Breaking News

પરિવાર તેના દીકરાના અંતિમ સંસ્કાર કરીને રડતા રડતા ઘરે આવ્યો, સાંજ થતા જ મરેલો દીકરો જીવતો થઈ હસતો હસતો ઘરે આવતા પરિવારના ડોળા ફાટી ગયા..! વાંચો..!

આજકાલ સમાજમાં ઘણી બધી ઘટનાઓ ખુબ ચોંકાવનારી સાબિત થાય છે. ઘણી બધી ઘટનાઓ એટલી ગંભીર બની જાય છે કે તેમા પરિવારના લોકો આ ઘટના જોઈને ચોંકી જાય છે. પરિવારના કોઈપણ સભ્યનું મૃત્યુ થઈ જાય તો પરિવારમાં કેવી સ્થિતિ સર્જાઇ જાય તે આપણે જાણી શકીએ છીએ. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી.

આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં વાઘોડિયા તાલુકામાં સોમેશ્વરપુરા ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં વડીલ યુવક શનાભાઇ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનો પુત્ર સંજયભાઈનો પણ સમાવેશ થાય છે. શનાભાઈ તેમની પત્ની અને સંજયભાઈ તેમની પત્ની અને તેમના 2 દીકરા અને 1 દીકરી રહેતા હતા.

સંજયભાઈ જાંબુઘોડામાં 7-8 ધોરણ ભણેલા હતા. સંજયભાઈ ના 1 દીકરો અને 1 દીકરીના લગ્ન થઇ ગયા હતા. સંજયભાઈ ટ્રક ચલાવવાનું કામ કરતો હતો. તેઓ ઘરે રહેતો જ ન હતા. બહાર ધાબા ઉપર સૂઈ રહેતા હતા. તેને દારૂ પીવાની આદત ખુબ થઈ ગઈ હતી. તેને કારણે સંજયભાઈ જ્યારે ઘરે આવે ત્યારે નશામાં આવતો હતો.

શનાભાઇનો દીકરો સંજયભાઈ દોઢ મહિનાથી ઘરે ન આવ્યો હતો. તેને કારણે ઘરના બધા જ સભ્યો સંજયભાઈને ગોતી રહ્યા હતા. સંજય જ્યારે ઘરે આવતા ત્યારે ગમે ત્યાં તેનો ટ્રક મૂકીને ઘરે આવતા રહેતા હતા. તેને કારણે ઘરના સભ્યો તેને શોધી રહ્યા હતા. સંજયભાઈ છેલ્લા 15 વર્ષથી આવું કરી રહ્યા હતા.

એક દિવસ દુમાડ ચોકડી પાસે હાઈવે પર આવેલી પોલીસ કચેરીને 45 વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ લાશ નેશનલ હાઈવે નજીક દુમાડ ચોકડી પાસે પાણીની ગટર આવેલી છે તેના ઢાળિયા ઉપર આ અજાણ્યા યુવકની લાશ મળી હતી. તેને કારણે શનાભાઇ પોતાના પુત્રને શોધી રહ્યા હતા.

તે માટે પોલીસ કચેરીએ જઈને તેના પુત્રની હોવાની જાણ કરી હતી. અને પોલીસ સ્ટેશને આવીને ઓળખ બતાવવાનું કહ્યું હતું. તે સમયે શનાભાઇ પોલીસ સ્ટેશનને પોતાનો દીકરો જ છે તેમ જણાવ્યું હતું. અને શનાભાઇએ નામ, સરનામું, ચૂંટણી કાર્ડ, સ્માર્ટ કાર્ડ બધા ઓળખ આપી હતી, અને તેની સાથે 10-15 તેના સંબંધીઓ પણ ગયા હતા.

અને સંજયભાઈનો દીકરો પણ તેના પિતાના મૃત્યુદેહને ઓળખવા માટે ગયો હતો. તે સમયે બધા લોકોએ આ અજાણ્યા યુવકની લાશ તેના દીકરાની છે તેમ જણાવ્યું હતું. ઘણા દિવસો થઈ જવાને કારણે પોલીસે પણ દેખાવ, શરીરનો બાંધો, ઉંમર અને સંજોગો એવા બન્યા કે પોલીસ પણ સંજયભાઈ છે તેમ માનીને ઘરના લોકોને લાશ આપી દીધી હતી.

ત્યારબાદ લોકોએ પોતાનો પરિવારનો દીકરો સમજીને અંતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવાર રડતા રડતા ઉદાસ ચહેરે પોતાના ઘરે પરત ફર્યો હતો. પરંતુ અંતિમ સંસ્કારને દિવસે સાંજે સંજયભાઈ ઘરે અચાનક આવી ગયા હતા. તે રખડતા રખડતા આવ્યા હતા. તેને કારણે બધા જ લોકો જોઈને ચોંકી ગયા હતા.

શનાભાઇ તેના પુત્રની ક્યાં ગયો હતો? તેમ પૂછયું ત્યારે સંજયભાઈએ’ હું કાગળિયા અને બોટલ વીણવા ગયો હતો’ એમ જણાવ્યું. શનાભાઇએ જણાવ્યું હતું કે,’ એ તારો ધંધો છે’ અને તેમ કહેતા જ સંજયભાઈ દારૂ પીને આવ્યો હતો એટલે ઢળી પડયો હતો. શનાભાઈનું કહેવું હતું કે તે છેલ્લા 15 વર્ષથી આવું કરી રહ્યો હતો.

તેને કારણે તે જીવતો હોવા છતાં ઓળખાય તેવો રહ્યો ન હતો અને ઘરે પણ દોઢ મહીનેથી આવ્યો ન હતો.તે માટે ઓળખ સરખી ન થતા. પરિવારે તેના અંતિમ સંસ્કાર અજાણ્યા કરી નાખ્યા હતા.  પોલીસ પણ આ વ્યક્તિની લાશને જોઈને ભૂલ કરી બેઠી હતી. તેણે પણ અજાણ્યા યુવકનીઓળખ કરવામાં ભૂલ કરી હતી.

પરિવારના સભ્યો સામે પોલીસે પણ માફી માગી હતી. અને સંજયને જીવતો જોઈને ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા. અને લોકોમાં હલ્લો મચી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ઘરના સભ્યોની આંખોમાં આંસુ અચાનક ચોંકી ગયા હતા. આ પ્રકારનો એક બનાવ 5 મહિના પહેલા નવસારીમાં બન્યો હતો તેમજ બિહારથી પણ એક કિસ્સો આ પ્રકારનો જ સામે આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *