આજકાલના બાળકોને ભણવાનું ખૂબ જ ટેન્શન રહેતું હોઈ છે કારણકે તેની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓ ભણવા આગળ નીકળી જાય પરંતુ જે વિદ્યાર્થીઓને ભણવામાં મન લાગતું નથી અને ભણવામાં થોડી કચાશ રહી જતી હોય તે વ્યક્તિઓ ભણવામાં પાછળ રહી જતા હોય છે. જેના કારણે તેઓને સતત ટેન્શન રહેતું હોય છે..
કારણ કે આજકાલ સમાજમાં એવી ભાવનાઓ ચાલી રહી છે કે મારો દીકરો તારા દીકરા કરતા હોશિયાર છે. જો કોઈ બાળકને ભણવામાં મન ઓછું લાગતું હોઈ અને માર્ક્સ ઓછા આવે તો ક્યારેક કેટલાય લોકોના મહેણા ટોણા સાંભળવા પડતા હોઈ છે. જે ખરેખર ખુબ જ ખોટું છે. હાલ આ પ્રકારના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે..
આ પહેલા પણ સુરતમાં વિદ્યાર્થી વયના બાળકોએ આપઘાત કર્યાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. હજુ પાંચ દિવસ પહેલા રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ કરેલા આપઘાતની શાહી સુકાઇ નથી ત્યાં તો સુરતના ભટાર વિસ્તારમાંથી વધુ એક વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવી ગયો છે.
સુરતના ભટાર વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્સમાં મુકેશભાઈ ઓરડિયા રહે છે. તેમનો મોટો દીકરો મનન જેની ઉંમર 18 વર્ષની છે. તે ધોરણ 12 કોમર્સ cbse માં અભ્યાસ કરે છે. તેમજ તેનો નાનો દીકરો અને તેનો મોટો દીકરો બન્ને લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ માટે જતા હતા. મુકેશભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ બહુ મોટો વ્યવસાય ધરાવે છે.
મુકેશભાઈનો દીકરો મનન ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો. તે અવાર-નવાર ભણવાની બાબતોને લઈને ખૂબ જ ચિંતિત રહેતો હતો. મનનને ધોરણ 10માં 73 ટકા લાવ્યો હતો અને ત્યારબાદ ધોરણ 11માં 55 ટકા આવતાની સાથે જ તે ખૂબ જ હતાશ થયો હતો. અવારનવાર પરીક્ષાનો ડર મનનને સતાવી રહ્યો હતો. જેના કારણે તેણે આપઘાતનું પગલું ભરી લીધું છે..
25 તારીખના રોજ તેની પરીક્ષાનું રિઝલ્ટ થવા જઈ રહ્યું છે. એ પરીક્ષા માટે નાપાસ થશે તેવા ડરના કારણે તેણે એક દિવસ પોતાના રૂમમાં જઇને પંખા સાથે લટકીને ફાંસો ખાઈ લીધો છે. ત્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે તેમના માટે કોઈ દીકરા મનને રૂમમાં ફાંસો ખાઈ લીધો છે. ત્યારે તેઓ તે તાત્કાલિક ધોરણે મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા..
પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવવામાં ડોક્ટરે મનનની તપાસ બાદ તેમને મૃત જાહેર કરી દીધો હતો. આ બાબતની જાણ પોલીસને થતાં જ પોલીસ આવી પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળક પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે આપઘાત કરી લીધા હોવાનું કારણ સામે આવ્યો છે. પોલીસ આ બાબતને લઈને વધારે તપાસ હાથ ધરી છે.
હકીકતમાં આજકાલનાં બાળકો ને ખૂબ જ મોટી વેશનની જરૂર હોય છે કારણ કે તેઓ સહેજ પણ હતાશ થઇ જાય કે અંતે એવું પગલું ભરી લે છે તે નક્કી હોતું નથી. જો દરેક માતા-પિતાના બાળકોને સારી રીતે વાતચીત કરે અને તેના દરેક સમસ્યાને દુઃખોનો સમાધાન કરવાની કોશિશ કર તો ક્યારે આ પ્રકારના કિસ્સા સામે આવતા નથી. હકીકતમાં વાલીઓએ બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]