ઘણા બધા માતા-પિતા તેમના બાળકોને સારી સુખ અને સગવડની વસ્તુઓ સમય કરતા પહેલા જ આપી દેતા હોય છે, જેમાં મોબાઈલ અને ગાડીનો પણ સમાવેશ થાય છે. અમુક બાળકો તો સાવ નાની ઉંમરમાં જ પોતાનો પર્સનલ મોબાઇલ ફોન ચલાવા લાગે છે. જ્યારે તેમના માતા પિતા કોઈ વખત તેમને ગાડીઓ પણ ચલાવવા માટે મનાઈ કરતા નથી..
પરંતુ જ્યાં સુધી ઉંમર ન થાય ત્યાં સુધી મોબાઇલ અને ગાડી જેવી ચીજ વસ્તુથી બાળકોને દૂર રાખવા જોઈએ, કારણ કે અત્યારે રોજબરોજના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે, જેમાં મોબાઈલ ફોન અને ગાડીના દુરુપયોગના કારણે ફુલ જેવા કુમળા બાળકોના જીવ જતા રહે છે..
અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને આ પરીક્ષા આપી રહ્યા છે. એવી જ રીતે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા જતી મીનાક્ષી નામની દીકરી સાથે એવી ઘટના બની ગઈ છે કે, બિચારી પરીક્ષાના સેન્ટર સુધી પહોંચે એ પહેલા તો કાળનો કોળિયો બની ગઈ હતી..
આ ઘટના મારુતિ નગર વિસ્તારની છે, અહીં તેના માતા પિતા સાથે રહેતી મીનાક્ષી ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહી છે અને બોર્ડની પરીક્ષા આપવા માટે તે તેના ઘરથી ચાર કિલોમીટર દૂર આવેલી એક શાળાએ તેની મોપેડ લઈને જતી હતી, એ વખતે શાળાએ પહોંચવામાં તેને ખૂબ જ મોડું થઈ ગયું હતું..
એટલા માટે તે તેની મોપેડ ખૂબ જ વધારે ગતિએ ચલાવી રહી હતી અને મોબાઈલ ઉપરથી કાબુ ગુમાવતાની સાથે જ રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેની મોપેડ અથડાય અને ટ્રકના ટાયરની નીચે તેની મોપેડ ફસાઈ જતાની સાથે જ મીનાક્ષીનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું. ઘટના સ્થળે ગાડી અને મીનાક્ષી બંનેનો કચરઘાણ બોલી જતાં આખો રોડ મરણ ચીખોથી ગુંજી ઉઠ્યો હતો..
ઘરેથી બોર્ડની પરીક્ષા આપવાનું કહીને નીકળેલી આ દીકરી પરીક્ષાના સેન્ટર સુધી પહોંચે એ પહેલા તો મોતને ભેટી ગઈ હતી, તેની પાસે રહેલી હોલ ટિકિટ માંથી ત્યાં રોડ ઉપર ઉભેલા લોકોએ તેની શાળામાં સંપર્ક કર્યો હતો. અને શાળાએથી મીનાક્ષીના માતા-પિતાને જાણ મળી કે મીનાક્ષીનું અકસ્માત થયું છે..
અને અકસ્માતમાં તે મૃત્યુ પામી છે, અને ત્યાં રસ્તા પરના લોકોએ મીનાક્ષીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દીધી અને તેને હોસ્પિટલે પહોંચાડી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના માતા-પિતા હોસ્પિટલે ગયા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરી દીધી હતી. આ ઘટનાને લઈને દરેક લોકોએ જુદા જુદા મંતવ્ય રજૂ કર્યા હતા..
કેટલાક લોકોનું કહેવું હતું કે, જ્યાં સુધી બાળકોની ઉંમર 18 વર્ષની ન થાય ત્યાં સુધી તેમને મોબાઈલ અને ગાડી ન આપવા જોઈએ મીનાક્ષી પાસે મોપેડ નું લાયસન્સ પણ હતું નહીં, છતાં પણ તેને ઘરેથી મોબાઈલ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. જેને લઇ અત્યારે મીનાક્ષી મોતને ભેટી ગઈ છે..
આ અગાઉ પણ એક અઠવાડિયા પહેલા આવો જ એક કિસ્સો આવ્યો હતો કે, જેમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલા બે મિત્રોનું અધવચ્ચે અકસ્માત થઈ જતા બંનેના મૃત્યુ થઈ ગયા હતા. આ ઉપરાંત વધુ એક બનાવો આ પ્રકારનો જ સામે આવી જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]