પઠાણ ફિલ્મના વિવાદને લઈને રાજભા ગઢવી બાદ માયાભાઈ આહિરે પણ કહી દીધું એવું કે લોકોના ડોળા ફાટેલા રહી ગયા, જાણો એવું તો શું કીધું..?

અત્યારે સમગ્ર દેશમાં રિલીઝ થનારી પઠાણ ફિલ્મને લઈને વિવાદ સર્જાયેલો છે. છેલ્લા ઘણા દિવસથી શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને લઈને ઘણા બધા લોકોએ વિરોધ દર્શાવ્યો છે. જેની અંદર ગુજરાતના લોક કલાકારો અને ગાયક કલાકારો પણ પોતાના નિવેદનો આપીને આ મેદાનમાં આવી ગયા છે..

સમગ્ર દેશના ઘણા બધા લોકો શાહરુખ ખાન તેમજ દીપિકા પદુકોણને આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરવાની માંગણી કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને સૌ કોઈ લોકોની વિચારસરણી જુદી જુદી હોય છે. પરંતુ અત્યારે ડાયરા કલાકાર અને હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહીર આડકતરી રીતે પોતાનું નિવેદન આપી દીધું છે..

આ ઉપરાંત થોડા સમય પહેલા ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ આ ફિલ્મના વિરોધને લઈને ઝાટકણી કાઢતા પોતાનું નિવેદન આપ્યું હતું. હાલમાં માયાભાઈ આહીર ગુજરાતના વાપીમાં એક ડાયરા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર કચ્છી કોયલ તરીકે જાણીતી ગાયિકા ગીતાબેન રબારી પણ જોડાયા હતા..

આ ડાયરાની અંદર ગીતાબેન રબારી સહિત માયાભાઈ આહીર પણ પઠાણ ફિલ્મનો ચાલતા વિવાદોને લઈને નિવેદન આપતા જણાવી દીધું હતું કે, જે સાંભળીને સૌ કોઈના ડોળા ફાટી ગયા છે. ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે, બોલીવુડ વાળા લોકોએ અન્ય લોકોની ધાર્મિક લાગણી તેમજ ભાવનાઓ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..

તો માયાભાઈ આહીર પણ આડકતરી રીતે જણાવી દીધું હતું કે, આ ફિલ્મવાળાએ જોવું જોઈએ કે કયા પ્રકારનું લૂગડું કઈ જગ્યાએ સારું લાગશે અને કઈ જગ્યાએ સારું નહીં લાગે. લોકોની ધાર્મિક લાગણીઓ તેમજ ભાવનાઓ અને આસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. થોડા સમય પહેલા ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ જણાવ્યું હતું કે..

પઠાણ ફિલ્મના રિલીઝ થયેલા બેશરમ રંગ નામના એક ગીતની અંદર ભગવા કલરના કપડાં પહેરીને ફિલ્મની હિરોઈન ખરાબ ડાન્સ કરી રહી છે. જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. એટલા માટે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે તેવી માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ સમગ્ર દેશના ધાર્મિક સંસ્થાનો આ ફિલ્મના વાત વિવાદને લઈને આગળ આવી ગયા છે.

આ ફિલ્મ નવી વાતને લઈને ઘણા બધા મોટા રાજકીય નેતાઓથી માંડીને ધાર્મિક સંત, મહાત્મા અને ગુરુઓ સહિત સૌ કોઈ લોકોએ પોતાના નિવેદન આપ્યા છે. હાલ આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં મુકાઈ ગઈ છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે ફિલ્મ જેવી ચીજ વસ્તુઓ દેશ તેમજ વિશ્વના ઘણા બધા લોકો જુએ છે..

જો ફિલ્મની અંદર કોઈપણ સમાજ ધર્મ કે અન્ય સંગઠનોની સંસ્કૃતિ તેમજ લાગણીઓ દુભાય અને લોકોની ધાર્મિક આસ્થા સાથે છેડછાડ થાય તેને ક્યારેય પણ સહન કરી લેવામાં આવતી નથી. આ ફિલ્મને લઈને દરેક જુદા જુદા વ્યક્તિએ જુદા-જુદા મતભેદ અને તારણો નીકળે છે. આ ફિલ્મનો વિવાદ એટલો જોરથી ચાલી રહ્યો છે કે જેનાથી માહોલ ગરમ થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment