હાલ એકબીજાની વાતોને સમજ્યા વગર એકબીજા ઉપર ગુસ્સો ઠાલવવાની પ્રક્રિયાઓ વધારે ચાલી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક વહેમીલા પતિએ તેની પત્નીને ચપ્પુના સાત ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ બનાવ બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા છે. ડિંડોલીના દેલાડવા વિસ્તારમાં વૃંદાવન રેસીડેન્સી આવેલું છે.
જેમાં સુરૂભા ધીરુસિંહ ઝાલા તેમની પત્નીના તેમજ તેમના દીકરા વિક્રમ સાથે રહેતા હતા. તેમની પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. સુરુભા પોતે કારખાનું ચલાવે છે.
સુરુભા ઝાલાને તેની પત્ની હંસાબા ઉપર છેલ્લા થોડાક સમયથી કોઈ અન્ય પુરુષ સાથે લગ્નેતર સંબંધનો વહેમ હતો. જેના કારણે બંને વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ઝઘડા ચાલતા હતા. ઝઘડાને લઇને સુરુભા તેમજ તેના પુત્ર વિક્રમ બંનેએ સુરુભાને ઘરની બહાર કાઢી મુક્યા હતા.
રાત્રિના સમય દરમિયાન સુરુભાએ વિક્રમને ફોન કરીને જણાવ્યું હતું કે તેને ઘરે આવું છે. પરંતુ ૧૯ વર્ષના વિક્રમ ના પાડી દીધી બીજા દિવસે સવારમાં સુરૂભા ઘરે આવી પહોંચ્યા હતા. અને તેની પત્ની સામે લડવાનું નાટક કરવા લાગ્યા હતા. જોઈને પત્ની તેમજ વિક્રમ મને એવું લાગ્યું કે હવે સુધરી ગયા છે.
અને હવે ક્યારેય આ પ્રકારની હરકતો નહીં કરે. એટલા માટે તેઓએ તેને ઘરમાં સ્થાન આપ્યું હતું. આ બાબતને લઈને ૧૯ વર્ષનો દિકરો વિક્રમ સવારમાં નાસ્તો લેવા માટે ઘરની બહાર ગયો હતો. જ્યારે તેની બહેન બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. ત્યારે સુરુભાએ બેડરૂમ બંધ કરીને હંસાબાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
આ અગાઉ પણ સુરુભાએ ઝઘડો થતાની સાથે જ તેની પત્નીને હાથમાં તલવારનો ઘા માર્યો હતો. એટલા માટે પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સુરુભા સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે ડિંડોલી પોલીસ સ્ટેશને સુરુભાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હાલ તે જામીન પર છૂટ્યો હતો અને સોશિયલ મીડિયામાં અવનવા મેસેજ કરીને તેની પત્ની વિરુદ્ધ ખરાબ કોમેન્ટ કરતો હતો.
દોઢ મહિના પહેલાં સુરુભા તેના પુત્ર વિક્રમની પાસે જઈને કહ્યું હતું કે તારી મમ્મીને કોઈ બહારના પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે. આ બાબતની જાણ જો સમાજના અન્ય વ્યક્તિઓને થશે તો આપણે ખૂબ જ બદનામી થશે. એટલા માટે તું તારી મમ્મીને મારી નાખજે. હું તને જામીન ઉપર છોડાવી લઈશ..
પરંતુ દીકરો ખૂબ જ સમજદાર હતો તેણે તેના પિતાને જણાવ્યું કે આપણે આ પ્રકારના કામો ન કરાય. આપણે પ્રેમથી વાતચીત કરીને કોઇપણ બાબત નું નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ સુરુભાએ કહ્યું કે વાતચીત કર્યા બાદ પણ પરિસ્થિતિ આવીને આવી જ રહેવાની છે. એના કરતાં તો તારી મમ્મીને મારી નાખ જે..
જોતું નથી મારે તો હું એક દિવસ મારી નાખીશ. હકીકતમાં સુરુભાને તેના મિત્રએ વોટ્સઅપ પર ફોટો મોકલ્યા હતા. એ ફોટોમાં તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે જોવા મળી હતી. આ જોતાની સાથે સુરુભાનો પિત્તો હલી ગયો હતો અને તે તેની પત્ની અને સાથે આ બાબતને લઈને ઝઘડો કરવા લાગ્યો હતો.
અને એક દિવસ આવા ઝઘડાઓ ની અંદર અંદર તેની પત્નીની હત્યા કરી નાંખી છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી વૃંદાવન સોસાયટીમાં રહેતા હતાં તેવું મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની હતા. પત્નીના આડા સંબંધને લઇને સુરુભા છેલ્લા ૨૦ દિવસથી દારૂના નશામાં ઘરે આવીને તેની પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરવા લાગતો હતો. સુરુભા તેની પત્નીની હત્યા કરતાની સાથે જ તેના 19 વર્ષના દીકરાએ પોલીસ સ્ટેશનમાં તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]