Breaking News

પતિએ કરેલા 50 ફોન પત્નીએ ન ઊંચક્યા અને અંતે 700 કિમી દુર બેઠેલા પતિએ ઘરના CCTV વિડીયો ખોલ્યા અને સામે દેખાયું એવું દ્રશ્ય કે જોતા જ હોશ ઉડી ગયા..!

જીવનમાં કોઈને કોઈ વખત વ્યક્તિને ભીંસનો સમય આવી પડતો હોય છે. આ સમયની અંદર મગજ ઉપર એટલું બધું પ્રેશર હોય છે કે, તેને સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકિન બની જાય છે. અને આવી પરિસ્થિતિ અંદર માણસો શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી, ઘણી બધી વાર તો ઘણા પરિવારજનોને ખૂબ જ મોટા પરિણામો પણ ભોગવવાનો વારો આવી જતો હોય છે..

અત્યારે ખૂબ જ હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. આ મામલો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. અહીં એક મહિલા ઇન્ટરિયર ડિઝાઇનર કે જેનું નામ કરુણા શર્મા છે. તે ઇન્દોરમાં રહીને જીવન ગુજારતી હતી. 36 વર્ષની આ કરુણા શર્માના લગ્ન ઉત્તમ શર્મા નામના એક એન્જિનિયર યુવક સાથે થયા હતા..

ઉત્તમ શર્મા તેની દીકરીને લઈને ભીલાઈમાં રહેતો હતો. જ્યારે કરુણા શર્મા કામ કાજ અર્થે ઇન્દોરમાં રહીને જ જીવન ગુજારતી હતી. પતિ અને પત્ની વચ્ચે વારંવાર વાતચીતો થતી હતી, પરંતુ એક દિવસ જ્યારે ઉત્તમ શર્માએ કરુણાને ફોન કર્યો ત્યારે ઘણા બધા ફોન લગાડવા છતાં પણ કરુણાએ એક પણ ફોન ઉચક્યો હતો નહીં.

વારંવાર ફોન કરવાની કોશિશ ઉત્તમ શર્મા કરતો રહ્યો અને કરુણા એક પણ ફોન ઉપાડ્યો નહી, ત્યારે તેને ખૂબ જ ઊંધી શંકા ગઈ હતી. અને તેને તાત્કાલિક ધોરણે પોતાના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા પોતાના મોબાઈલ ફોનથી જોવા લાગ્યો હતો. તે પોતાના ઘરથી 700 કિલોમીટર દૂર હતો..

પરંતુ તેના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું એક્સેસ તેની પાસે હોવાથી તેને પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરા શરૂ કર્યા હતા, જેમાં તેણે જોયું તો તેની પત્ની કરુણા લટકી રહી હતી. તેને તાત્કાલિક તેની પડોશમાં રહેતા એક વ્યક્તિને ફોન કર્યો અને પોતાના ઘરે જવા જણાવ્યું હતું..

જ્યારે પડોશી કરુણાના ઘરે ગયા ત્યારે કરુણાએ દરવાજો ખોલ્યો નહીં દરવાજો તોડીને અંદર જોયા ત્યારે જોયું તો કરુણા મૃત્યુ પામી હતી. અને તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધુ હતું. પાડોશીઓએ તાબડતોબ આ મહિલાને બહાર કાઢી હતી. પરંતુ તેને જીવ ગુમાવી દીધો હતો. આ ઘટનાને લઈ તેને મૃતદેહને નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ બનાવની જાણકારી જ્યારે ઉત્તમ શર્માને થઈ ત્યારે તે તો ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો, અને વિચારવા લાગ્યો કે તેની પત્નીને એવું તો શું થયું હશે કે તેણે આપઘાત કરીને હજી પણ ટૂંકાવી દીધો છે. હકીકતમાં કરુણા શર્માએ થોડાક સમય પહેલા અજાણ્યા વ્યક્તિઓ પાસેથી પૈસાની લેતી દેતી કરી હતી..

અને પૈસાના લેવડ-દેવડના મામલાની અંદર તેને ઘણો બધો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત આદિત્ય નામના એક યુવકે તેના ઘરે આવીને તોડફોડ કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ધમકીઓથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને અંતે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..

આ ઘટનાઓ તેણે 7 પન્નાની અંતિમ નોટમાં લખી હતી, આ તમામ બાબતોથી તેનો પતિ અજાણ હતો જ્યારે તેને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તે ખૂબ જ હતાશ થયો હતો. પરંતુ હવે શું કરી શકે કારણ કે હવે તો તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. બિચારો ઉત્તમ શર્મા અને તેની દીકરી કરુણા શર્માના ફોન ઉપાડવાની રાહ જોતા રહ્યા અને કરુણાએ આપઘાત કરી લીધો હતો..

જ્યારે સીસીટીવી વિડીયો ખોલીને જોયું ત્યારે પોલીસ પણ ઝાંખી ઉઠી હતી કે, આખરે આ મહિલાને કેવી રીતે જીગર ચાલી હશે કે, તે પોતે જ  ચૂંદડી લટકાડી રહી છે અને ત્યારબાદ તે પણ પોતે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. આ ખુબ જ ભયંકર મામલો હતો. આ ઉપરાંત જ્યારે આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા ત્યારે સૌ કોઈ લોકો ખુબ જ ચોંકી ઉઠ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *