાં જણાયું કે રેખાનું ચારિત્ર્ય એકદમ ખરાબ હતું. તે ઘણા બધા યુવકો સાથે પ્રેમ ભરી હરકતો કરતી હતી. જેની જાણ સમગ્ર ગામને હતી. આ ઉપરાંત રેખાના એક દીકરાની હત્યા પણ થોડા સમય પહેલા થઇ ચૂકી હતી. એવામાં પોલીસે રેખા અને તેના પ્રેમી નવસાદ બંનેને પકડી પાડયા હતા અને બંનેને કડક પૂછતાછ કરતાં જણાયું કે એ બંને એક જ અજયગીરીની હત્યા કરી નાંખી છે..
આ સાથે સાથે તેઓના ઘર પાછળથી હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ મળી આવ્યું હતું. અને એક ચાકુથી અજયની હત્યા કરવામાં આવી હતી. બિચારો પતિ પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસ-રાત મજૂરી કરતો હતો. અને તેની નરાધમ પત્ની પોતાના પ્રેમી સાથે રોજ રંગરેલિયા મનાવતી હતી. પત્નીની આ હરકતોને કારણે આજે એક પરિવાર વેરવિખેર થઈ ગયો છે. રેખા અને તેના પ્રેમી નવસાદ બંનેને સજા આપવામાં આવી છે. જ્યારે તેમના બન્ને બાળકો નિરાધાર બની ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]