હાલના સમયમાં એવી ઘટના બની રહી છે જેમાં આપણે ક્યારેય પણ વિચાર્યું ન હોય. આપણના આસપાસના વિસ્તારમાં ચોરી, લૂંટ ફાટ, મારામારી અને હત્યા ઘટનાઓ બનતી જોવા મળે છે. તેમજ અકસ્માત જેવી દુર્ઘટનાઓ ને કારણે કેટલાક વ્યક્તિઓના મોત થાય છે. જ્યારે અમુક ઘટનાઓ એવી બને છે કે જે આપણે ક્યારે જોઈ પણ ન હોય અને વિચારી પણ ન હોય.
આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની છે. રાજકોટ જિલ્લામાં ઠેબચડા ગામમાં બની હતી. આ ગામમાં રહેતા લક્ષ્મણ ભાઈ ની વાડી માં કેટલાક મજૂરો કામ કરવા માટે આવ્યા હતા. તેમાં લક્ષ્મણભાઈ ની વાડીમાં એક નવ માસના બાળક સાથે દુર્ઘટના બની હતી. લક્ષ્મણભાઈની વાડીમાં મજૂરી કરતા પરિવારના નવ માસના બાળક સાથે બની હતી.
પરિવાર પોતાના ધંધા રોજગારી સમય અને મોંઘવારી અનુસાર સારા પ્રમાણ માં મળી રહે તેથી તેઓ પોતાના પરિવાર સાથે વાડી નું કામ કરવા માટે આવ્યા હતા. તેઓનું મૂળ વતન તો મધ્યપ્રદેશ છે. તેનું નામ પારસભાઈ વસાવા હતું. તેમની પત્ની અને તેમના બંને બાળકો સાથે તેઓ વાડીમાં રહી ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેને એક દીકરો હતો તેની ઉંમર 9 માસની હતી.
તેનું નામ સાહિલ છે. અને બીજી એક દીકરી છે તેમને બંને સંતાનો માંથી દીકરી મોટી હતી. એક દિવસ માતા-પિતા વાડીમાં કામ કરી રહ્યા હતા. તે સમયે બાળકને ખાટલાના પાયા સાથે કપડું બાંધીને ઘોડિયામાં સુવડાવ્યો હતો ત્યારબાદ પરિવારના લોકો વાડી નું કામ કરવા માટે ગયા હતા. બાળક એકલું હતું ત્યારે તેમની મોટી દીકરીને ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
પરંતુ દીકરી પણ રમતમાં પડી ગઈ હતી. અથવા તો કોઈ કારણોસર પોતાના ભાઈ થી દૂર જવાનું થયું તેથી તેના નાના ભાઈ નું ધ્યાન રાખ્યું ન હતું તે સમયે ખાટલા પર સાથે કાપડ ના પારણા માં આવ્યો હતો ત્યાં એક કૂતરું આવી પહોંચ્યું હતું. આ કૂતરાએ માસૂમ બાળકોને પારણામાં સૂતો જોઈને આજુબાજુ કોઈ ન હતું ત્યારે નવ માસના ઊંઘી રહેલા બાળકને પહેલા આંખ ઉપર બચકા ભરી લીધા હતા.
ત્યારબાદ ગળાના ભાગેથી ઉચકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ બાળક ચીસો પાડીને રડવા લાગ્યું હતું. ત્યારે બાળક નો અવાજ સાંભળીને માતા-પિતાનું ધ્યાન બાળકના તરફ ગયું અને કોઈ પણ પ્રકારનો અન્ય વિચાર કર્યા વિના જ બાળકને બચાવવા માટે માતા-પિતા દોડ્યા ત્યારે માટે કૂતરાએ તો બાળકને મૂકીને માતા-પિતા સહિત અન્ય બે લોકો ઉપર હુમલો કર્યો હતો.
ત્યારબાદ બૂમાબૂમ કરતાં માતા-પિતાને જોઈને આજુબાજુના વાડીઓમાં કામ કરતા લોકો પણ તુરંત જ ભેગા થઇ ગયા હતા. આવા સમયે બાળક પર ખુબ જ ગંભીર રીતે ઘાવ થયેલા હોવાથી ત્યાંના માણસોએ તરત જ એમ્બ્યુલન્સ દ્ધારા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાળકની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું.
માતા પિતાને ખૂબ જ આભાર આઘાત લાગ્યો હતો. બાળકને બચાવવા ગયેલા માતા-પિતા અને તેની સાથે અન્ય બે લોકો ને પણ કુતરાએ બચકા કરી લીધા હતા અને તે ક્યાંથી આવ્યો અને તે કયા ગામનો છે તે લોકોને જાણ ન હતી. ત્યારબાદ આ પરિવારે પોતાના દીકરાને આઘાતને કારણે વાડીનું કામ છોડીને પોતાના વતન તરફ પાછા જઈ રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]