Breaking News

પતિએ પિયર જવાની ના પાડતા પત્નીએ ભરી લીધું આ અંતિમ પગલું અને સાસરીયાઓને આવ્યો પછતાવાનો વારો.. વાંચો..!

પતિ અને પત્નીના સબંધોને લજવે તેવા અનેક કિસ્સાઓ છાશવારે બનતા હોઈ છે. અમુક પરિવારમાં પોતાની વાત પર અડગ રેહવાને કારણે પણ વધારે ઝગડાઓ થતા હોઈ છે. જયારે અમુક પરીવારોમાં સંપતિ અને રેહણી-કેણીને કારણે પણ બોલાચાલીઓ થતી હોઈ છે. પરતું આ તમામ ઝગડાઓ ક્યાંકને ક્યાંક લોકોને અંતિમ પગલું ભરવા પર મજબુર કરી દે છે..

જે બિલકુલ ખોટું છે. આપઘાત કરીને જીવનલીલા સંકેલી લેવી તે યોગ્ય નથી. હાલ ખુબ જ ચોંકાવનારો એક બનાવ શિકોહાબાદ વિસ્તારના ઓમનગરમાંથી સામે આવ્યો છે. ત્યાં વેદમતી નામની મહિલા પોતાના પરિવારજનો સાથે રેહતી હતી. તે તેના પતિ સાથે માત્ર 15 દિવસ પહેલા જ પિયરમાં એક મુંડન કાર્યકર્મમાં હાજરી આપવા માટે ગઈ હતી..

તેને પિયરમાં રેહવું ખુબ જ ગમતું હતું. તે વારંવાર પિયરમાં જવાની જીદ પકડતી હતી. પરતું તેનો પતિ રાકેશ વારંવાર તેને સમજાવતો અને કેહતો કે વારંવાર થોડા થોડા દિવસે પિયરે ન જવું જોઈએ, સાસરીયે મન લગાવીને સૌ કોઈ લોકો સાથે હળીમળીને રેહવું જોઈએ. વેદમતી આટલું સાંભળતા જ તેના પતિ સાથે ઝગડો કરી બેસી હતી..

બંને વ્યક્તિ ખુબ જ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા અને પત્ની તેના પિયરે જવાની જીદે ચડી હતી. પતિએ વધુ એક વખત સમજાવી હતી કે આપડે ભાડાના મકાનમાં રહીએ છીએ આપડે જેમ બને તેમ પૈસા બચાવીને આવનારા ભવિષ્યની તૈયારીઓ કરવાની છે, તું વધારે ખર્ચ ન કરાવ અને પરિવાર સાથે શાંતિ થી રહે..

પરતું તેની પત્ની કોઈ કાળે માનવા માટે તૈયાર જ ન હતી. અને એક દિવસ પતિ કામ પર ગયા બાદ પત્નીએ સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે આસપાસના લોકોએ પતિ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પંખા પરથી નીચે ઉતારી હતી.

તેને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ પણ તેની તપાસ કરી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું. પતિએ પત્નીને  પિયરે જવાની મનાઈ કરતાં તેણે આકરું પગલું ભર્યું હતું. પત્નીએ ગળામાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પત્નીના આ પગલાએ પતિને હચમચાવી નાખ્યો.

હવે પતિને પોતાના કાર્ય પર પસ્તાવો થઈ રહ્યો છે. પતિ ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. પતિએ તેની પત્નીને સારી રીતે સમજાવાની કોશિશ કરી હતી. પરતું પત્નીએ આપઘાત કરી લેતા હવે સગા વ્હાલાઓ પતિ અને સાસરીયાનો વાંક કાઢી રહ્યા છે. તો સાસુ અને સસરા પોતાની પુત્રવધુના નિધનને લઈને પછતાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *