Breaking News

પથરી ઠીક કરવા માટે આયુર્વેદમાં નથી આનાથી શ્રેષ્ઠ કોઈ ઈલાજ, જાણી લો એકવાર તેના ઉપયોગની રીત અને પછી જુઓ પરિણામ…

કેટલાક દેશોમાં પથરીના દર્દીઑ ખૂબ વધારે જોવા મળે છે. નાના લોકોને તે સમસ્યા થાય છે. તેનું મુખ્ય કારણ તેમનું મૂત્રાશય નાનું હોય છે. તેથી ક્ષાર વધારે જામી જાય છે. આ સમસ્યા બધા લોકોને થાય છે. તેનું પ્રમાણ વધવાથી તેનાથી પેશાબની તકલીફ થાય છે. તેનાથી શરીરમાં ખૂબ દુખાવો થાય છે. ઉલ્ટી થાય છે. કેટલાક લોકો આળોટવા લાગે છે તેટલો અસહ્ય દુખાવો થાય છે. તે દુખાવો થોડો સમય રહે છે.

તલના ડુંડાની બાળીને તેના ક્ષારને મધ અથવા દૂધ સાથે પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. ઘણી વનસ્પતિના ક્ષાર પીવાથી તે બીમારીમાં રાહત થાય છે. જેમકે કેળ, ખાખરા, જવ વગેરે. શરપંખના પાનનો રસને સાકરમાં નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. તે ઓછી જ્ગ્યાએ જોવા મળે છે. વાયવાર્ણાની છાલનો ઉકાળો પીવાથી તે સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

અશ્વગંધાંનું ચૂર્ણ બનાવીને તેને છાસ સાથે પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. નાળિયેર પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી તેમાં ઝડપથી રાહત મળે છે. મૂળના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે. તેમાં પોટેશિયમ નાઇટ્રેટ નાખીને પીવું જોઈએ. ગોખરુ, સાગનાં બીજ, કાકડીના બીજ, ગળો આ બધી વસ્તુને મિક્સ કરીને તેનો પાવડર કરીને ગરમ પાણીમાં નાખીને તેને પીવું જોઈએ.

લીંબુના રસમાં સિંધવ નમક નાખીને પીવાથી પથરીની બીમારી દૂર થઈ શકે છે. ચીભડાના બીજને વાટીને પાણીમાં નાખીને પીવાથી ફાયદો થાય છે. કાજુને નિયમિત રાખવાથી તે સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ગોખરુ, સાકર, એલચી, શંખજીરુંનું ચૂર્ણ બનાવીને તેને પાણી સાથે પીવાથી તે બીમારી દૂર થાય છે.

જવ પથરીની સમસ્યા દૂર કરવા માટે ખૂબ મહત્વના છે. તેને કારણે આવી જતો સોજો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેનું ચૂર્ણ કરીને તેને પાણીમાં ઉકાળવા માટે મૂકવું જોઈએ. તેમાં થોડું પાણી બચે ત્યાં સુધી ઉકાળીને તેને નિયમિત પીવાથી મૂત્રાશયની પથરીની સમસ્યા દૂર થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

દરરોજ અંજીર ખાવાથી થાય છે આ પાંચ મોટા ફાયદાઓ… ક્યારેય ડોક્ટર પાસે જવું નહી પડે..

અંજીરનું ફળ બહુ ઓછા લોકોએ જોયું હશે, પરંતુ તમે સુકા ફળ તરીકે અંજીર ખાધા હશે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *