Breaking News

પતિએ જાહેર ચોકમાં લોકો વચ્ચે તેની પત્નીને ચપ્પુના ઘા માર્યા, કારણ છે હચમચાવી દેવું, ભગવાન આવું કોઈ સાથે ન થવા દે.. વાંચો..!

ઘરેલું કિસ્સાઓ નાની નાની બાબતોમાંથી જન્મ લેતા હોય છે. અને અંતે તેઓ હત્યા જેવા મોટા પરિણામો સાબિત કરવા પર મજબુર કરી બેસે છે. હકીકતમાં આજકાલ ઘરેલુ કંકાસમાં ઘણા લોકો એક બીજા ઉપર હુમલો કરી દેતા હોય છે. કોઈપણ પ્રકારના સંબંધો રાખ્યા વગર એકબીજા ઉપર જીવલેણ હુમલા કરીને બદલાની ભાવનાને સંતોષ હોય છે..

જે ખરેખર ખુબ જ ખોટું છે. હાલ આ પ્રકારનો જ એક કિસ્સો અમદાવાદના ઓઢવમાંથી સામે આવ્યો છે. હકીકતના મહેસાણાના વિસનગરમાં રહેતા ભારતીબેનના લગ્ન અમદાવાદના ઓઢવમાં રહેતા ડાયાભાઈ પરમાર નામના યુવક સાથે થયા હતા. લગ્નજીવનના 22 વર્ષ વીતી ચુક્યા હતા..

આ લગ્નજીવન ખૂબ સુખી રીતે ચાલી રહ્યું હતું. અને આ લગ્નજીવન દરમિયાન તેઓને એક દીકરી અને એક દિકરાનો જન્મ પણ થયો હતો. પરંતુ આજથી દસ વર્ષ પહેલાં ભારતીબેનને તેના સાસરીના લોકો અને તેનો પતિ ખૂબ જ હેરાનગતી પહોંચાડતા હતા. વાતે વાતે ટોણા અને ગાળો આપતા હતા..

પોતાના નાના બાળકોના ભવિષ્ય ન બગડે એટલા માટે ભારતી બહેને તેના પતિથી છૂટાછેડા લઈને અલગ રહેવાનું નક્કી કર્યું હતું. હાલ તેઓ ટુથપેસ્ટ પેકિંગ કરવાની કંપનીમાં કામ કરી રહ્યા છે. અને પોતાના બાળકોને ભણાવી ગણાવીને સધ્ધર બનાવી રહ્યા છે. પરંતુ છુટાછેડા લીધા બાદ પણ તેના સાસરિયાઓ તેઓને ખૂબ જ હેરાન કરતા હતા..

એટલા માટે જ એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી છતાં પણ તેના સાસરિયા વાળા આ બાબતને લઈને સુધર્યા ન હતા અને અવારનવાર ભારતીબેન ને હેરાન ગતિ પહોંચાડવા માટે પહોંચી જતા હતા. એક દિવસ ભારતીબેન સરકારી રીતે તેઓના સાસરીયાવાળાને મેથીપાક ચખાડવાનું નક્કી કર્યું હતું..

એટલા માટે તેઓએ તેમના સાસરિયા વાળા સામે કોર્ટમાં કેસ કર્યો હતો. એટલા માટે ભારતીબહેન અને તેના પતિ ડાહ્યાભાઈ ચપ્પુના ઘા મારીને જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સદનસીબે ભારતીય બહેનો જીવ બચી જતા તેનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. અને ફરી એકવાર થોડા દિવસ પહેલા ભારતીબેન સવાર સવારમાં પોતાની નોકરી પર જતા હતા..

એ સમય દરમ્યાન બસ સ્ટેશન પાસે ભારતીબેન ને તેના પતિ ડાહ્યાભાઈએ ઊભા રાખ્યા હતા. અને જણાવ્યું હતું કે મારે તારી સાથે વાતચીત કરવી છે. પરંતુ ભારતીય બહેને કહ્યું હતું કે વાતચીત કરવી હોય તો કોર્ટ ની મુદત પર આવી જજો અને કોર્ટમાં વાતચીત કરી લેજો..

આ સાંભળતાની સાથે જ તેના પતિ ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા. અને પોતાના ખિસ્સામાંથી ધારદાર ચક્કુ કાઢ્યું હતું. અને ભારતીબેન ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલાના પગલે ભારતીબેન ઘવાઈ ગયા હતા. અને જોરથી બુમ કરવા લાગ્યા હતા એટલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા..

અને તેના પતિના હાથમાંથી ચપુ પણ મુકાવી લીધું હતું. છતાં પણ તેનો પતિ જોર જોર થી બોલી રહ્યો હતો કે તું મારી સાથે નહીં આવે તો હું તને મારી નાખીશ ભારતીબહેન ઇજાગ્રસ્ત થયા હતા. એટલા માટે સ્થાનિક લોકોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ભારતી બહેને જીવલેણ હુમલાની વધુ એક ફરિયાદ તેમના પતિ અને સાસરિયા વાળા સામે નોંધાવી દીધી છે. પોલીસ આ ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *