હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગુનાખોરીના કિસ્સા દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. વધતી જતી બેરોજગારીના કારણે માણસ પોતાનું ઘર તેમજ મોજશોખ પૂરા કરવા માટે અને કોઈ વ્યક્તિના જીવનને બરબાદ કરી નાખતા હોય છે. હાલ આણંદના પેટલાદ તાલુકાના અમોદ ગામે ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે..
આમોદના બસ સ્ટેશન સામે પ્રજાપતિ વાસમાં નરેન્દ્રભાઈ રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિ તેમના પરિવારજનો સાથે રહેતા હતા. નરેન્દ્ર ભાઈની ઉંમર ૩૨ વર્ષની છે. તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. રોજની જેમ જ તેઓ પોતાના પરિવારજનો સાથે જમ્યા બાદ રાત્રે 11 વાગ્યા આસપાસ સુઈ ગયા હતા..
પરંતુ તેઓ જ્યારે સવારમાં જાગ્યા અને ઘરમાં નજર ફેરવતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. તેઓએ જોયું કે તેમના ઘરની અંદર રહેલો તમામ સામાન અસ્તવ્યસ્ત હતો. તેમજ ઘરના તમામ સભ્યો ઘસ ઘસાટ સૂઈ રહ્યા હતા. ઘરના સામાન વેરવિખેર થયેલો જોઇને તેઓ જીવ તાળવે ચોંટી ગયો હતો.
અને ઘરમાં મૂકેલી તિજોરીઓ પાસે તેઓ ગયા હતા જોયું તો બંને તિજોરીઓના લોક ખુલ્લા હતા. અને તેમની અંદર રહેલા રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની સાથે તમામ ઘરેણાઓ પણ ગાયબ હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ સમજી ગયા હતા કે તેમના ઘરે ખૂબ મોટી ચોરી થઈ છે..
તેઓએ તાત્કાલિક ધોરણે ઘરના તમામ સભ્યો ને જગાડ્યા હતા. અને વારાફરતી પૂછવાની કોશિશ કરી હતી કે શું તેઓને કોઈ ખ્યાલ રહ્યો નથી કે ઘરમાં કોણ આવીને જતું રહ્યું છે…? પરંતુ પરિવારના સભ્યો ઘસઘસાટ ઊંઘમાં હોવાથી તેઓને કોઇ પણ પ્રકારની માહિતી ન હોવાનું માલુમ પડ્યું હતું.
હકીકતમાં તેમના ઘરે ચોર લૂંટારા હોય ચોરી કરી છે. તે ખુબજ માસ્ટરમાઈન્ડ હતા. તેઓએ તેમના મકાનના પાછળના ભાગે રસોડું આવેલું છે. તેના બારીની ગ્રીલને કોઈ હથિયારની મદદથી ખોલી નાખી હતી. અને ત્યાંથી તેઓએ ઘરમાં પ્રવેશ કરી લીધો હતો. ત્યારબાદ તેને ઘરના જુદા જુદા રૂમમાં ચોરી કરી હતી..
આ મામલો સામે આવતા ની સાથે સૌ કોઈ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું આ પરિવારના કોઈ પણ સભ્યને તે લૂંટારાઓને ચોરી કરતી વખતે પેદા થયેલા અવાજને સાંભળ્યું નહીં હોય..? તો કોઇપણ વ્યક્તિની ઊંઘ હલચલ થતાની સાથે જ ઉડી ગઈ નહીં હોય.. પરંતુ આ મામલાની તપાસ હાલ પેટલાદ પોલીસ કરી રહી છે..
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ની સાથે જ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. અને ફોરેન્સિક વિભાગ અને ડોગ સ્કવોડની મદદથી આ ચોકલેટ લાવો ને પકડવાની કોશિશ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈના ઘરેથી કુલ ૧૨ હજાર રૂપિયા રોકડાની સાથે સાથે સોના-ચાંદીના ઘણા બધા દાગીના પણ ગાયબ થયા છે..
એટલે કે લાખોની સંખ્યામાં ચોરી થઇ હોવાનું માલુમ પડયું છે. ઉનાળાના સમયમાં ચોરીના બનાવો વધારે બને છે. તેનું એક કારણ એ બાબતો પરથી કાઢી શકાય છે કે ઉનાળામાં ગરમીનો માહોલ હોવાને કારણે જે તે સોસાયટીના વ્યક્તિઓ પોતાના ધાબા ઉપર સુવા માટે જતા હોય છે એવામાં ઘર બંધ દેખાતા ની સાથે જ ચોર ચોરી કરી લેતા હોય છે..
તો બીજી બાજુ કોઈ ઘરમાં માત્ર એક જ એર કંડીશનર હોવાથી સૌ કોઈ લોકો એક રૂમમાં એકઠા થઈને સૂઈ જતા હોય છે. જ્યારે બાકીના રૂમ ખાલી હોવાને કારણે તો ચોર લુંટારાઓ આ બાબતનો લાભ લઈને ચોરી કરી લે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]