Breaking News

પતિ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો અને દ્રશ્ય જોતા જ ચમચમી ઉઠ્યો, પત્નીની રંગીન હરકતો જોઈને ડોળા ફાટી ગયા..!

ક્યારે વિચાર્યા પણ નહીં હોય તેવા સંબંધો આજકાલ એકબીજા વ્યક્તિનું દિલ તોડવા લાગ્યા છે. દિન પ્રતિ દિન ખૂબ જ ચોંકાવનારા અને સાંભળતા જ મગજમાં તમર ચડાવી દે તેવા બનાવો હવે સામે આવવા લાગ્યા છે. વલસાડ જિલ્લાના સેલવાસના દાદરા ખાતે વધુ એક આ પ્રકારનો બનાવ બની ગયો છે..

જેમાં એક પતિના ધબકારા અચાનક જ વધી ગયા છે. કારણ કે તેણે તેની પત્નીને ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ લીધી હતી. દાદરા ખાતે ના એપલ બહાર નજીક વિજયભાઈ ની ચાલમાં ભાઉસિંગ નામનો વ્યક્તિ પોતાની પત્ની મમતા સાથે રહેતો હતો. તેની ઉંમર ૩૪ વર્ષની છે. અને તે બે મહિના પહેલા બારડોલીના એક દારૂના ગુનામાં પકડાયો હતો.

તેની સામે કેસ નોંધાયો અને ત્યારબાદ તેને લાજપોરની જેલમાં સજા કાપવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. એ દરમિયાન તેની પત્ની મમતા ખૂબ જ એકલી હતી. ભાવુસિંગ તેના મિત્ર ચેતન પ્રજાપતિને તેની પત્નીની સાર સંભાળ રાખવા માટે કહ્યું હતું અને જરૂર પડે ત્યાં ઢાલ બનીને ઉભો રહે છે તેવું જણાવ્યું હતું..

પરંતુ ચેતન પ્રજાપતિએ ભાઉસિંગની પત્ની મમતા ઉપર દાનત બગાડીને ન કરવાના કાંડ કરી નાખ્યા છે. જ્યારથી ભાઉસિંગ જેલમાં ગયો હતો ત્યારથી જ ભાવસિંગનો ખાસ મિત્ર ચેતન પ્રજાપતિ તેના મિત્રની પત્ની મમતા ઉપર દાનત બગાડવા લાગ્યો અને મમતાને ધીમે ધીમે વિશ્વાસમાં લઈ તેની સાથે નજીક આવી રહેવા લાગ્યો હતો..

તે મમતાને સેલવાસથી ઓરવાડ ખાતે લઈ ગયો હતો. અને ત્યાં ખુશાલભાઈની ચાલમાં તેની સાથે રહેવા લાગ્યો હતો. મમતાએ પણ કશું વિચાર્યું નહીં કે, તેનો પતિ જેલમાં છે.. અને તે પરત આવીને જોશે તો તે શું વિચારશે અને તેને કેવું લાગશે.. તે આ બધી જ બાબતો ભૂલાવી દઈને ચેતન પ્રજાપતિ સાથે રહેવા લાગી હતી..

જ્યારે ભાવસિંગ જેલમાંથી છૂટ્યો અને પોતાના ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકોએ જણાવ્યું કે, તે ચેતન પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે ઓરવાડમાં રહેવા માટે ચાલી ગઈ છે. રાત્રિના સમયે તે ઓરવાડ પહોંચ્યો અને ત્યાં ચેતન પ્રજાપતિ પણ આવી પહોંચ્યો હતો. તેણે મમતાને કહ્યું કે ચાલ આપણે આપણી રૂમમાં સૂઈ જઈએ..

ત્યારે ભાઉસિંગે કહ્યું કે, તું શા માટે મારી પત્ની સાથે સુવે છે. ભાઉસિંગને કંઈક ને કંઈક ચેતનના આડ સંબંધીની શંકા જવા લાગી હતી. તેણે તેની પત્નીને ચેતન સાથે ખૂબ જ ખરાબ હાલતમાં પણ જોઈ લીધી હતી. જેના કારણે ચેતન અને ભાવસિંગ બંને મિત્રો વચ્ચે ખૂબ જ ઉગ્ર ચાલી થઈ ગઈ અને તેમની મિત્રતા દુશ્મનીમાં પરિવર્તન પામી હતી..

જ્યાં તેણે રૂમમાં પડેલા લાકડાને લઈને ભાઉસિંગને ઢોર માર માર્યો હતો. જેના કારણે ભાઉસીંગ લોહી લુહાણ થઈ ગયો અને તે જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી નીકળ્યો હતો. તો બીજી બાજુ ચેતન તેના મિત્રની પત્ની મમતાને લઈને ઘરેથી નીકળી ગયો હતો. છેલ્લે તે વાપી રેલવે સ્ટેશન આગળ એક કારમાંથી ઉતરતો નજરે ચડે છે કે, તાત્કાલિક પોલીસ સ્ટેશન એ હાજર થઈ ચેતન પ્રજાપતિ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે..

પોલીસે પણ સીસીટીવી કેમેરા ની મદદથી જરૂરી કામગીરી હાથ ધરી છે. તેમજ ભાઉસિંગ ઘાયલ થતા તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ફેકચર જેવી નાની મોટી ઈજા પહોંચી છે. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેનો ખાસ મિત્ર જ તેની સાથે દગો કરી બેસશે..

અને તેની પત્નીને ભગાવીને લઈ જશે. આ ઉપરાંત તેની પત્ની સાથે રંગીન પળો પણ માણતો નજરે ચડશે હકીકતમાં કોઈ પણ વ્યક્તિ એ પોતાની પત્નીને આવી હાલતમાં જોવી સહેલું નથી. આ તમામ બાબતોને લઈને ભાવના ધબકારા ખૂબ જ વધી ગયા હતા. કારણ કે તેને તેના સગા મિત્રએ જ દગો આપ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *